ભગવાન શ્રીકૃષ્ણનો આ મંત્ર ને દુનિયાનો સૌથી તાકતવર મંત્ર માનવામાં આવે છે, રાતે સુતા પહેલા બોલી દો એટલે બીજું કઈ કરવાની જરૂર નહિ પડે

Posted by

જીવનમાં ઉતાર ચઢાવ આવતા રહે છે. સુખ અને દુઃખ સિક્કાની બે બાજુ હોય છે. જીવન પણ આ બે પાસા અનુસાર ચાલે છે. ક્યારેક મનુષ્ય ખુબ જ સુખી હોય છે, તો ક્યારેક તેના જીવનમાં ઘણી પરેશાનીઓ આવતી હોય છે. સારા સમયમાં મુશ્કેલમાં મુશ્કેલ કાર્ય પણ ખુબ જ સરળતાથી પુરું થઈ જાય છે. પરંતુ અમુક વખત મુશ્કેલીના સમયમાં નાનામાં નાના કામમાં પણ ઘણી બધી પરેશાની આવતી હોય છે.

 

આવા સમયમાં ઘણા ઉપાયો કારગર સાબિત થાય છે, પરંતુ ઈશ્વરની પ્રાર્થના એકમાત્ર એવી ચીજ છે, જેની અસર ક્યારેય ઓછી થતી નથી. ઈશ્વરીય શક્તિ આગળ મોટામાં મોટી મુસીબત નો ઉકેલ મળી જાય છે. એવું કહેવામાં આવે છે કે દરેક મનુષ્ય પોતાનું નસીબ લખાવીને આવે છે અને નસીબ અનુસાર જ તે પોતાનું જીવન જીવે છે. પરંતુ ક્યારેક ક્યારેક નસીબમાં મુશ્કેલીઓ લખેલી હોવા છતાં પણ ઈશ્વર પ્રાર્થના તેમાંથી આપણને બહાર કાઢી નાખે છે. તેના માટે ફક્ત એક શરત છે કે તમને આસ્થા હોવી જોઈએ. વિશ્વાસ એવી સીડી છે, જે ઈશ્વર સુધી પહોંચાડી આપે છે. જો ભક્તિમાં વિશ્વાસની કમી હશે તો મનુષ્ય ક્યારેય ઈશ્વર સાથે સંપર્ક સ્થાપિત કરી શકતો નથી.

 

ધન પ્રાપ્તિ માટે આ બે શબ્દ

આખો દિવસ કામ કર્યા બાદ જ્યારે સુવાનો સમય આવે છે, તો ઘણી વખત આપણે ધ્યાન લગાવ્યા વગર અથવા તો ઈશ્વરને યાદ કર્યા વગર સુઈ જઈએ છીએ. ભાગદોડ અને વ્યસ્ત જીવનમાં મોટાભાગના લોકોની સાથે આવું જ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે જે ઘરમાં ભગવાનનું નામ લેવા વાળું કોઈ હોતું નથી ત્યાં દરિદ્રતા નિવાસ કરે છે.

 

ઈશ્વરની પ્રાર્થના મંત્ર, જાપ અથવા ૨-૩ કલાકની પુજા હોતી નથી, પરંતુ જો કોઈ વ્યક્તિ સવારે ઉઠ્યા બાદ અને રાત્રે સુતા પહેલા ભગવાનનું નામ લે છે, તેના ઘરમાં વૈભવ અને ધનનું આગમન થાય છે, બધા પ્રકારનાં કષ્ટ અને રોગ દુર થઈ જાય છે. આજે અમે તમને એવા બે શબ્દ વિશે જણાવીશું, જેનું રાત્રિના સમયે ઉચ્ચારણ કરવાથી ઘરમાં અઢળક ધનનું આગમન થાય છે. નસીબનાં બંધ દરવાજા પણ તુરંત ખુલી જાય છે અને વર્ષોથી અટકેલા કાર્ય પણ તુરંત પુરા થવા લાગે છે.

 

પહેલો શબ્દ

ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેવા માત્રથી જ બધા સંકટ દુર થઈ જાય છે અને કનૈયાલાલ ની કૃપા પ્રાપ્ત થાય છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણનું નામજ એક પુર્ણ મંત્ર છે. ભગવાન કૃષ્ણ વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. એટલા માટે તેમના નામનું સ્મરણ માત્રથી જ બધા કષ્ટ દુર થઈ જાય છે. દરરોજ “કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ” મંત્રનો જાપ કરો. તેનાથી દુઃખ, કલેશ, ડર, નિરાશા અને ધન સંબંધિત પરેશાનીઓ દુર થવા લાગે છે.

 

બીજો શબ્દ

જે લોકોને ધન સંબંધિત પરેશાનીઓ હોય અથવા તો તેમના પૈસા અટવાઈ ગયા હોય તેમના માટે શ્રી કૃષ્ણજી નો એક વિશેષ મંત્ર છે. જેના જાપથી અપાર ધનની પ્રાપ્તિ થાય છે. “ગોવલ્લભાય સ્વાહા” આ એક એવો મંત્ર છે, જે અપાર ધનની પ્રાપ્તિ કરાવી શકે છે. મંત્ર જાપ કરતાં સમયે યોગ્ય શબ્દોનું ઉચ્ચારણ કરવું. ખટા અક્ષર વાંચવાથી લાભ મળશે નહીં. આ મંત્રને સિદ્ધ કરવા માટે સવા લાખ વખત તેનો ઉચ્ચારણ કરવું જોઈએ.