બેડરૂમમાં રાતે સુતી સમયે પતિ-પત્નીએ આ દિશામાં માથું રાખવું જોઈએ, માં લક્ષ્મી રહે છે પ્રસન્ન

Posted by

ઘણા કપલ્સ માં લગ્ન બાદ તકરાર થતી હોય છે, અવારનવાર ઝઘડા થતા રહે છે, તેનું કારણ વાસ્તુદોષ હોય શકે છે. તેને દુર કરવા માટે બેડરૂમમાં સુવાની સ્થિતિમાં બદલાવ કરવો ખુબ જ જરૂરી બની જાય છે. કારણ કે ખોટી દિશામાં માથું રાખીને સુવાથી વ્યક્તિને મોટું નુકસાન થઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે ખુશાલ વૈવિક જીવન માટે તમારે પોતાના સુવાની અને ઘરમાં બેડની દિશા નું યોગ્ય ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. નહીંતર તેનું નકારાત્મક પ્રભાવ તમારા સંબંધો પર પડી શકે છે. તેનાથી ઘર પરિવારના લોકોએ પણ પરેશાનીનો સામનો કરવો પડે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર એક પરિણીત દંપતીએ દક્ષિણ દિશામાં માથું અને ઉત્તર દિશામાં પગ રાખીને સુવું જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવતી નથી. જે લોકો સાત જન્મ સુધી એકબીજાને મેળવવાની ઈચ્છા રાખે છે, આવા કપલે ઘરના ઉત્તર પશ્ચિમ દિશામાં પોતાનો બેડરૂમ બનાવવો જોઈએ.

જો તમે ઘરના વડીલ વ્યક્તિ છો અને પોતાની પત્ની સાથે ઘરના ઉત્તર પશ્ચિમ દિશામાં રહો છો તો તેનો લાભ તમને નોકરી સહિત સંબંધોમાં પણ જોવા મળે છે. પતિ પત્નીના સંબંધોમાં વધી ગયેલું અંતર દુર કરવા માટે બેડરૂમ ની દીવાલો હળવા અને શાંતિ આપતા હોય એવા રંગનો પ્રયોગ કરવો જોઈએ. સાથોસાથ રૂમમાં તાજા ફુલ પણ રાખવા જોઈએ.

આજકાલના મોડર્ન જમાનામાં લોકો આધુનિક બેડ ઉપર સુવે છે, તે મેટલ અથવા અન્ય ધાતુમાંથી બનાવેલા હોય છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર પતિ પત્નીએ હંમેશા લાકડા માંથી બનાવવામાં આવેલા બેડ ઉપર હોવું જોઈએ. તેનાથી નકારાત્મક શક્તિઓથી બચાવ થાય છે.

જો તમે એક ખુશહાલ વૈવિક જીવન જીવવા માંગો છો તો વાસ્તુશાસ્ત્ર અનુસાર પત્નીને બેડની ડાબી તરફ અને પતિએ બેડની જમણી તરફ સુવું જોઈએ. તેનાથી તમારી વચ્ચે સંબંધો મધુર રહે છે. ઘણા લોકો બેડરૂમને રોયલ બનાવવા માટે ઘણા પ્રકારના તકિયા અને ચાદર નો ઉપયોગ કરે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં વધારે ગાદલા, ઓછાડ અથવા તકિયા રાખવા જોઈએ નહીં. તેનાથી અંકશાસ્ત્ર અનુસાર સંબંધોમાં ઉતાર ચડાવ આવી શકે છે.

સુતા પહેલા દંપતીએ પોતાના બેડના તકીયાની પાસે કપુર પ્રગટાવીને સુવું જોઈએ. તેનાથી બધી નેગેટિવિટી ખતમ થઈ જાય છે અને તેનાથી તમારા સંબંધો પણ મધુર રહેશે. પતિ પત્ની જો ઘરનું વાતાવરણ ખુશહાલ રાખવા માંગે છે તો તેમણે પોતાના બેડરૂમમાં સફેદ બતક ના જોડા ની તસ્વીર રાખવી જોઈએ. તેનાથી બેડરૂમમાં સકારાત્મકતા આવશે.