આવનારા અઠવાડિયે આ રાશીનું ભાગ્ય બનશે પ્રબળ, દિવાળી બાદ થઇ જશે રોશની

Posted by

મેષ રાશિ

મેષ રાશિના જાતકોએ આ અઠવાડિયે આળસનો ત્યાગ કરવો તેમજ બેદરકાર બનવાથી બચવું. કારકિર્દી હોય કે કારોબાર થોડી પણ બેદરકારીને લીધે બનેલી વાત બગડી શકે છે અને આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. કાર્યક્ષેત્રમાં વિરોધીઓ થી ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે કારણ કે એ લોકો તમારા ઉપર ખોટા આરોપ લગાવીને તમને ફસાવી શકે છે અને તમારા કામમાં અડચણો ઊભી કરવાના પ્રયત્ન કરી શકે છે. આ સમયે નાની-મોટી વાતોને અવગણવી જરૂરી છે. આ અઠવાડિયે વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં નહીં લાગે. અઠવાડિયાની શરૂઆતમાં બિનજરૂરી વસ્તુઓ ઉપર ખર્ચ થવાને કારણે મન ચિંતિત રહી શકે છે. પ્રેમ સંબંધો મજબૂત બનાવી રાખવા માટે પ્રેમી ઉપર શક કરવાને બદલે વિશ્વાસ રાખવો તેમજ તેનું પૂરું ધ્યાન રાખવું જરૂરી છે. દાંપત્યજીવનમાં મધુરતા બની રહેશે અને જીવનસાથીનો સાથ મળશે. વાતાવરણને લીધે થતી બીમારીઓથી તમારે સાવધાન રહેવાની જરૂર છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે ભાગ્ય આ અઠવાડિયે દરવાજા ખખડાવી રહ્યું છે. આ અઠવાડિયે આવકના નવા સ્ત્રોત બનશે. કારકિર્દી અને કારોબારમાં તમારી આશા પ્રમાણે અનુકુળ પ્રગતિ થશે. તમારા ઉત્સાહ અને પરાક્રમમાં તમે આગળ રહેશો. નોકરી કરતા લોકો માટે સમય અનુકૂળ છે. કાર્યક્ષેત્રમાં સિનિયર અને જુનિયર બંનેનો ભરપૂર સહયોગ મળશે. રાજનીતિ સાથે જોડાયેલા લોકો ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા એ પદ મળી શકે છે. આરોગ્યની દૃષ્ટિએ સમય અનુકૂળ છે. પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા આવશે. પ્રેમી તમને કોઈ સરપ્રાઈઝ ભેટ આપી શકે છે. દાંપત્યજીવનમાં મધુરતા બની રહેશે. ઘરમાં કોઈ માંગલિક કાર્ય ક્રમને લીધે ઘરની ખુશીઓ વધી શકે છે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે આ અઠવાડિયું સમય અને સંબંધોનું પ્રબંધનની ચેતવણી આપી રહ્યું છે. જો તમે યોજનાઓ બનાવીને તમારા કામ સમયસર પૂરા કરશો તો તમે તમારા લક્ષ્યને જરૂર મેળવી શકશો. ઘર હોય કે કાર્યક્ષેત્ર લોકોની નાની મોટી વાતોને તુલ ન આપવી માત્ર તમારા કામ ઉપર ધ્યાન આપવું. જો તમે કોઈ સાથે વાદવિવાદ કરતા રહેશો તો તમારી પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે. અઠવાડિયાના પહેલા ભાગમાં વાહન ચલાવતા સમયે સાવધાની રાખવાની જરૂર છે. આ દરમિયાન વ્યવસાયમાં નાની મોટી અડચણો આવતી રહેશે જેને દૂર કરવામાં તમે શુભચિંતકોની મદદ લઈ શકો છો. આ દરમિયાન પ્રેમ સંબંધોમાં કોઈ વાતને લઈને અણ બનાવ બની શકે છે. આ સમય દરમ્યાન જીવનસાથીના આરોગ્યને લઈને તમારું મન ચિંતિત રહેશે. તમારા પોતાના આરોગ્યનું પણ ધ્યાન રાખવાની જરૂર છે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે આ અઠવાડિયું ખૂબ જ શુભ સાબિત થવા જઈ રહ્યુ છે. બેરોજગાર લોકોને રોજગારના નવા અવસર મળી શકે છે. કારોબારમાં અણ દેખીતા લાભ મળી શકે છે. બજારમાં તમારા અટકેલા પૈસા તમને પાછા મળી શકે છે. આ અઠવાડિયે તમારા ઘરમાં પૈસાનું આગમન થતું રહેશે. ખર્ચા વધારે રહેશે. કામકાજ કરતી મહિલાઓ માટે સમય અનુકૂળ છે. મકાન અથવા વાહન સાથે જોડાયેલ કોઈ ડીલ કરતા પહેલા કોઈ વડીલ અથવા તો શુભચિંતક પાસેથી સલાહ લેવી જરૂરી છે. સમજ્યા વિચાર્યા વગર કોઈ જગ્યાએ સહી ન કરવી નહિતર તમારે નુક્સાન સહન કરવું પડશે. પ્રેમી સાથે સારો સમય પસાર કરશો. જીવનસાથી સાથે પ્રેમ અને સામંજસ્ય બની રહેશે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોએ આ અઠવાડિયે આ વાતને સારી રીતે યાદ રાખવી પડશે કે સાવધાની હટી દુર્ઘટના ઘટી. કાર્ય ક્ષેત્ર હોય કે ઘર જરૂરી કામ કરતા સમયે તમારે સાવધાની રાખવી. નહીંતર આર્થિક નુકસાનની સાથે સાથે શારીરિક મુશ્કેલી પણ થઈ શકે છે. કામકાજની બાબતે યાત્રા પર જઈ રહ્યા હોય તો તમારા સામાન અને આરોગ્ય બંનેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તમારા વેપારનો વિસ્તાર વધારવા માટેનું વિચારી રહ્યા હોય તો અનુભવી લોકોની સલાહ લેવાનું ન ભૂલવું. પ્રેમસંબંધોમાં પ્રેમીની ભાવનાઓને અવગણવી નહીં. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે અને જીવનસાથીનો ભરપૂર સાથ મળશે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે આ અઠવાડિયું વધારે પડતું વ્યસ્તતા વાળું રહી શકે છે. ઘર અને ઓફિસ બંને જગ્યાએ તમારા કામ વધારે રહેશે. અઠવાડિયાના મધ્યભાગમાં લાંબા અથવા તો ટુંકા રૂટની યાત્રા પર જઈ શકો છો. આ સમય દરમ્યાન તમારા પરિવારના સ્વજનો પાસેથી તમારી આશા મુજબનો સહયોગ ન મળવાને કારણે તમારું મન દુઃખી રહી શકે છે. વિપરિત લિંગના લોકો પ્રત્યે આકર્ષણ વધશે. પ્રેમ સંબંધોમાં મધુરતા બની રહેશે. મુશ્કેલ સમયમાં જીવનસાથીની સાથે તેનો પડછાયો બની રહેશો.

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે આ અઠવાડિયું થોડું મધ્યમ રહેવાનું છે. અઠવાડિયાની શરૂઆતમાં કોઈ પ્રિય વસ્તુનું નુકશાન થવાને કારણે મન ચિંતિત રહી શકે છે. આ સમયે મિત્રોનો સહયોગ ન મળવાને લીધે કોઇ વાતને લઇને સ્વજનોનો વિરોધ તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં નહીં લાગે. ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો કારોબાર કરતા લોકો માટે સમય અનુકૂળ છે. અઠવાડિયાના છેલ્લા સમય સુધીમાં જમીન અથવા તો મકાન અને લઈને કોઈ મોટો કરાર થઈ શકે છે. જમીન મિલકતનું ખરીદ વેચાણ કરતા સમયે કોઈ વડિલ વ્યક્તિઓની સલાહ લેવાનું ન ભૂલવું. પ્રેમ સંબંધો સામાન્ય બની રહેશે. જીવનસાથીનો સહયોગ મળતો રહેશે. આરોગ્યને લઇને સાવધાન રહેવું. સીઝનલ બીમારીની ઝપેટમાં આવી શકો છો.

વૃષીક રાશિ

વૃષીક રાશિના જાતકો માટે આ અઠવાડિયું ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ જેવું સાબિત થશે. અઠવાડિયાની શરૂઆતમાં જ્યાં કાર્યક્ષેત્રમાં બોસ તમારા માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે જેનાથી તમારું મન ચિંતિત રહેશે, તેમજ બીજી બાજુ તમારા મિત્રો તમારી મદદ કરશે અને તમારા અધુરા કામ પૂરા કરવામા તમારી સાથે રહેશે. આ સમય તમારા માટે આર્થિક દ્રષ્ટિકોણથી યોજનાઓ બનાવીને ચાલવાનો રહેશે. વ્યવસાયમાં નજીકના ફાયદા અને જોતા દૂરનું નુકસાન કરવાથી બચવું. કોઈ બાબતમાં કોર્ટ કચેરીની બહાર જ ઉકેલ આવે તો તે તમારા માટે સારું રહેશે. સંબંધો પ્રત્યે ઈમાનદાર રહેવું અને પ્રેમીની ભાવનાઓની કદર કરવી નહીં તમારે પાછળથી પસ્તાવું પડશે. અઠવાડિયાના શરૂઆતના ભાગમાં જીવનસાથી સાથે પૂજા-પાઠ કરવાથી મનને તાકાત મળશે. આરોગ્ય સામાન્ય બની રહેશે.

ધન રાશિ

આ અઠવાડિયું ધન રાશિના જાતકો માટે ખૂબ જ ભાગ્યોદય કારક સાબિત થવા જઈ રહ્યું છે. નોકરી કરતા લોકોને કાર્યક્ષેત્રમાં સિનિયર તેમજ જુનિયર બંનેનો સહયોગ મળશે. આવકના નવા સ્ત્રોત બનશે. કોઈ વડીલ વ્યક્તિ સાથે મુલાકાત થશે અને ભવિષ્યમાં લાભની યોજનાઓ ઉપર કામ કરવાનો ચાન્સ મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં જોડાયેલા લોકોને આ અઠવાડિયે કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. આ દરમિયાન કારોબારીઓને નાના રોકાણથી મોટો લાભ મળી શકે છે. બજારમાં તમારા પૈસા ફસાયેલા હોય તો તે નીકળી શકે છે. કામકાજ કરતી મહિલાઓ માટે સમય અનુકૂળ છે. જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે. જો તમે કોઈ સામે પ્રેમનો પ્રસ્તાવ રાખવાનું વિચારી રહ્યા હોય તો આ અઠવાડિયે વાત બની શકે છે.

મકર રાશિ

મકર રાશિના જાતકો માટે આ અઠવાડિયું મિશ્ર સાબિત થવા જઈ રહ્યું છે. અઠવાડિયાની શરૂઆતમાં આરોગ્ય અને સંબંધ બંનેને લઈને ખૂબ જ વધારે સાવધાની રાખવાની જરૂર છે. કોઇ જુના રોગથી ફરીથી ઉભરી શકે છે. સંતાન પક્ષ અને લઈને તમને કોઈ ચિંતા રહી શકે છે. પૈસાની આવકની સાથે સાથે ખર્ચા પણ વધારે રહેશે. તમારા કોઈ કામ અટકેલા હોય તો તે સમયસર પૂરા થતા જશે. જમીન અથવા તો વાહનો ખરીદવાની યોજના બનાવી રહ્યા હોય તો તેના માટે પૈસા પધારો લેવાની જરૂર પડી શકે છે. રાજનીતિ સાથે જોડાયેલા લોકોને પદ અથવા તો નવી જવાબદારી માટે હજુ થોડી રાહ જોવી પડશે. પ્રેમ સંબંધ સામાન્ય રહેશે અને જીવનસાથી સાથે સારું સામંજસ્ય બની રહેશે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે ગયા અઠવાડિયાના પ્રમાણમાં આ અઠવાડિયું વધારે સારું સાબિત થશે. અઠવાડિયાની શરૂઆતમાં કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિની મદદથી જમીન અને મકાન સાથે જોડાયેલ વાદ વિવાદનો ઉકેલ આવવાથી મનમાં થોડી રાહત થશે. સત્તા પક્ષ તરફથી લાભ પુરા યોગ છે. જો કોઈ સરકારી યોજના અથવા તો કાર્યાલયમાં પૈસા અટકેલા હોય તો તેના માટે તમે પ્રયત્ન કરી શકો છો. કારકિર્દી અને કારોબારમાં તમારી આશા પ્રમાણે તમને લાભ મળશે. પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા આવશે. પ્રેમી સાથે સારો સમય પસાર કરી શકશો. સંભવ છે કે પરિવારના લોકો તમારા પ્રેમને લગ્ન માટે મંજૂરી આપી શકે છે. વૈવાહિક સુખમાં વધારો થશે. અઠવાડિયાના શરૂઆતના સમયમાં પરિવારના લોકો સાથે ફરવા જવાનો પ્રોગ્રામ બની શકે છે. આરોગ્ય સાથે જોડાયેલી સમસ્યાઓને અવગણવાની ભૂલ ન કરવી નહિતર હોસ્પિટલના ચક્કર લગાવવા પડી શકે છે.

મીન રાશિ

મીન રાશિના જાતકો પર આ અઠવાડિયે જવાબદારીનો પહાડ તૂટી શકે છે. કાર્યક્ષેત્રમાં કોઈ બીજાના કામની જવાબદારી તમારી માથે આવી શકે છે. મિત્રોના સહયોગથી તમે આ જવાબદારીને સારી રીતે પૂરી કરવામાં સક્ષમ રહેશો. કાર્યોમાં સફળતા મળવાથી તમારા મનોબળમાં વધારો થશે. અઠવાડિયાના શરૂઆતના સમયમા ઘર પરિવારમાં કોઈ ધાર્મિક આયોજનમાં હાજરી આપવા નો ચાન્સ મળી શકે છે. પરિવાર સાથે હસી ખુસીથી સમય પસાર કરવાનો અવસર મળશે. ભાઈઓ તેમજ આ બહેનો સાથે સામંજસ્ય બની રહેશે. પ્રેમી તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે. સીઝનલ બીમારી અને લઈને સચેત રહેવું જરૂરી છે.