એકજ થાળી માં જમવા વાળા પતિ-પત્ની આ જરૂર વાંચ જો.નહી તો આખું જીવન રડતાજ રેહવું પડશે,

Posted by

ભીષ્મ પિતાએ અર્જુનને એક મહત્વપૂર્ણ સંદેશો આપ્યો હતો. જેમાં કહ્યું કે, જે થાળીને કોઇનો પગ લાગ્યો હોય તો તેનો ત્યાગ કરી દોવો જોઈએ. ભીષ્મ પિતાએ જણાવ્યું હતું કે, ભોજન દરમિયાન થાળીમાં વાળ આવે તો તેનો પણ ત્યાગ કરવો જોઈએ વાળ આવ્યા બાદ જમવાથી દરિદ્રતાથી આશંકા વધી જાય છે.

એક જ થાળીમાં ભાઈ-ભાઈ ભોજન કરે તો…..

ભોજન પૂર્વે જો થાળીને કોઇ ઓળંગીને ગયું હોય તો પણ આવું ભોજન ગ્રહણ ન કરવું જોઈએ. ભીષ્મ પિતાએ અર્જુનને કહ્યું હતું કે, એક જ થાળીમાં ભાઈ-ભાઈ ભોજન કરે તો તે અમૃત સમાન હોય છે. આવા ભોજનથી ધનધાન્ય, સ્વાસ્થ્ય અને સંપત્તિની વૃદ્ધિ થાય છે. અર્જુન સહિત પાંચેય પાંડવો સાથે જ ભોજન કરતા હતા. લાક્ષાગૃહની ઘટના બાદ બ્રાહ્મણ વેશમાં અર્જુને દ્રૌપજદીને સ્વયંવરમાં જીતી તો માતા કુંતીએ અજાણતાં જ પરસ્પર વહેચી લેવાનું કહ્યું હતું. આ પ્રકારે દ્રૌપદી પાંચ ભાઈઓના આત્માના રૂપમાં સ્થાન પામી હતી.

પત્નીએ પતિના જમ્યા બાદ જ ભોજન કરવું જોઈએ

ભીષ્મ પિતાએ પતિ-પત્નીનું એક થાળીમાં ભોજન કરવાનું ઠીક નથી માન્યું. પિતામહ અનુસાર એક જ થાળીમાં પતિ-પત્ની ભોજન કરે તો આવી થાળી માદક પદાર્થોથી ભેરલી માનવામાં આવે છે. શક્ય હોય ત્યાં સુધી પત્નીએ પતિ બાદ જ ભોજન કરવું જોઈએ. આમ કરવાથી ઘરમાં સુખ વધતું હોવાનું માનવામાં આવે છે. ભીષ્મ પિતાની આ વાતો અહીંયા માત્ર પૌરાણિક માન્યતાઓ અનુસાર જ લખવામાં આવી છે.