ગુરૂ 24 નવેમ્બરથી માર્ગી ચાલ ચાલશે
દેવગુરૂ બૃહસ્પતિ 24 નવેમ્બરથી માર્ગી ચાલ ચાલશે. દેવગુરૂ બૃહસ્પતિને જ્યોતિષમાં વિશેષ સ્થાન પ્રાપ્ત છે. ગુરૂની કૃપાથી વ્યક્તિનો ભાગ્યોદય થવો નક્કી છે. બૃહસ્પતિને ગુરૂને જ્ઞાન, શિક્ષક, સંતાન, મોટા ભાઈ, શિક્ષણ, ધાર્મિક કાર્ય, પવિત્ર સ્થળ, ધન, દાન, પુણ્ય અને વૃદ્ધી વગેરેનો કારક ગ્રહ કહેવામાં આવે છે. ગુરૂ ગ્રહ 27 નક્ષત્રમાં પુનર્વસુ, વિશાખા અને પૂર્વ ભાદ્રપદ્ર નક્ષત્રના સ્વામી હોય છે. આવો જાણીએ ગુરૂ મીન રાશિમાં માર્ગી થઇને કઈ રાશિઓ પર કૃપા કરશે.
મેષ રાશિ
મન અશાંત રહેશે. આત્મસંયમી બનો. ધૈર્યશીલતા જાળવી રાખવાનો પ્રયાસ કરો. મનમાં નકારાત્મકતાના પ્રભાવથી બચો. ઘર-પરિવારમાં માંગલિક કાર્ય થઇ શકે છે.
વૃષભ રાશિ
મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસ પણ ભરપૂર રહેશે. પરંતુ મનમાં નકારાત્મકતાનો પ્રભાવ હોઇ શકે છે. આત્મસંયમી બનો.
મિથુન રાશિ
મનમાં નિરાશા અને અસંતોષ રહેશે. વેપારમાં તકલીફ આવી શકે છે. કામ વગરની ભાગદોડ રહેશે. નાણાની કમી થઇ શકે છે. કોઈ મિત્રનો સહયોગ મળી શકે છે.
કર્ક રાશિ
આત્મવિશ્વાસમાં વધારો થશે. વાણીમાં મધુરતા રહેશે. નોકરીમાં પરિવર્તનના યોગ બની રહ્યાં છે. કોઈ બીજા સ્થાન પર જઇ શકો છો. પરિવારથી દૂર રહેવુ પડી શકે છે.
સિંહ રાશિ
વાણીના પ્રભાવમાં વધારો થશે. અટકેલા કાર્ય પૂર્ણ થશે. પરિવારની જવાબદારી વધી શકે છે. દામ્પત્ય સુખમાં વધારો થશે.
કન્યા રાશિ
મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસુ બનો. પરિવારના સ્વાસ્થ્યનુ ધ્યાન રાખો. વેપારમાં થોડી અડચણો આવી શકે છે.
તુલા રાશિ
મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસુ બનો. પારિવારિક જીવન સારું રહેશે. કામ વગરનો ક્રોધ અને વાદ-વિવાદથી બચવાનો પ્રયાસ કરો. શાસન-સત્તાનો સહયોગ મળશે.
શ્વિક રાશિ
મન અશાંત રહેશે. આત્મસંયમી રહો. તમારી ભાવનાઓને કાબુમાં રાખો. પરિવારમાં શાંતિ જાળવી રાખવાનો પ્રયાસ કરો. પરિવાારનો સાથ મળશે.
ધન રાશિ
આત્મવિશ્વાસમાં કમી રહેશે. પરંતુ મન પ્રસન્ન રહેશે. શૈક્ષણિક કાર્યોના સુખદ પરિણામ મળશે. શૈક્ષણિક કાર્યો માટે વિદેશ પણ જઇ શકો છો.
મકર રાશિ
આત્મવિશ્વાસથી ભરપૂર રહો, પરંતુ મનમાં નકારાત્મકતાનો પ્રભાવ હોઇ શકે છે. આત્મસંયમી રહો. કામ વગરના ક્રોધથી બચો. પરિવારના સ્વાસ્થ્ય પ્રત્યે સંતર્ક રહો.
કુંભ રાશિ
મન પરેશાન રહેશે. પરિવારની સાથે કોઈ પણ ધાર્મિક સ્થાનની યાત્રા પર જઇ શકો છો. સ્વાસ્થ્યનુ ધ્યાન રાખો. વેપારમાં ફેરફાર થશે.
મીન રાશિ
આત્મ વિશ્વાસમાં ઘટાડો થઇ શકે છે. વાતચીતમાં સંયમી બનો. દામ્પત્ય સુખમાં વધારો થઇ શકે છે. પિતાના સ્વાસ્થ્યનુ ધ્યાન રાખો.