આટલી રાશિ પર રહેશે હનુમાનજીની વિશેષ કૃપા, ૨ દિવસમાં મળશે લાભના સમાચાર

Posted by

કન્યા રાશિ

તમને તમારી કાર્ય કુશળતા દ્વારા આશા કરતા વધારે ફાયદો મળશે. વ્યસ્તતા હોવા છતાં તમે ઘર પરિવાર તેમજ સગા-સંબંધી એવું માટે સમય મેળવી શકશો. યુવાનોને પ્રોજેક્ટમાં સફળતા મળવાથી રાહત મળશે. કોઈપણ કારણ વગર બદનામ અથવા તો ખોટો આરોપ લાગવાની સ્થિતિ બની રહી છે માટે વધારે સારું રહેશે કે બીજાને બાબતોથી તમે દૂર રહો. માનસિક સુખ શાંતિ માટે કોઇ એકાંત અથવા તો ધાર્મિક સ્થળની મુલાકાત ઉપર જવું તેમ જ ત્યાં સમય પસાર કરવો. મિડીયા તેમજ સંપર્ક સૂત્ર દ્વારા મહત્વપૂર્ણ જાણકારીઓ મળી શકે છે, જે તમારા વ્યવસાય માટે લાભદાયક સાબિત થશે. ગેર કાનુની કામમાં રસ ન લેવો તેનાથી તમારું માન-સન્માન ઓછું થશે અને વ્યવસાયમાં પણ મુશ્કેલીઓ ઊભી થશે. દાંપત્યજીવનમાં ઉચિત વ્યવસ્થા બનાવી રાખવી તેમજ તમારા પ્રેમીનું સન્માન કરવું.

તુલા રાશિ

સામાજિક મીટીંગ વગેરેમાં જવાના અવસર મળશે. મહત્વપૂર્ણ લોકો સાથેની મુલાકાત લાભદાયક રહેશે. ઘર અને વ્યવસાય બંને જગ્યાએ યોગ્ય સામંજસ્ય બની રહેશે. જો મિલકત સાથે જોડાયેલ કોઇ બાબત અટકેલી હોય તો તેમાં સુધારો આવશે. રિસ્ક પ્રવૃત્તિવાળા કામથી દૂર રહેવું. નુકસાન થવાની સ્થિતિ બની રહી છે. વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી. ઘરની નાની મોટી વાતોને અવગણવી. દરેકને તેની ઇચ્છા મુજબની સ્વતંત્રતા આપવાની જરૂર છે. વ્યવસાયમાં કોઈપણ કાગડિયાને લગતું કામ કરવામાં સાવધાની રાખવી કારણ કે આ સમયે નુકસાન થવાની સ્થિતિ બની રહી છે. કારોબારી ગતિવિધિઓ અત્યારે અટકેલી રહેશે. નોકરી કરતા લોકોને ઓફિસમાં શાંતિ વાળું વાતાવરણ મળી રહેશે. જીવનસાથીનો સહયોગ વાળો વ્યવહાર ઘણી બધી સમસ્યાઓને ઉકેલશે. પ્રેમ સંબંધોને પરિવારની સ્વીકૃતિ મળવાથી પ્રેમસંબંધ લગ્નમાં બદલવાના અવસર મળશે.

વૃશ્ચિક રાશિ

આ સમયે ગ્રહોની સ્થિતિ તમને સચેત કરી રહી છે કે આર્થિક યોજનાઓ સાથે જોડાયેલી ગતિવિધિઓ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત રાખવું. તમારા કામ સમયસર પૂરા થતા જશે. લગ્ન ન થયેલા હોય એ લોકોને લગ્ન માટે સારો પ્રસ્તાવ આવવાની સંભાવના છે. અજાણ્યા લોકો ઉપર વધારે વિશ્વાસ ન કરવો અને તેની વાતોમાં ન ફસાવું, નહીંતર તમારા માટે મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે. બાળકોની સમસ્યાઓને ઉકેલવામા પ્રયત્ન કરવા તેનાથી તેના મનોબળમા વધારો થશે. આ સમય યાત્રા કરવા માટે ઉચિત નથી. વ્યવસાયમાં કોઈ યોજના અથવા તો નવું કામ સફળ નહીં રહે. એટલા માટે જેવું ચાલી રહ્યું છે તેમાજ ધીરજ રાખવી. લોન, વિમા, શેરબજાર વગેરે સાથે જોડાયેલા વ્યવસાયમાં ફાયદો મળશે. ઓફિસમાં કોઈ સહયોગી સાથે મતભેદની સ્થિતિ બની રહેશે. પતિ-પત્ની વચ્ચેના સંબંધો મધુર રહેશે. યુવાનોની મિત્રતા પ્રેમ સંબંધમાં બદલી શકે છે.

ધન રાશિ

પાછલા કેટલાક સમયથી જે લાંબાગાળાની યોજના બની રહી હતી તે લક્ષ્યને મેળવવા માટે ઉત્તમ સમય આવી ગયો છે. શાંતિ મેળવવા માટે થોડો સમય કલાત્મક અને મનોરંજન સાથે જોડાયેલા કામમાં પસાર કરવો જરૂરી છે તેનાથી ઉર્જા બની રહેશે. આર્થિક રૂપે કેટલીક મૂંઝવણો અને સમસ્યાઓ રહી શકે છે, પરંતુ સમય રહેતા તમે તેને ઉકેલવાના પ્રયત્ન કરશો. માત્ર તમારા વિરોધીઓ ગતિવિધિઓ ઉપર નજર રાખવી. યુવાનોએ પોતાના લક્ષ્યને મેળવવા માટે આળસ ન કરવી. વ્યવસાયમાં તમારી કાર્યપ્રણાલીમાં જે પરિવર્તન આવી રહ્યું છે, તેનાથી ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. આ સમયે પરિસ્થિતિઓ અને ભાગ્ય તમારા પક્ષમાં કામ કરી રહ્યા છે માત્ર તમારે ધ્યાન રાખવું કે વધારે રોકાણ ન કરવું. વ્યસ્તતાને કારણે ઘર પરિવારને વધારે સમય નહીં આપી શકો. પ્રેમ પ્રસંગોમાં સમય અને પૈસા બરબાદ થઈ શકે છે.

મકર રાશિ

વ્યસ્તતા હોવા છતા ઘર પરિવાર તેમજ વ્યવસાયમાં યોગ્ય સામંજસ્ય બની રહેશે. બાળકો સાથે ચાલી રહેલી કોઈ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. પોતાને ભાવનાત્મક રીતે મજબૂત રાખવા તેમજ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં સક્ષમ રહેશો. પરંતુ તમારા જિદ્દી સ્વભાવને કારણે મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે. આત્મ અવલોકન કરવું જરૂરી છે. આ સમયે લાભની અપેક્ષાએ ખર્ચા વધારે રહેશે, જેને કારણે ઘરના સભ્યો વચ્ચે મનભેદ થવાની આશંકા છે. વ્યવસાયમાં કોઈપણ કામની શરૂઆતમા નવી યોજનાઓ બનાવેલી હોય તો તેના ઉપર ગંભીરતાથી વિચાર કરવો. આ સમયે કોઈ મહત્વના કામમાં અડચણો આવવાની સ્થિતિ બની રહી છે. ઓફિસમાં કોઈ પ્રોજેક્ટને લઈને સહકર્મચારીઓ સાથે વાદ વિવાદની સ્થિતિ બની શકે છે. પારિવારિક વાતાવરણ ખુશનુમા બની રહેશે. થોડો સમય ઘરમાં મનોરંજન તેમજ એકબીજા સાથે પસાર કરવો જરૂરી છે.

કુંભ રાશિ

ગ્રહની સ્થિતિ અનુકૂળ છે. તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયો સકારાત્મક અને ફાયદાકારક રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં આવી રહેલી મુશ્કેલી માંથી રાહત મળશે. આ સમયે પરિવાર સાથે ધાર્મિક અથવા મનોરંજન સાથે જોડાયેલી યાત્રા થઈ શકે છે. ભાઈ-બહેનો સાથે ચાલી રહેલી ગેરસમજણને કારણે સંબંધોમાં ખટાશ આવી શકે છે. તમારા ગુસ્સાને કાબૂમાં રાખવો તેમજ શાંતિપૂર્ણ રીતે સમસ્યાઓને ઉકેલવાના પ્રયત્નો કરવા. કોઈપણ પ્રકારના ગેરકાનૂની કામમા રસ ન લેવો. વ્યવસાય સાથે જોડાયેલા કામ વધારે ધ્યાનથી કામ કરવાની જરૂર છે. વધારે સારું રહેશે કે તમારા મહત્વપૂર્ણ કામને સ્થગિત રાખો. કામ વધારે રહેવાને લીધે ઘરમાં ઓફીસનું કામ કરવું પડશે. વૈવાહિક જીવન સામાન્ય રહેશે. લગ્ન બહારના સંબંધો ન બનવા દેવા. આ સંબંધો માત્ર મિત્રતા સુધી મર્યાદિત રાખો તો સારું રહેશે.

મીન રાશિ

ભાવુક થવાને બદલે તમારે તમારા બુદ્ધિ, બળ અને કાર્ય ક્ષમતાનો વધારે ઉપયોગ કરવો. થોડો સમય પ્રેક્ટિકલ અને પ્રભાવશાળી લોકો સાથે પસાર કરવાથી તમારા સ્વભાવમાં પરિવર્તન આવશે, જે તમારા માટે જરૂરી છે. બપોર પછી અપ્રિય ઘટના બની શકે છે. આ સમયે કોઈ પણ જોખમ ન લેવું તેમજ ગુસ્સા અને આવેશને કાબુમાં રાખવા. વડીલોની સલાહ અને આશીર્વાદનો અમલ કરવો તમારા માટે લાભદાયક રહેશે. થોડો સમય વ્યવસાય યોજનાઓ અટકેલી રહેશે. આ સમયે ઉધાર લેવડ-દેવડ ન કરવી. વ્યાપારિક બાબતે કાર્યક્ષેત્રમાં ઘણી બધી બાબતોને ઉકેલવામા તમે સક્ષમ રહેશો. નોકરી કરતા લોકો તેના લક્ષ્યને મેળવી શકે છે. દાંપત્યજીવનમાં મધુરતાની સ્થિતિ રહેશે. પ્રેમ સંબંધોમાં નજીકતા વધશે.