ભોલેનાથ જ્યારે પ્રસન્ન હોય ત્યારે આપે છે આ સંકેત, તમારી પૂજાથી પ્રસન્ન થાય છે, શિવજી જ તમારું ભાગ્ય તેજસ્વી કરે છે

Posted by

સવાર સવારમાં લક્ષ્મી દેખાવી, હસતું બાળક દેખાવું અથવા સુઈને ઊઠ્યા બાદ મન પ્રસન્ન રહેવું, જો આ પ્રકારનાં સંકેત તમને મળી રહ્યા છે તો તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમને સારો સમય આવતા પહેલા ભોલેનાથ આવા સંકેત આપે છે. આપણે ભલે આવા સંકેતોને સામાન્ય સમજીએ, પરંતુ આ સંકેતોનું ખુબ જ મોટું મહત્વ જણાવવામાં આવે છે. વળી આવા સંકેતો મહાદેવ દ્વારા આપવામાં આવતા હોવાની વાતો પણ શાસ્ત્રોમાં કહેવામાં આવી છે. જરૂરીયાત હોય છે તેને સમયસર સમજવાની અને વિધિવિધાન અનુસાર ભગવાન મહાદેવનું પુજન કરવાની. જો તમને પણ આ પ્રકારના સંકેત મળે છે તો પોતાને નસીબદાર સમજવા જોઈએ.

 

જ્યોતિષશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર સામુદ્રિકશાસ્ત્ર એવી અમુક વિદ્યાઓ છે, જેના પ્રયોગથી આપણા જીવનમાં આવેલા સંકટોને આપણે દુર કરી શકીએ છીએ. તકલીફ થવા પર આ શાસ્ત્રીય ઉપાયોનો પ્રયોગ કરીએ છીએ. પરંતુ આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ તેને જાણી લીધા બાદ તમે પણ આ કામ કરતાં પહેલા હજાર વખત વિચાર કરશો અને આ કામ ક્યારે કરવા વિષે વિચારશો પણ નહીં. કારણકે જો તમે આ કામ કરવાનું વિચારી રહ્યા છો તો એક વખત જરૂર વિચાર કરી લો કે તમારી સાથે શું થઈ શકે છે.

 

ઘણી વખત આપણી સાથે અમુક એવી ચીજો થતી હોય છે, જેના માધ્યમથી ભગવાન આપણને ભવિષ્યમાં થતી ઘટનાઓ વિશે સંકેત આપે છે. પરંતુ આપણે આ સંકેતોને સમજવામાં અસમર્થ રહીએ છીએ. તેનો એવો મતલબ નથી કે આપણે એ સંકેતોને સમજી શકતા નથી. જો થોડો પ્રયાસ કરવામાં આવે તો ભગવાન દ્વારા બતાવવામાં આવતા આ સંકેતોને સરળતાથી સમજી શકાય છે.

 

ભરેલું વાસણ દેખાવું

જો તમે કોઈ કામ થી બહાર જઇ રહ્યા છો અને તમને રસ્તામાં પાણી ભરેલું અથવા દુધ ભરેલો ઘડો જોવા મળે તો તે અત્યંત શુભ માનવામાં આવે છે. આ તે બાબત તરફ સંકેત કરે છે કે તમે જે કામ કરવા જઈ રહ્યા છો તેમાં તમને સફળતા મળશે.

 

સુઈને ઊઠ્યા બાદ મનપસંદ રહેવું

તમારી સાથે ઘણી વખત એવું થાય છે જ્યારે તમે સુઈને ઉઠો છો તો તમારું મન ખુબ જ પ્રસન્ન રહેલું હોય છે અને ચહેરા પર ચમક આવી જાય છે. જો આ પ્રકારના સંકેત જોવા મળે તો તે વાતનું પ્રતીક છે કે તમારા સારા દિવસોની શરૂઆત થવાની છે અને તમને દરેક કાર્યમાં સફળતા મળવાની છે.

 

જમણા અંગ ફરકવા

પુજાની થાળીમાં ફુલ અથવા ચંદનનું પડવું, તમે એવું પ્રતીત થાય કે ઈશ્વર ની મુર્તિ તમને જોઈને હાસ્ય કરી રહી છે, ઘરમાં કોઈ પ્રિય અતિથિ નું આગમન થવું, ઘરમાં ચાંદી અને સોના નું આવવું, મહિલાઓનું ડાબું અને પુરુષોનું જમણું અંગ ફરકવું ખુબ જ શુભ માનવામાં આવે છે. આ બધા સંકેતો તમને આવનારા શુભ સમય વિશે સુચિત કરે છે.

 

હસતું બાળક દેખાવું

જો તમે કોઇ મહત્વપુર્ણ કામથી બહાર જઇ રહ્યા છો અને તમને રસ્તામાં હસી રહેલું બાળક જોવા મળે તો તે વાત તરફ ઇશારો કરે છે કે તમે જે કામ કરવા જઈ રહ્યા છો તેમાં તમને સફળતા મળશે.

 

પશુ પક્ષીઓથી મળતા સંકેત

ભવિષ્યમાં થતી શુભ તથા અશુભ ઘટનાઓનો સંકેત સાંજના સમયે આપણને પશુ પક્ષીઓ દ્વારા મળે છે. જો કોઈ બિલાડી તમારા ઘરમાં બાળકોને જન્મ આપે છે તો તે વાતનો સંકેત છે કે ખુબ જ જલ્દી તમને કોઈ શુભ સમાચાર મળવાના છે.

 

સવાર સવારમાં લક્ષ્મી મળવી

જો તમે સવારના સમયે પરિવારની સાથે અથવા તો અન્ય કોઇ જગ્યાએ જઈ રહ્યા છો અને ધનપ્રાપ્તિ થાય તો તે ખુબ જ શુભ માનવામાં આવે છે. આ તે બાબતો તરફ ઇશારો કરે છે કે ખુબ જ જલ્દી તમને મોટી સફળતા મળવાની છે. સાથોસાથ તમને ખુબ જ મોટો ધનલાભ પણ થઇ શકે છે