બુધવાર સુધીનું રાશિફળ, જુઓ તમારી રાશિમાં ધન પ્રાપ્તિના યોગ છે કે નહિ

Posted by

મેષ રાશિ

આજે કોઈ અટકેલું પેમેન્ટ મળવાથી આર્થિક સ્થિતિમાં ઘણો બધો સુધારો આવશે. તમારી સકારાત્મક અને સંતુલિત વિચારધારા તમને આગળ વધારવામાં અને કામને સારી રીતે પૂરા કરવામાં મદદ કરશે. ઘરમાં કોઈ ધાર્મિક આયોજનની યોજના બની શકે છે. આ સમયે કોઈપણ પ્રકારના રોકાણને ટાળી દેવા. જો સંપત્તિને લઈને કોઈ વાદવિવાદ ચાલી રહેલો હોય તો ધ્યાન રાખવું કે ભાઈઓ સાથેના સંબંધો ખરાબ ન થાય. થોડો સમય બાળકો સાથે પસાર કરવો જરૂરી છે. કામના ક્ષેત્રે બદલાવ સાથે જોડાયેલી યોજનાઓ બની શકે છે, પરંતુ અત્યારે તેના ઉપર અમલ કરવા માટે યોગ્ય સમય નથી. પૈસાની લેવડદેવડ સાથે જોડાયેલ કામમાં સારી સફળતા મળશે. પરંતુ ઓફિસમાં કોઈ સહયોગીને કારણે માનહાનિ થઈ શકે છે. ઘરે મહેમાનો આવવાથી વાતાવરણ વધારે ખુશનુમા બની રહેશે. પ્રેમ સંબંધોમાં નજીકતા વધશે.

વૃષભ રાશિ

આજે ગ્રહની સ્થિતિ ઘણી બધી સંતોષજનક છે. બધા કામ તમે શાંતિપૂર્ણ રીતે પૂરા કરી શકશો. કેટલાક લોકો જે તમારી વિરુદ્ધમાં હતા એ લોકો પણ આજે તમારા પક્ષમાં આવશે. વિદ્યાર્થીઓ અને યુવાનોને તેની મહેનત મુજબ પરિણામ મળશે. પરંતુ ધ્યાન રાખવું કે જો કોઈને વચન આપેલું હોય તો તેને પુરૂ કરવું જરૂરી છે, નહીંતર તમારી છાપ બગડી શકે છે. બીજાની બાબતનો ઉકેલ લાવવામાં તમારા મહત્વના કામ અટકી શકે છે. વ્યવસાયની કાર્ય પ્રણાલીમાં બદલાવ આવશે અને તેનાથી તમને સારા પરિણામ પણ મળશે. કેટલાક કાનૂની કામ અથવા રોકાણ સાથે જોડાયેલી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. નોકરી કરતા લોકોએ એકબીજા વચ્ચે ચાલી રહેલી રાજનીતિથી દૂર રહેવું. તમારી સમસ્યાઓને ઉકેલવામાં જીવનસાથી તેમજ પરિવારના લોકોનો પુરો સહયોગ રહેશે, જેનાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે.

મિથુન રાશિ

કેટલાક રાજનૈતિક લોકો સાથે મુલાકાત થવાથી તમારી લોકપ્રિયતામાં વધારો થશે. સાથે જ લોકો સાથેનો સંપર્કનો વિસ્તાર પણ વધશે. ધાર્મિક ગતિવિધિઓમાં તમારો રસ રહેશે. કોઇ મિલકત સાથે જોડાયેલ કામ અટકેલા હોય તો આજે પૂરા થવાની સંભાવના છે. કોઈપણ પ્રકારની ઉધારી ન કરવી નહીં તરફ તમે દગાનો શિકાર થઈ શકો છો. સામાજિક ગતિવિધિઓમાં તમારૂ યોગદાન આપતા રહેવું જરૂરી છે. કોઇપણ નિર્ણય લેવામાં વધારે સમજવા વિચારવામાં સમય બરબાદ ન કરવો. કામના સ્થળે મહત્વના નિર્ણય સારા સાબિત થશે અને તેમાં તમને સફળતા મળશે. શેર બજાર અને રિસ્ક વાળા કામથી દૂર રહેવું. નોકરીમાં સ્થાન પરિવર્તનની સ્થિતિ બની રહે છે. ઘરનું વાતાવરણ અનુશાસિત અને ખુશનુમા રહેશે. સંબંધોમાં મર્યાદાનું ધ્યાન રાખવું જરૂરી છે.

કર્ક રાશિ

આજે કોઈ સુખદ ઘટના બનવાની છે, જેને કારણે તમે ખુશીનો અનુભવ કરશો. ઊર્જા સાથે દિવસ પસાર થશે અને કાર્યપ્રણાલી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું. ઘરમાં નજીકના સંબંધીઓ આવવાથી ખુશી અને શાંતિ વાળું વાતાવરણ રહેશે. જમીન-મિલકતની બાબતમા બેદરકારી ન રાખવી કારણ કે કાગડીયાને લગતી કોઈ મુશ્કેલી આવી શકે છે. વિવેક અને સમજદારીથી કામ લેવા. રૂપિયા પૈસાની લેવડ-દેવડ ન કરો તો સારું રહેશે. કામના ક્ષેત્રે બધી ગતિવિધિઓ સારી રીતે નિયંત્રિત કરતા રહેવું. આ સમયે વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધારો આવશે. સરકારી કાર્યાલયમાં કોઈપણ પ્રકારની રાજનીતિ ચાલી શકે છે. માટે વધારે સારું રહેશે કે તમે તમારા કામમાં વ્યસ્ત રહો. વ્યવસાય અને પરિવાર બંને જગ્યાએ સારો તાલમેલ બની રહેશે અને સંબંધોમાં મધુરતા રહેશે.

સિંહ રાશિ

મોબાઈલ અથવા ઈ-મેલ દ્વારા કોઇ મહત્વપૂર્ણ સૂચના મળી શકે છે. તેના પર ગંભીરતાથી કામ કરવું, જે ભવિષ્યમાં તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ઘરમાં કોઈ માંગલિક કાર્ય સાથે જોડાયેલી યોજના બનશે. કોઈપણ અણ દેખીતા ખર્ચા સામે આવી શકે છે, જેને કારણે આર્થિક તંગી રહી શકે છે. જો કોર્ટ કેસ સાથે જોડાયેલ કોઇ બાબત ચાલી રહેલી હોય તો શુભચિંતકો સાથે આ બાબત ઉપર વિચાર-વિમર્શ કરવો અને તેનો ઉકેલ લાવવો. વ્યવસાયિક ગતિવિધિઓ સારી રીતે ચાલતી રાખવા માટે કર્મચારીઓની સલાહ ઉપર ધ્યાન આપવું જરૂરી છે. તેનાથી તમે યોગ્ય નિર્ણય લઈ શકશો. નોકરીમાં તમારા કામ પ્રત્યે બિલકુલ બેદરકારી ન કરવી, તેનાથી ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો ખરાબ થઈ શકે છે. વિપરીત લિંગના વ્યક્તિઓથી દૂર રહેવું.

કન્યા રાશિ

પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત થશે જે તમારા માટે લાભદાયક અને સન્માનજનક રહેશે. સામાજિક ગતિ વિધિઓમાં તમારું યોગદાન રહેશે. તમે તમારા વ્યક્તિત્વને નિખારવા માટેના બનતા પ્રયત્નો કરશો. નકારાત્મક પ્રવૃત્તિવાળા લોકોથી દૂર રહેવું જરૂરી છે. નહીંતર એ તમને તમારા લક્ષ્ય પરથી ભટકાવી શકે છે. વડિલ અને અનુભવી લોકોની સલાહ અને માર્ગદર્શનનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી તમને યોગ્ય રસ્તો મળે. પ્રતિષ્ઠિત વ્યવસાયિક લોકો સાથેના સંપર્કોને વધારે મજબૂત બનાવવા. નોકરી કરતા લોકો ઉપર કામનું ભારણ વધી શકે છે, જેને લીધે એ લોકોએ ઓવરટાઈમ કરવો પડશે. પરિવારના લોકો સાથે મનોરંજનમાં સારો સમય પસાર થશે. પ્રેમ સંબંધોમાં નજીકતા આવશે.

તુલા રાશિ

થોડા સમયથી ચાલી આવી રહેલી મુશ્કેલીઓનો ઉકેલ તમારી સૂઝબૂઝ અને સંતુલિત વ્યવહારથી ઘણો બધો ઉકેલાઈ જશે. ઘરના રખરખાવ અને સજાવટ સાથે જોડાયેલા કામમાં રસ લેવો અને તેમા તમે વ્યસ્ત પણ રહી શકશો. યુવાનોએ પોતાના કેરિયરને લઇને સજાગ રહેવું જરૂરી છે. કોઈ મિત્ર અથવા તો સંબંધીની ખોટી સલાહ તમારી મુશ્કેલીનું કારણ બની શકે છે, માટે વધારે સારું રહેશે કે તમે તમારા નિર્ણયને જ પ્રાથમિકતા આપો. અભિમાન અને ગુસ્સા જેવી સ્થિતિ ઉપર કાબૂ રાખવો અને તેમાં સુધારો લાવવો. તેમજ શાંતિ અને સંયમ બનાવી રાખવો. વ્યવસાયિક ગતિવિધિઓ પહેલા જેવી રહેશે. તમે તમારી વ્યક્તિગત વ્યવસ્થાને લીધે કાર્યક્ષેત્ર ઉપર વધારે ધ્યાન નહીં આપી શકો. નોકરીમાં ઓફિસિયલ યાત્રા સાથે જોડાયેલ ઓર્ડર મળી શકે છે. પારિવારિક વાતાવરણ ખૂબ જ સકારાત્મક રહેશે, પરંતુ પ્રેમસંબંધોમાં અવિશ્વાસની સ્થિતિ બની શકે છે.

વૃશ્ચિક રાશિ

આ સમયે ગ્રહની સ્થિતિ તેમજ તમારું ભાગ્ય તમને શુભ અવસર આપી રહ્યું છે. સમયનો સારી રીતે સદુપયોગ કરવો. પરંતુ ઉતાવળને બદલે શાંતિથી કામ પૂરા કરવાના પ્રયત્ન કરવા. ઘરની વ્યવસ્થાને સારી બનાવી રાખવામાં તમારું યોગદાન રહેશે. તેમજ અત્યારે એ પણ ધ્યાન રાખવું કે વધારે સમજવા વિચારવામાં સારા પરિણામ હાથમાંથી નીકળી શકે છે. અભિમાન અને વધારે પડતા આત્મવિશ્વાસ જેવી સ્થિતિને તમારા ઉપર હાવી ન થવા દેવી, કારણકે તેના લીધે બનતા કામમાં અડચણ આવી શકે છે. વેપાર-ધંધામાં પૈસાની લેવડદેવડ સાથે જોડાયેલા કામ સાવધાનીથી કરવા. આ સમયે ભાગીદારી સાથે જોડાયેલી કોઇ યોજના બની રહી હોય તો તેના ઉપર ફરીથી વિચાર કરવાની જરૂર છે. નોકરીમાં લોકોને ઓફિસમાં સામંજસ્ય બેસાડવામાં મુશ્કેલી રહી શકે છે. પતિ-પત્ની વચ્ચે સારું સામંજસ્ય બની રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે.

ધન રાશિ

ધાર્મિક અને આધ્યાત્મિક ગતિવિધિઓ પ્રત્યે તમારી આસ્થાથી તમારા દૃષ્ટિકોણમાં સકારાત્મક પરિવર્તન આવશે. પાછલા કેટલાક સમયથી ચાલી આવી રહેલી વ્યસ્તતા માંથી આજે તમને રાહત મળશે અને દિવસ શાંતિવાળો પસાર થશે. ઘરના વડીલોના માન સન્માનમાં કોઈ અભાવ આવવા ન દેવો. કોઈ પણ કામ માટે વડીલોનો સહયોગ લેવો જરૂરી છે. જોખમ વાળા કામથી દૂર રહેવું તેનાથી મોટું નુકસાન થવાની સ્થિતિ બની રહી છે. વ્યવસાયિક ગતિવિધિઓમાં જે પણ બદલાવ કરેલા હોય તે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. પરંતુ માર્કેટિંગ સાથે જોડાયેલા કામને અત્યારે સ્થગિત રાખવા, આ સમયે કોઈપણ ફાયદાની સ્થિતિ બની શકશે નહિ. નોકરીમાં લોકોએ પોતાના ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધો બનાવીને રાખવા. પારિવારિક વાતાવરણ સુખદ બની રહેશે. પ્રેમ સંબંધોમાં નજીકતા વધશે.

મકર રાશિ

આજે તમે તમારી મહેનતથી જે કોઈપણ કામ કરશો તેના તમને સારા પરિણામ મળશે. વિદ્યાર્થીઓને તેના અભ્યાસ સાથે જોડાયેલી કોઇ અડચણો રહી શકે છે. અને ભવિષ્ય સાથે જોડાયેલી નિર્ણય લેવા પડે તો તમારી અંદર હિંમત પણ આવશે. તમારી તિખી અને ગુસ્સા વાળી વાણી ઉપર કાબૂ રાખવો જરૂરી છે. કારણ કે તેને લીધે તમારી માનહાનિ થઈ શકે છે. જો તમે કોઈ જગ્યાએ રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય તો તેના બધા પાસાઓ ઉપર સારી રીતે વિચાર કરી લેવો જરૂરી છે. તમારી વ્યવસાયિક પાર્ટીઓ સાથે સંપર્કમાં રહેવું જરૂરી છે. કારોબારી વિસ્તાર સાથે જોડાયેલી યોજના હાથમાં આવી શકે છે. આ સમયે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. અટકેલું પેમેન્ટ ભેગુ કરવા માટે સારો સમય છે. વ્યસ્તતા હોવા છતાં તમે તમારા પરિવારના લોકો માટે સમય કાઢી શકશો. પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા આવશે.

કુંભ રાશિ

આજે કોઈ ખાસ કામ સાથે જોડાયેલી યોજના તૈયાર થશે. ગ્રહની સ્થિતિ તમારા પક્ષમાં છે. નજીકના સંબંધીઓની મુશ્કેલીમાં તેનો સહયોગ આપવો, જેનાથી તમને માનસિક અને આત્મિક શાંતિ મળશે. પરંતુ તમારે કોઈ પણ ખોટો નિર્ણય ન લેવો કારણ કે તેને લીધે આર્થિક નુકસાન થવાની આશંકા છે, માટે વધારે સારું રહેશે કે તમે કોઈપણ પગલાં ભરતાં પહેલાં કોઈ અનુભવી વ્યક્તિ સાથે વિચાર વિમર્શ કરી લો. બિનજરૂરી ખર્ચાને કાબુમાં રાખવા. વ્યાપારિક ગતિવિધિઓમાં બદલાવ લાવવાની જરૂર છે. પાછલા કેટલાક સમયથી તમારી સાથે જો કોઈ આર્થિક સમસ્યા ચાલી રહેલી હોય અને તેને કારણે ઉત્પાદનનું કામ અટકી પડેલું હોય તો તે કામ હવે ફરીથી ગતિ પકડશે. રાજકીય બાબતોમાં થોડું વધારે ધ્યાન આપવાની જરૂર છે. ઘરનું વાતાવરણ સુવ્યવસ્થિત બની રહેશે, જેનાથી પરિવારમાં સકારાત્મક ઊર્જા ફેલાયેલી રહેશે.

મીન રાશિ

લોકોની ચિંતા ન કરીને તમારે તમારા ઈચ્છા મુજબના કામમાં ધ્યાન આપવું. આ સમયે ગ્રહની સ્થિતિ અનુકૂળ છે. તમને તમારા કામમાં તમારી ઇચ્છા મુજબની સફળતા મળશે. સાથે જ ઘણા બધા પ્રકારની સકારાત્મક ગતિવિધિઓમાં વ્યસ્તતા બની રહેશે. કોઈ અજાણ્યા વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. એટલા માટે સતર્ક રહેવું. ઘરના વડીલોની સલાહ ઉપર ધ્યાન આપવું જરૂરી છે, કારણ કે તમને કોઈ નિર્ણય લેવામાં મુશ્કેલી આવી શકે છે તો વડીલોની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે. વ્યવસાયિક કામ લગભગ અડચણ વગર પૂરા થતા જશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા વધારે સારી રહેશે. પરંતુ ટેક્ષ અને લોન જેવી બાબતોને આજે સ્થગિત રાખવી. સરકારી નોકરીમાં વર્તમાન પરિસ્થિતિને કારણે કામનું ભારણ વધારે રહી શકે છે. ઘરનું વાતાવરણ સુમધુર બની રહેશે. લગ્ન ન થયા હોય એ લોકોને લગ્ન માટે વાતચીત આગળ ચાલી શકે છે.