શનિવારનો દિવસ સંકટમોચન હનુમાનજી માટે ખાસ માનવામાં આવે છે. આ દિવસે મંદિરોમાં લાંબી લાઈન લાગે છે. ભક્તો મારુતિનંદનનાં દર્શન કરવા માટે પહોંચે છે અને પ્રસાદ ચડાવે છે. હનુમાનજી નકારાત્મક શક્તિઓને દુર કરે છે, એટલા માટે લોકો તેને પ્રસન્ન રાખવા માટે મંગળવાર અને શનિવારના દિવસે હનુમાન ચાલીસા નાં પાઠ વાંચે છે. તેના વાંચવા માટે પણ એક ખાસ રીત છે. જો તેનું અનુસરણ કરવામાં આવે ત્યારે જ પુરું ફળ મળે છે. જ્યારે તમે પુરી શ્રદ્ધા અને ભક્તિથી તથા યોગ્ય રીતે તેનું વાંચન કરો છો ત્યારે તમને તેનું યોગ્ય ફળ મળે છે.
મંગળવારથી કરો શરૂઆત
ઘણી વખત લોકો નિયમિત રૂપથી હનુમાન ચાલીસા વાંચે છે, પરંતુ તેમને તેનો પુરો ફાયદો મળી શકતો નથી. તેનું સૌથી મોટું કારણ છે નાની-મોટી ભુલો, જે આપણે અજાણતામાં કરતા હોઈએ છીએ. તેનાથી બચવા માટે હનુમાન ચાલીસા પાઠ કરવાની યોગ્ય રીત જાણવી જરૂરી છે. સૌથી મોટી વાત એ છે કે હનુમાન ચાલીસા વાંચવાની શરૂઆત મંગળવારથી કરવી ખુબ જ શુભ માનવામાં આવે છે.
હનુમાન ચાલીસા નો પાઠ કરવાની યોગ્ય રીત
હનુમાન ચાલીસા નો પાઠ કરવા માટે મંગળવારના દિવસે સવારે સ્નાન કરીને ચોખ્ખા કપડા પહેરો. ઘરમાં બનેલા મંદિરમાં હનુમાન ચાલીસા ની પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરો. હનુમાન ચાલીસા વાંચતા પહેલા શ્રી ગણેશજીની આરાધના કરો. યાદ રાખો કે તમે ઘાસ અથવા અન્ય કોઈ ચીજમાંથી બનેલા આસન પર બેસો.
ગણેશજીની આરાધના કર્યા બાદ ભગવાન રામ અને માતા-પિતાનું ધ્યાન કરો. તેમને કૃપા વરસાવવાની પ્રાર્થના કરો. ત્યારબાદ બજરંગ બલી હનુમાનજીને નમસ્કાર કરો અને હનુમાન ચાલીસા પાઠનો સંકલ્પ લો. ભગવાન હનુમાનજીના ચિત્રની સામે ધુપ અને દીવો પ્રગટાવો અને તેમને ફુલ અર્પિત કરો. ત્યારબાદ હનુમાન ચાલીસા ના પાઠ કરો. પાઠ પુર્ણ થયા બાદ ભગવાન શ્રીરામનું સ્મરણ કરો. અંતમાં બજરંગ બલીને પંજરી, બેસનનાં લાડુ, બુંદી અથવા કોઈ ફળનો ભોગ લગાવો.
જે લોકો હનુમાનજીના ભક્ત છે, તેમને હનુમાન ચાલીસા તો યોગ્ય રીતે યાદ હોય છે. યાદ હોવાને લીધે ઘણા લોકો હનુમાન ચાલીસા ને મનમાં જ બોલીને પુજા કરી લેતા હોય છે. આવા લોકોને આખી હનુમાન ચાલીસા બોલવામાં ફક્ત ૨-૩ મિનિટ લાગે છે, પરંતુ ઉતાવળમાં તે હનુમાન ચાલીસા માં લખવામાં આવેલા ઘણા પદો ને યોગ્ય રીતે બોલી શકતા નથી, જે બિલકુલ પણ અયોગ્ય છે. હનુમાન ચાલીસા ની ચોપાઈઓને શાંત મનથી બેસીને એક પદને જોઈ જોઈને બોલીને વાંચવું જોઈએ. તેનાથી તમે હનુમાન ચાલીસા માં લખવામાં આવેલા દરેક પદને યોગ્ય રીતે બોલી શકશો.
હનુમાન ચાલીસા વાંચવાનો બીજો મહત્વપુર્ણ નિર્ણય છે કે તમારે હનુમાન ચાલીસા ને દિવસમાં ૩ વખત વાંચવા જોઈએ. સૌથી પહેલા તમારી સવારે સ્નાન કરીને ચોખ્ખા કપડાં પહેર્યા બાદ હનુમાન ચાલીસાનાં પાઠ કરવા જોઈએ અને ત્યારબાદ બપોરના સમયે હનુમાન ચાલીસા વાંચવી જોઈએ. ત્યારબાદ રાત્રે સુતા પહેલાં પણ એક વખત હનુમાન ચાલીસાનાં પાઠ કરવા જોઈએ.
હનુમાન ચાલીસાનાં પાઠ કરવાના ફાયદા
હનુમાન ચાલીસાનાં પાઠ કરવાથી દરેક મનોકામના પુરી થાય છે, આર્થિક પરેશાનીઓ માંથી પણ છુટકારો મળે છે. હનુમાન ચાલીસા નો નિયમિત પાઠ કરનાર વ્યક્તિ નીડર અને સાહસુ બને છે. તેના મનમાં રહેલ દરેક પ્રકારના ડર નીકળી જાય છે. મોક્ષ પ્રાપ્તિ માટે હનુમાન ચાલીસાનાં પાઠને ખુબ જ મહત્વપુર્ણ માનવામાં આવે છે. દરરોજ હનુમાન ચાલીસાનાં પાઠ કરનાર વ્યક્તિની આત્માને પરમધામમાં સ્થાન મળે છે. વળી વિદ્યાર્થીઓને હનુમાન ચાલીસા વાંચવાથી ખુબ જ સફળતા મળે છે. તેઓ બુદ્ધિમાન અને સંસ્કારી બને છે તથા જીવનમાં ખુબ જ પ્રગતિ કરે છે.