ચાલુ મહિનામાં ઝગમગ થશે આ રાશિના સિતારા, હનુમાનજીએ સાંભળી લીધી પ્રાર્થના, સમજો બધા દુઃખ હવે પુરા

Posted by

મેષ રાશિ

પ્રેમની બાબતોમાં આ મહિને સારી રીતે આગળ વધી શકો છો અને પ્રેમસંબંધો માટે આ સમય અનુકૂળ રહેશે. કેટલાક લોકો આ મહિને લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. પરણિત લોકો પોતાની સમસ્યાઓ દૂર કરી શકે છે અને ઓક્ટોબરમાં સૌહાર્દ પૂર્ણ સંબંધોનો આનંદ લઈ શકે છે. પારિવારિક જીવનમાં સુખ શાંતિ બની રહેશે અને પતિ-પત્ની વચ્ચેના સંબંધો મજબૂત રહી શકે છે. પરિવારના સભ્યો વચ્ચેના સંબંધો મધુર રહેશે. પારીવારીક વ્યવસાયને આગળ વધારવા માટે પૈસાનું રોકાણ કરી શકો છો. આ મહિને સ્ટોક ટ્રેડીંગ ઉપર કોઇ મોટો નિર્ણય લેવો. નોકરી કરતા જાતકો ઉપર વધારે જવાબદારી રહેશે. ભાગીદારીમાં જો કોઈ વ્યવસાય કરવાનું મન બનાવી રહ્યા હોય તો આ મહિને સારું પ્રદર્શન કરી શકો છો. કેટલાક સારા વિદેશ વેપાર માટેના અવસર મળી શકે છે. કામનું ભારણ વધારે રહેવાથી તણાવ રહી શકે છે તેનાથી તમારું આરોગ્ય ખરાબ થઈ શકે છે.

વૃષભ રાશિ

પરિવારના સભ્યો સાથે થોડા મતભેદ રહી શકે છે, એટલા માટે કોઈપણ પ્રકારના વાદવિવાદ કરવાથી બચવું. સંબંધીઓ મિત્રો અને બીજા લોકો સાથેના સંબંધો મધુર રહેશે. પરણિત લોકો વધારે આત્મીયતા સાથે સામંજસ્ય વાળું જીવન પસાર કરી શકે છે. વૃષભ રાશિના જાતકો આ મહિને જમીન અથવા તો સંપત્તિની ખરીદી કરી શકે છે. કેટલાક લોકો ઘરે કોઈ કાર્યક્રમમાં ઊજવી શકે છે. નોકરી કરતા લોકો કામના સ્થળે કેટલાક યાદગાર કામ કરવામાં સક્ષમ રહી શકે છે. વ્યવસાય કરતા લોકોને તેના વિરોધીઓનો સામનો કરવો પડશે. રોકાણ કરતા સમયે સાવધાન રહેવું. તમે સારું પ્રદર્શન કરવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓમા વધારે સ્મરણશક્તિ રહી શકે છે. તેનાથી એ લોકો પોતાના અભ્યાસમાં સારું પ્રદર્શન કરી શકે છે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો ઓક્ટોબર મહિનામાં સામંજસ્ય પૂર્ણ વૈવાહિક જીવનની આશા કરી શકે છે. પતિ-પત્ની એકબીજા સાથે વધારે પડતો સમય પસાર કરી અને આનંદ લઈ શકે છે. તમે નવા મિત્રો બનાવી શકો છો અને તેને આર્થિક મદદ પણ કરી શકો છો. રોકાણ આ બાબતે દિવસ સારો રહેશે. રોકાણથી લાભ મળવાની સંભાવના રહેલી છે. ધનના પ્રવાહમાં વધારો થઇ શકે છે. પૈસાની બાબતમાં ઉતાવળમાં નિર્ણય ન લેવો. કામમાં સારી પ્રગતિ થઈ શકે છે. આ મહિને સરકારી નોકરી કરતા લોકોને ફાયદો મળશે. સહકર્મચારીઓ સાથેના સંબંધો મધુર બનવાની સંભાવના છે. તમે કામમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી શકો છો અને તમારી પ્રતિષ્ઠા પણ વધી શકે છે. જે લોકો વિદેશમાં રોજગાર માટેના અવસર મેળવવા ઈચ્છતા હોય એ લોકોને અવસર મળી શકે છે. વ્યવસાય સાથે જોડાયેલા લોકો સફળ રહી શકે છે અને સારી પ્રતિષ્ઠા મેળવી શકે છે. રોજગારમાં કેટલાક સારા અવસર મળતા દેખાઈ રહ્યા છે. ભાગીદારી વાળા વેપાર ધંધાથી લાભ મળી શકે છે.

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો પોતાના પારિવારિક સંબંધોને વધારે મહત્વ આપશે અને પરિવારમાં ઉત્પન્ન થતી કેટલીક સમસ્યાઓનું સમાધાન પોતે જ શોધી લેશે. સંબંધીઓ અને મિત્રો સાથે તમારા સંબંધો સૌહાર્દ પૂર્ણ રહી શકે છે, તેનાથી તમને ખુશી મળશે. જે કર્ક રાશિના જાતકોના લગ્ન જીમાં વિલંબ થઈ રહ્યો હોય એના લગ્ન ઓક્ટોબર મહિનામાં થઈ શકે છે. અભ્યાસ અને કાયદા સાથે જોડાયેલા ક્ષેત્રમાં કામ કરીને તમે લોકો સારા પૈસા કમાઈ શકો છો. વેપાર કરતા લોકો માટે આ મહિનો અનુકૂળ રહી શકે છે. નોકરી કરતા જાતકો ઉપર વધારે જવાબદારી આવી શકે છે. સહ કર્મચારીઓ સાથેના સારા સંબંધો રહેશે મળીને તમે વધારે આત્મવિશ્વાસની સાથે કામ કરશો તો તમને જરૂર સફળતા મળશે. ભાગીદારી વાળા વ્યવસાય કરી રહેલા લોકોને સારા પરિણામ મળશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસન રસ્તામાં આવી રહેલી અડચણો દૂર થશે. આરોગ્ય સારું રહેશે. આ સમયે નાની-મોટી સમસ્યાઓ રહી શકે છે માટે સંબંધોમાં સાવધાની રાખવી.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો આ મહિને શાંતિપૂર્ણ અને સામંજસ્ય વાળું પારિવારિક જીવન પસાર કરી શકે છે. પરિવારના સભ્યો સાથે વધારે સન્માનજનક અને સારસંભાળ વાળા બની શકો છો. પૈસાની બાબતમાં મિત્રો સાથે ગેર સમજણ થઇ શકે છે. સારા સંબંધ બનાવી રાખવા માટે તમારે સંયુક્ત પ્રયત્ન કરવા પડશે. વેપારમાં લાભ વધી શકે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થઇ શકે છે. વ્યવસાય કરતા લોકોની આવક વધારવા માટે તેમજ નવો વ્યવસાય શરૂ કરવા માટે શુભ સમય છે. આધ્યાત્મિક બાબતોમાં પૈસા ખર્ચ થઈ શકે છે. તમારા ખર્ચાને કાબૂમાં રાખવા જરૂરી છે. કર્મચારીઓને તેની મહેનતથી નવી ઓળખાણ મળી શકે છે. વિદેશમાં વેપાર માટે ના અવસર મળવાની સંભાવના છે. વર્તમાન સમયમાં વેપારના વિસ્તાર સાથે જોડાયેલા કામ થઈ શકે છે. કેટલાક લોકોને કામની બાબતે વિદેશ યાત્રા પર જવાનો ચાન્સ મળી શકે છે. પેટની સમસ્યાથી બચવા માટે સ્વસ્થ અને પૌષ્ટિક ભોજન કરવું.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો દાંપત્યજીવનમાં સારું સામંજસ્ય રહેશે અને એ લોકો તેનો આનંદ લઈ શકે છે. પતિ-પત્ની વચ્ચે પારિવારિક મુદ્દા સામે આવી શકે છે પરંતુ એકબીજા ને મળીને સમસ્યાઓનો ઉકેલ કરવો જરૂરી છે. પરિવારના સભ્યો તમને વધારે સન્માન આપી શકે છે. તમારા રોકાણને સ્થિર વૃદ્ધિ મળી શકે છે. તમે તમારું કર્જ ચૂકવવામાં સક્ષમ રહેશો. તમારા વેતનમાં વધારો તેમજ નોકરીમાં પદોન્નતિ થઈ શકે છે. તમારી આવક દ્વારા તમે તમારી બધી જરૂરિયાતો પૂરી કરવા માટે સક્ષમ રહેશો. આજે કામના સ્થળે વાતાવરણ અનુકૂળ રહેશે. સમાચાર તેમજ છાપકામના ક્ષેત્રમાં કામ કરતાં લોકો અને પૂરતા લાભ મળી શકે છે. તમારા વ્યવસાયમાં સખત પ્રતિસ્પર્ધા રહેશે અને તેનો તમારે ચુનોતી ઓનો સામનો કરવો પડશે. વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે અને તેની સ્મરણ શક્તિમાં સુધારો થઇ શકે છે. આધ્યાત્મિક બાબતોમાં તમારો રસ રહેશે. આ મહિને પ્રગતિના નવા નવા અવસર મળી શકે છે. આરોગ્ય ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે.

તુલા રાશિ

પારિવારિક જીવન સારું રહેશે. પતિ પત્ની સાથેના સંબંધો વધારે સારા બનશે પરંતુ ક્યારેક અણ બનાવ બની શકે છે. મનમાં ચિંતા હોય તો તેને બહાર દેખાવા ન દેવી. નોકરીમાં કેટલીક અડચણો અને ચુનોતી ઓ આવશે, પરંતુ આ મહિનાના મધ્ય ભાગમાં કાર્યક્ષેત્રમાં આવનારી સમસ્યાઓનું સમાધાન મળી જશે. જો તમે લોન માટે અરજી કરેલી હોય તો આ મહિને તમને લોન મળી શકે છે. યાત્રા સાથે જોડાયેલ ખર્ચ પૂરા થશે. બીજાને ઉધાર ન આપવો. અંગત ક્ષેત્રમાં કામ કરતા લોકોને પોતાના વડીલોનો સહયોગ મળશે. તમારા નામ અને કીર્તિમાં વધારો થશે. નોકરી કરી રહેલા જાતકોને આ મહિને નોકરીમાં બદલી થવાની સંભાવના રહેલી છે. સરકારી વ્યવસાય સારી રીતે ચાલતા રહેશે અને વ્યવસાયમાં સફળતા પણ મળતી રહેશે. જે લોકો કપડાનો વેપાર કરી રહ્યા છે એ લોકોની આવકમાં વધારો થશે. મહિનાના છેલ્લા ભાગ પછી આરોગ્ય સારું રહેશે. વિદ્યાર્થીઓને તેના શિક્ષકો અને મા-બાપને સલાહ સાંભળવી તેનાથી તેને સારા પરિણામ મળશે..

વૃષીક રાશિ

પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. પરણિત લોકો માટે આ મહિનો અનુકૂળ રહેવાનો છે. પારિવારિક સંબંધો શાંત અને સહજ રહેશે. જો તમારા લગ્ન ન થયા હોય તો લગ્ન માટે કોઈ સારો પ્રસ્તાવ આવી શકે છે. આ મહિને મિત્રોને મળવાનો ચાન્સ મળી શકે છે. ગ્રહોની સ્થિતિ એવી છે કે જ્યાં તમે આર્થિક સ્તરને વધતા જોઈ શકો છો. સ્ટોક કંપનીમાં રોકાણ કરવાથી લાભ મળશે. જો તમે આ મહિને કોઈ નવી લોન લેવાની યોજના બનાવી રહ્યા હોય તો તેને કાળી દેવી. તમારા કાર્ય સ્થળ ઉપર સારી રીતે કામ કરી શકો છો. તમને પ્રમોશન ન મળવાની સંભાવના રહેલી છે. સહ કર્મચારીઓ સાથેના સંબંધો મધુર રહેશે. આ મહિને તમારે તમારા આરોગ્યનું ધ્યાન રાખવું પડશે. તમે અપચાનો અનુભવ કરી રહ્યા હોય તો તે દૂર થશે. ફાસ્ટ ફૂડ ખાવાથી બચવું. જો તમે અભ્યાસમાં ધીરજ અને સખત મહેનત રાખીને આગળ વધશો તો તમને જરૂર સફળતા મળશે. જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને અભ્યાસ કરવા ઈચ્છતા હોય તેની ઇચ્છા પુરી થશે.

ધન રાશિ

પારિવારિક સંબંધો સારા છે. તમે તમારા જીવનસાથીની જરૂરિયાતોને પૂરી કરવા માટે સમય મેળવી લેશો. સંબંધીઓ અને મિત્રો સાથે સારા સંબંધો બનશે. તેનાથી તમને માનસિક સુખ શાંતિ મળશે. આ મહિને તમારા આવકના પ્રવાહમાં વધારો થશે. ખર્ચાને કાબૂમાં રાખવા. તમે તમારી દૈનિક જરૂરિયાતો સારી રીતે પુરી કરી લેશો. સ્ટોક કંપનીમાં રોકાણ કરવા માટે આ મહિનો સારો છે. નોકરી કરી રહેલા લોકો જો કોઈ બીજી નોકરી માટે પ્રયત્ન કરી રહેલા હોય તો તેને સારો અવસર મળી શકે છે. ઓફિસમાં કામનું ભારણ વધારે હોવા છતાં તમે સારું પ્રદર્શન કરશો. તમારા પ્રદર્શનની બીજા દ્વારા પ્રશંસા કરવામાં આવશે. મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા સ્વરોજગાર વિશે અને વિપક્ષ વિશે તપાસ કરી લેવી જરૂરી છે. ઉદ્યોગમાં નવી યોજનાઓ બનાવીને તેના ઉપર કામ કરશો તો તે તમારા માટે ફાયદાકારક રહેશે. ફાસ્ટ ફૂડ ખાવાથી બચવું. કસરત કરવી અને તમારા આરોગ્યને સારું રાખવાના પ્રયત્નો કરવા.

મકર રાશિ

પરિવારના લોકો સાથે મેલ-મિલાપ થઈ શકે છે. પરિવારમાં શાંતિનું વાતાવરણ રહેશે. મિત્રો સાથે વિદેશ યાત્રા પર જવાના અનુકૂળ અવસર મળશે. પતિ-પત્ની વચ્ચેના મતભેદો દૂર થશે અને એકતા બની રહેશે. એક બીજાનો સહયોગ રહેશે. આર્થિક દૃષ્ટિએ મહિનો તમારા માટે વધારે અનુકૂળ રહેશે. બીજા લોકો તમારી નિંદા કરી શકે છે પરંતુ તમારે એ બાબતો ઉપર ધ્યાન ન આપવું અને તમારે ચતુરાઈથી કામ લેવું. પરિપક્વ વ્યવહાર કરવાના પ્રયત્ન કરવા. સ્વરોજગારના માધ્યમથી સારા લાભની અપેક્ષા રાખવી. યાત્રા દ્વારા તમને કારકિર્દીમાં નવા અવસર મળી શકે છે. નાની-મોટી બીમારીઓ માટે તરત જ ડોક્ટરની મદદ લેવાની સલાહ આપવામાં આવે છે. તમારા આરોગ્યનું ધ્યાન રાખવું અને નિયમિત તપાસ કરાવતા રહેવું. વિદ્યાર્થીઓને સ્કૂલમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં તેની ઇચ્છા મુજબની સફળતા મળશે.

કુંભ રાશિ

પરિવારમાં શાંતિપૂર્ણ વાતાવરણ બની રહેશે. ઘરમાં લગ્ન જેવા શુભ આયોજના અવસર મળશે. ત્યાગ કરવાથી પતિ-પત્નીના સંબંધોમાં નજીકતા વધી શકે છે. રોમેન્ટિક સંબંધો અનુભવ કરી શકશો. મનમાં આધ્યાત્મિક ભાવના વધશે. બીજા પાસેથી ઉધાર લેવાથી બચવું. કાર્યક્ષેત્રમાં કેટલીક સમસ્યાઓનું સમાધાન આ શોધવામાં તમે સફળ રહેશો. તમારા સાહસ અને પ્રતિભાની બીજા દ્વારા પ્રશંસા થશે. જે લોકો વિદેશમાં નોકરી શોધી રહ્યા હોય એ લોકોને સારી નોકરીના અવસર મળશે. સ્વરોજગાર વાળા લોકો પોતાના લક્ષ્યને મેળવવા માટે વધારે પ્રયત્ન કરી શકે છે. ચિકિત્સા, કાનૂની અને શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પદોન્નતિ મળી શકે છે, આ મહિને એ લોકોને સ્થિતિમાં સુધારો જોવા મળશે. તમારા આરોગ્યમાં ઉતાર ચઢાવ રહેશે. નાની મોટી આર્થિક સમસ્યાઓ આવે તો તેને ઉકેલવા માટે તમે સક્ષમ રહેશો. આળસ અને ચિંતા તમારા ઉપર હાવી રહેશે. સમજદારીથી કામ લેવાની જરૂર છે.

મીન રાશિ

તમે તમારા સંબંધીઓ સાથે ખુશ રહેશો. પ્રેમમાં સફળતા મળશે. લગ્ન થઈ ગયેલા હોય એ લોકોના લગ્ન જીવનમાં મધુરતા રહેશે. લગ્નની જ રાહ જોઈ રહેલા લોકોને આ મહિને તેની ઈચ્છા મુજબના જીવનસાથી મળશે. ઘર અને કાર્યાલયમાં વડીલોની સલાહ લેવી અને એ મુજબ કામ કરવું ફાયદાકારક છે. આ મહિને તમારા ધનના પ્રવાહમાં વધારો થશે. ખર્ચાઓ ઉપર કાબુ રાખવો. તમારા પાછલા રોકાણથી લાભ મેળવવાના અવસર મળશે. કાર્યક્ષેત્રમાં તમારી જવાબદારીઓને પૂરી કરીને તમે અધિકારીઓની પ્રશંસા મેળવી શકશો. વેપારમાં સફળતા મળવાની સંભાવના રહેલી છે. રોકાણ, શિક્ષા, ચિકિત્સા અને ન્યાય પાલિકા જેવા વ્યવસાય આ મહિને તમારી કારકિર્દી ચમકશે. શારીરિક સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવાની જરૂર છે. માતા-પિતાનું આરોગ્ય સારું રહેશે. કામનું ભારણ રહેવાને લીધે મનમાં થાક જોવા મળશે. અભ્યાસના ક્ષેત્રે સફળતા મળશે. વિદેશમાં અભ્યાસ માટે જવા ઇચ્છતા હોય એ લોકોને થોડો વિલંબ સહન કરવો પડશે.