મિથુન રાશિ
આ અઠવાડિયે તમે ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરેલા રહેશો. ઘર હોય કે કાર્યક્ષેત્ર બધી જગ્યાએ લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે તેમજ તમારા દ્વારા આપવામાં આવેલી સલાહની પ્રશંસા થશે. અઠવાડિયાની શરૂઆતમાં પ્રભાવી લોકો સાથે મુલાકાત થશે અને જેને કારણે તમે ભવિષ્યની યોજનાઓ બનાવવામાં સફળ રહેશો. અઠવાડિયાના છેલ્લા ભાગમા તમારા બધા કામ પૂરા થઈ જશે અને તમે રાહતનો શ્વાસ લેશો. આ સમય દરમિયાન જો તમે વિદેશમાં નોકરી કરવા ઈચ્છતા હોય અથવા તો વિદેશી નાગરિકતા મેળવવા માટે પ્રયત્ન કરી રહેલા હોય તો તેમાં સફળતા મળશે. જો પ્રેમ સંબંધોમાં અણબનાવ ચાલી રહેલો હોય તો તે દૂર થશે. લગ્નજીવન સુખમય રહેશે.
મેષ રાશિ
આ અઠવાડિયા તમે કામમાં સખત મહેનત કરી અને તમારી ખુશી અને સફળતાનું સપનું પુરુ કરશો. કોર્ટ-કચેરીને લગતી કોઈ બાબત ચાલી રહેલી હોય તો તેનો ઉકેલ આવશે અને નિર્ણય તમારા પક્ષમાં આવશે. આજે કામના સ્થળે ઉપરી અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે, તેમજ પદ ઉન્નતિ મળવાની સંભાવના પણ રહેલી છે. જમીન મિલકત સાથે જોડાયેલી બાબતોમાં કોઈ વડિલ વ્યક્તિઓની સલાહ લેવાથી સફળતા મળશે. જથ્થાબંધ વેપારીઓ માટે સમય ફાયદા વાળો રહેશે. પ્રેમસંબંધોમાં નજીકતા વધશે. તમારા પ્રેમી તેમજ જીવનસાથીની ભાવનાઓને સમજવાના પ્રયત્નો કરવા.
વૃષભ રાશિ
આ અઠવાડિયે વૃષભ રાશિના લોકો પોતાના લક્ષ્ય તરફ આગળ વધતા જશે. કામના ક્ષેત્રે તમે તમારા વિરોધીઓને હરાવી શકશો. રોકાણ સાથે જોડાયેલી બાબતોમાં કોઈ મોટો નિર્ણય લેતા પહેલા તમારા પિતાજીની સલાહ લેવી તમારા માટે ફાયદાકારક સાબિત થશે. કોઈ નજીકના વ્યક્તિ તમારા વેપાર ધંધામાં તમને મદદ કરશે અને તેની મદદથી તમને કોઈ નવો કોન્ટ્રાક્ટ મળી શકે છે. અઠવાડિયાના છેલ્લા ભાગમાં અચાનક જ લાંબા અથવા તો ટૂંક રૂટની યાત્રા પર જઈ શકો છો, તેમજ યાત્રા તમારા માટે લાભદાયક રહેશે. દાંપત્યજીવનમાં મધુરતા બની રહેશે. સ્પર્ધાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સફળતા મળવાની સંભાવના છે.
કર્ક રાશિ
અઠવાડિયાની શરૂઆતમાં તમે જે કઈ પણ કરવા ઇચ્છો છો તો તેના માટે તમને સારા અવસર મળતા રહેશે. સમયનો સદુપયોગ કરીને તમારે તમારા બધા કામને પૂરા કરવાના પ્રયત્નો કરવા. કામના ક્ષેત્રે તમારા ઉપરી અધિકારીઓ તમારા કામથી ખુશ રહેશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં વધારે લાગવાથી સારું પરિણામ મળવાની સંભાવના છે. તમારા નજીકના લોકો સાથેના તમારા સંબંધો વધારે પ્રગાઢ બનશે. આ રાશિ સાથે જોડાયેલી મહિલાઓ માટે આ અઠવાડિયું ફાયદાકારક રહેવાનું છે. વાહનની ખરીદી કરી શકો છો.
સિંહ રાશિ
અઠવાડિયાની શરૂઆતમાં તમે તમારા કોઈ મિત્ર અથવા તો સંબંધીની મદદથી કોઈ સારો કોન્ટ્રાક્ટ મેળવી શકો છો. આ અઠવાડિયે કામના ક્ષેત્રે તમારા સહકર્મચારીઓ તમને મદદ કરી શકે છે અને તેને કારણે તમે તમારા કામ સમયસર પૂરા કરી શકશો. કોર્ટ-કચેરીની કોઈ બાબત ચાલી રહેલી હોય તો તેનો ઉકેલ આવશે અને નિર્ણય તમારા પક્ષમાં આવશે. આજે સાંજના સમયે તમે તમારા મિત્રો સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. ધાર્મિક અને આધ્યાત્મિક કામમાં તમારો રસ વધશે. તમે જીવનસાથીની ભાવનાઓને સમજશો. પ્રેમી-પ્રેમિકા એકબીજા સાથે સારો સમય પસાર કરી શકશે. આ અઠવાડિયે તમે તમારા જીવનસાથી અથવા તો પ્રેમીને લઈને ગર્વ અનુભવશો, કારણ કે મુશ્કેલ સમયમા એ તમારી સાથે મજબૂતીથી ઉભા રહેશે.
કન્યા રાશિ
આ અઠવાડિયું તમને ભાગ્યનો ભરપૂર સાથ મળશે. તમારા બધા કામ સારી રીતે પૂરા થતા જશે અને તેમા તમારા સંબંધીઓથી લઈને અજાણ્યા લોકો સુધી બધાનો સહયોગ તમને મળી રહેશે. બધાને સાથે રાખવાની અદભુત કલાની મદદથી આ અઠવાડિયે તમે નવા મિત્રો બનાવશો અને જેનાથી ભવિષ્યમાં લાભ મળવાની સંભાવના છે. અઠવાડિયાના છેલ્લા ભાગમાં સંતાનો તરફની બધી જ ચિંતાઓ દૂર થશે અને સંતાનોને પ્રગતિ કરતા જોઈને તમે ખુશ રહેશો. આ દરમિયાન પ્રેમ સંબંધોમાં સુધારો આવશે. દાંપત્યજીવનમાં મધુરતા બનાવી રાખવી. તમે વ્યસ્ત હોવા છતાં તમારા જીવનસાથી માટે સમય કાઢશો અને તેને ખુશ રાખવાના પ્રયત્નો કરશો.
તુલા રાશિ
આ અઠવાડિયે તમે તમારા બધા કામનું ટાઈમ ટેબલ બનાવીને કામ પુરા કરશો તો તમારા બધા કામ સમયસર પૂરા થતા જશે. આ અઠવાડિયે તમે તમારા કામના ક્ષેત્રે બધા કામમાં સારી રીતે ધ્યાન આપી શકશો અને તમે તમારી કારકિર્દી બનાવવા તરફ આગળ વધશો. પરિવારના લોકો સાથે માંગલિક કાર્યક્રમ ઉપર વિશે કોઈ ચર્ચા વિચારણા થઇ શકે છે. તેમજ આ અઠવાડિયાના છેલ્લા ભાગમા તમારા ઘરે કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થઇ શકે છે. અઠવાડિયાના છેલ્લા ભાગમાં જમીન મકાન સાથે જોડાયેલ કોઈ નિર્ણય લઈ શકો છો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે. કોર્ટ-કચેરીની કોઈ બાબતોનો ઉકેલ આવશે અને નિર્ણય તમારા પક્ષમાં આવશે. પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે અને દાંપત્યજીવનમાં સામંજસ્ય બની રહેશે.