ભૂખ્યા મરી જવું પસંદ કરજો પણ રવિવારનાં દિવસે ભુલથી પણ આ વસ્તુઓ ખાતા નહીં

Posted by

ભગવાન સુર્યદેવ નવગ્રહ નાં પ્રમુખ માનવામાં આવે છે. રવિવારનો દિવસ સુર્યદેવની પુજા માટે ખુબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે સુર્યદેવની ઉપાસના કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ અને ધન સંપત્તિ નું આગમન થાય છે તથા શત્રુઓનો નાશ થાય છે. સવારનાં સમયે સુર્યદેવની પુજા કરીને સુર્ય નમસ્કાર કરવા જોઇએ. આવું કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે. પરંતુ શું તમે જાણો છો કે રવિવારના દિવસે અમુક ચીજોનું સેવન કરવાથી સુર્યદેવ નારાજ થઈ જાય છે. તો ચાલો તમને અમારા આ લેખમાં તે ચીજો વિશે જણાવીએ.

 

હિંદુ ધર્મ અનુસાર સુર્યદેવ સાત ઘોડાનાં રથ ઉપર સવાર હોય છે. આ ૭ ઘોડાને ઈન્દ્ર ધનુષ્યનાં સાત રંગો સાથે જોડવામાં આવે છે. વૈદિક જ્યોતિષ અનુસાર સુર્ય નો સ્વભાવ ગરમ હોય છે. જ્યોતિષ અનુસાર સુર્ય આત્મા, ઇચ્છાશક્તિ, પ્રસિદ્ધિ, આંખો, સામાન્ય જીવન શક્તિ, સાહસ, રાજસતા, પિતા અને પરોપકારની વિશેષતા રાખે છે.

 

મસુર

મસુરમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે, જે માંસમાં મળતા પ્રોટીન થી પણ વધારે હોય છે. એટલા માટે તેને “દેવ ભોગ” નાં રૂપમાં ચડાવવાની મનાઈ છે.

 

લાલ ભાજી

રવિવારના દિવસે લાલ ભાજી ખાવી અશુભ માનવામાં આવે છે. કારણ કે આ પ્રકારના મિશ્રિત અલ્પકાલીન બારમાસી છોડ ને વૈષ્ણવ ધર્મમાં મૃત્યુનું પ્રતિક માનવામાં આવે છે.

 

લસણ

જોકે લસણ બ્લડ પ્રેશરને સંતુલિત કરવા માટે ખુબ જ સારું માનવામાં આવે છે, પરંતુ રવિવારના દિવસે તેનું સેવન કરવાથી બચવું જોઇએ. કારણ કે ધાર્મિક માન્યતાઓ અનુસાર લસણને અશુભ માનવામાં આવે છે.

 

માછલી

માછલી પ્રોટીનનો એક સૌથી સારો સ્ત્રોત હોય છે. માછલી એક માંસાહારી ભોજન છે. એટલા માટે રવિવારના દિવસે તેને ખાવાથી બચવું જોઈએ.

 

ડુંગળી

ડુંગળી સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી માનવામાં આવે છે, પરંતુ રવિવારના દિવસે તેનું સેવન કરવાથી સુર્યદેવ ક્રોધિત થઈ જાય છે.

 

શું છે તેની પાછળનું કારણ

ધાર્મિક કથાઓ અનુસાર ગોમેદ યજ્ઞમાં ગાયની બલિ ને એક અનુષ્ઠાન માનવામાં આવે છે. એક વખત એક ઋષિ ગોમેદ યજ્ઞ કરવાના હતા, જેમાં તેમણે એક ગાયને બલી આપી. જોકે લાંબા સમયથી ઋષિ અને તેની પત્ની ફળ અને કંદમુળ ઉપર જીવી રહ્યા હતા તો તેની પત્નીથી ભુખ સહન થઈ નહીં અને તેણે ભોજન બનાવવા માટે મૃત ગાયના શરીરના એક ટુકડાને કાપવાનો નિર્ણય કર્યો. જ્યારે ઋષિની પત્ની માસ ની દુર્ગંધ સહન ન કરી શકી તો તેણે તે ટુકડાને જંગલમાં ફેંકી દીધો. આ ટુકડો બાદમાં બે હિસ્સામાં વહેંચાઇ ગયો. ત્યાર બાદ સાંજના સમયે જ્યારે ઋષિએ ગાયને પુનર્જીવિત કરેલ, તો જંગલમાં ફેંકવામાં આવેલા ટુકડામાં જીવ આવી ગયો. જમીન ઉપર પડેલ માંસનો પહેલો હિસ્સો લસણમાં બદલી ગયો, જ્યારે બીજો હિસ્સો તળાવમાં પડી ને માછલી બની ગયો.  જમીન ઉપર લોહીના ટીપા લાલ મસુર બની ગયા. ત્વચા ડુંગળીમાં બદલી ગઈ અને હાડકા લાલ ભાજીમાં બદલાઈ ગયા. એટલા માટે કહેવામાં આવે છે કે રવિવારના દિવસે આ ચીજો ખાવી અશુભ માનવામાં આવે છે.