બુધવાર ના દિવસે કરીલો ગણેશજી ના આ પાંચ ઉપાય આર્થિક તકલીફો દૂર થશે.

Posted by

બુધવારના દિવસને ગણેશજી નો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશની આરાધના કરવાથી બધાં જ કષ્ટો દૂર થાય છે. પાર્વતી નંદન શ્રી ગણેશજીને વિધ્નહર્તા પણ કહેવામાં આવે છે. એવામાં જો તમે બુધવારના દિવસે શુદ્ધ મનથી ગણેશજીની આરાધના કરો છો તો તમને ખૂબ જ લાભ મળે છે. ભગવાન ગણેશને પોતાના ભક્તોના ખાલી કષ્ટ દૂર કરતા જ માનવામાં નથી આવતા પરંતુ સદબુદ્ધિ આપનારા પણ ગણાય છે. હિન્દુ શાસ્ત્ર મુજબ ગણેશ ભગવાન દરેક રૂપમાં શુભ અને મંગળકારી માનવામાં આવે છે. આ માટે કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશની આરાધના કરવામાં આવે છે. આજે અમે ભગવાન ગણેશની મૂર્તિની બાબતમાં કેટલીક વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

ભારતના દરેક હિન્દુ ઘરોમાં ગણેશજીની મૂર્તિ જરૂરથી જોવા મળશે. અને લગભગ બધા જ ઘરોમાં ગણેશજીની આરાધના કરવામાં આવે છે. આમ તો ગણેશજીની મૂર્તિ ઘરમાં હોય છે પરંતુ ગણેશજી ની ચાર પ્રકારની ખાસ મૂર્તિઓ છે જે ઘરમાં હોય તો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો આ મુર્તિ તમારા ઘરમાં હશે તો તમારા બગડેલા કામ ઝડપથી પાર પડવા લાગશે અને ગણેશજી તમને સદબુદ્ધિ પણ આપશે. આજે અમે આ જ પ્રકારની મૂર્તિ વિશે તમને વિસ્તારથી જણાવવા જઈ રહ્યા છીએ.

આ મૂર્તિને લગાવો મુખ્ય દરવાજા પર

આંબો,પીપળો કે લીમડાના બનેલા ગણેશજીની મૂર્તિનું ઘણું મહત્વ છે. શાસ્ત્ર મુજબ આ મૂર્તિને જો ઘરના મુખ્ય દરવાજા પર લગાવવામાં આવે તો ગણેશજી કોઈપણ પ્રકારના કષ્ટ ને ઘરમાં પ્રવેશતા રોકે છે. સાથે સાથે ઘરનું વાતાવરણ સકારાત્મક બનાવી રાખે છે અને ઘરમાં ધન અને સુખની વૃદ્ધિ થાય છે.

ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે કરવી જોઈએ આ મૂર્તિની સ્થાપના

ગાય ના છાણથી બનેલી ગણેશજીની મૂર્તિ ધનના વધારા માટે લાભ કારક ગણવામાં આવે છે. જો તમે પણ ધનવાન બનવા માગતા હોય તો ભગવાન ગણેશની આ મૂર્તિ ની સ્થાપના તમારા કરવી જોઈએ. માન્યતા છે કે ગાયના છાણથીથી બનેલી ગણેશજીની મૂર્તિ ઘરમાં સુખ-સમૃદ્ધિ અને સાથે સાથે શાંતિનું વાતાવરણ બનાવી રાખે છે. આ ઉપરાંત તેનાથી ઘરના બધા જ સભ્યો નું સ્વાસ્થ્ય પણ સારું બની રહે છે.

ભગવાન ગણેશની આ ખાસ મુર્તિ આપશે તમને અનેક લાભ

દ આરસની બનેલી ગણેશજીની મૂર્તિનું ઘરમાં હોવું ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. જો તમારા ઘરમાં ભગવાન ગણેશની આ મૂર્તિ ના હોય તો રવિવારના દિવસે અથવા પુષ્પ નક્ષત્રમાં આ મૂર્તિને વિધિવત રીતે ઘરમાં લાવીને તેના પૂજા પાઠ કરવા જોઈએ. તેનાથી સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. આ સિવાય જો તમે રોજ ગણેશજીની આ મૂર્તિની પૂજા કરશો તો તમારા કુંડળીમાં રહેલો બુધ ગ્રહ મજબૂત થશે જેના દ્વારા તમને અનેક લાભ મળશે.

ગણેશજીની આ મૂર્તિ આર્થિક તંગી આવવા દેશે નહીં

ક્રિશટલના બનેલી ગણેશજીની મૂર્તિનું પૂજા કરવાથી વાસ્તુદોષ દૂર થાય છે. ક્રિસ્ટલના બનેલા ગણેશજીની મૂર્તિની સાથે સાથે લક્ષ્મી પૂજા કરવાથી ધન પ્રાપ્તિ પણ થાય છે અને તમારું ભાગ્ય પણ ખુબ જ તેજસ્વી બને છે. ક્રિશટલના ગણેશજીની આરાધના કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની અછત ઊભી થતી નથી.