ચૈત્રી નવરાત્રી પહેલા ઘરમાંથી આ વસ્તુઓ હોય તો હમણાજ હટાવી નાખજો નહીં તો માં દુર્ગા નારાજ થઇ જાશે

Posted by

આ વર્ષે ચૈત્ર નવરાત્રી બુધવાર, 22 માર્ચથી લઇને 30 માર્ચ સુધી રહેશે. હિન્દુ પંચાગ અનુસાર, ચૈત્ર મહિનામાં શુક્લ પક્ષની પ્રતિપજા તિથિથી નવરાત્રીની શરુઆત થાય છે અને હિન્દુ ધર્મમાં તેનુ વિશેષ મહત્વ છે. નવરાત્રીમાં માંદુર્ગાના આગમન પહેલા જ ઘરની સાફ સફાઇ કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે, સાફ-સફાઇ વિના ઘરમાં દેવીની ઉપાસનાનું શુભ ફળ મળતુ નથી. નવરાત્રી પહેલા સાફ-સફાઇમાં અમુક ખાસ વસ્તુ ઘરની બહાર કાઢી દેવી જોઇએ. તો આવો જાણીએ કે ઘરમાં કઇ વસ્તુઓને અશુભ માનવામાં આવે છે…

 

ખંડિત મૂર્તિઓ- ઘણા લોકો ભગવાનની ખંડિત થયેલી મૂર્તિ અથવા ફાટી ગયેલા ફોટો ઘરના એક ખૂણામાં મૂકી રાખે છે. પરંતુ વાસ્તુ શાસ્ત્રમાં તેને અશુભ માનવામાં આવ્યુ છે. કહેવાય છે કે ઘરમાં રાખવામાં આવેલ ખંડિત મૂર્તિઓ દુર્ભાગ્યનું કારણ બને છે. તેવામાં આ મૂર્તિઓને વહેતા જળમાં પ્રવાહિત કરી દેવી જોઇએ.

ખરાબ ખોરાકઃ ઘરની સાથે રસોડાની સફાઇ ખૂબ જ મહત્વની છે. તેવામાં રસોડામાં કોઇ પણ ખરાબ ખાવાનું ના રાખવું જોઇએ, જો હોય તો તેને તરત જ બહાર કરો. ઘરમાં ખાવા-પીવાની ખરાબ વસ્તુથી મા દુર્ગાને નારાજ કરે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરતી નથી.

 

ડુંગળી-લસણઃ ચૈત્ર નવરાત્રીમાં માદુર્ગા 9 દિવસો સુધી ધરતી પર રહે છે. આ 9 દિવસોમાં મા ભક્તોના ઘરમાં વાસ કરે છે. તેવામાં ઘરના વાતાવરણ અને ઘર બંનેને શુદ્ધ રાખવુ જરુરી છે. નવરાત્રી પહેલા સફાઇ દરમિયાન ડુંગળી અને લસણ, ઇંડા, માંસ, દારુ વગેરેને પણ ઘરમાંથી બહાર કાઢી દો, આ વસ્તુ ઘરમાં નકારાત્મક લાવે છે.

 

ખરાબ બૂટ-ચંપલ અને કપડાઃ નવરાત્રી પહેલા જ મા દુર્ગાનું સ્વાગત માટે સફાઇ કરવામાં આવે છે. તેવામાં ઘરમાં રાખેલા તૂટેલા જૂના બૂટ-ચંપલ અને જૂના-ફાટેલા કપડા ઘરની બહાર કાઢી નાંખો. ઘરમાં આ પ્રકારની વસ્તુ નકારાત્મક વધારે છે, અને મા દુર્ગા એા ઘરમાં ક્યારેય વાસ કરતી નથી.

.

બંધ ઘડિયાળઃ વાસ્તુમાં કહેવામાં આવે છે કે બંધ ઘડિયાળ દુર્ભાગ્યનું સૂચક છે. તેવામાં નવરાત્રીમાં માતાનું આગમન થી પહેલા બંધ અથવા ખરાબ ઘડિયાળની રિપેર કરો અથવા કાઢી નાંખો. આ પ્રકારની વસ્તુઓ તમારી પ્રગતિમાં અવરોધ ઉત્પન્ન કરે છે.