વાસ્તુશાસ્ત્રમાં ઘરના દરેક ખુણામાં રાખવામાં આવેલી ચીજો અને તેની દિશા વિશે વિસ્તારપુર્વક જણાવવામાં આવેલ છે. ઘરમાં લગાવવામાં આવેલી ઘડિયાળના વિશે પણ વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો તે ખોટી દિશામાં લગાવવામાં આવે તો ઘરમાં તમામ પ્રકારની પરેશાનીઓ આવવા લાગે છે. તેનાથી શારીરિક, માનસિક અને આર્થિક નુકસાન સહન કરવું પડે છે. જે રીતે યોગ્ય દિશામાં ઘડીયાલ લગાવવાથી સારા પરિણામ જોવા મળે છે. એવી રીતે ઘર અથવા ઓફિસ માં જો ખોટી દિશામાં ઘડીયાલ લગાવવામાં આવે તો તેનાથી નકારાત્મક પરિણામ પણ સહન કરવા પડે છે. એટલા માટે યોગ્ય દિશાની પસંદગી કરવી ખુબ જ જરૂરી છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર અથવા ઓફિસ અને દક્ષિણ દિશાની દિવાલ ઉપર ક્યારેય પણ ઘડિયાળ લગાવી જોઈએ નહીં. કારણ કે દક્ષિણ દિશાને યમરાજની દિશા માનવામાં આવે છે અને હિન્દુ શાસ્ત્રોમાં યમરાજને મૃત્યુનાં દેવતા માનવામાં આવે છે. એટલા માટે ભુલથી પણ દક્ષિણ દિશામાં ઘડીયાલ લગાવવી જોઈએ નહીં.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર ની દીવાલ અથવા ટેબલ ઉપર રાખવામાં આવેલી ઘડિયાળ ક્યારેય પણ બંધ હોવી જોઈએ નહીં. તે સિવાય ઘડિયાળ નો કાચ કોઈપણ રીતે તુટેલો ફુટેલો હોવો જોઈએ નહીં. તે દુર્ભાગ્યનું સુચક માનવામાં આવે છે. નકારાત્મકતાને દુર કરવા માટે ઘરમાં રહેલી તુટેલી-ફુટેલી ઘડિયાળ ને દુર કરી દેવી જોઈએ.
- દિવાલ પર લગાવવામાં આવેલી ઘડિયાળ ની યોગ્ય દિશા
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળ ને પુર્વ અથવા ઉત્તર દિશાની દીવાલ પર લગાવવી શુભ માનવામાં આવે છે. પુર્વ અથવા ઉત્તર દિશા સકારાત્મક ઉર્જાથી ભરપુર હોય છે. આ દિશામાં ઘડીયાલ લગાવવાથી તમને શુભ-લાભ અને સમૃદ્ધિ મળશે તથા પ્રગતિના નવા નવા માર્ગ પણ તમને અવશ્ય પ્રાપ્ત થશે.
પુર્વ દિશાની દીવાલ ઉપર ઘડિયાળ લગાવવાથી ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે. તે સિવાય ઘરમાં રહેતા લોકોના મનમાં સકારાત્મક વિચાર આવે છે. જો ઘરમાં કોઈ દરવાજા ઉપર ઘડિયાળ લગાવવામાં આવેલી હોય તો તેને તુરંત દુર કરી દેવી જોઈએ. હકીકતમાં તે ઘડિયાળ નીચેથી જે પણ વ્યક્તિ પસાર થાય છે, તેની ઉપર નકારાત્મક ઉર્જાનો પ્રભાવ રહે છે. સાથોસાથ દક્ષિણ દિશામાં ઘડીયાલ લગાવવાથી બિઝનેસના માર્ગમાં અડચણ આવવા લાગે છે અને વિકાસની ગાડી અધવચ્ચે અટકી અટકીને ઊભી રહી જાય છે.
- આ દિશામાં ભુલથી પણ ઘડિયાળ લગાવવી નહીં
ઘરમાં દક્ષિણ દિશામાં ઘડીયાલ લગાવવાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ સૌથી વધારે રહે છે. આવું કરવાથી ઘરમાં પરિવારના સદસ્યોની પ્રગતિ અટકી જાય છે. કાળા, વાદળી અને લાલ રંગની ઘડિયાળ લગાવી જોઈએ નહીં, પરંતુ હળવા લીલા અને પીળા રંગની ઘડિયાળ લગાડવી વાસ્તુશાસ્ત્ર અનુસાર શુભ માનવામાં આવે છે.