ઘરની તિજોરી માં પૈસાની સાથે આ ૫ માંથી કોઈ ૧ વસ્તુ હમણાજ મુકીદો, માં લક્ષ્મીની કૃપાથી તિજોરી ક્યારેય ખાલી નહીં થાય

Posted by

દરેક લોકોની ઇચ્છા હોય છે કે તેમની તિજોરી હંમેશા નાણાંથી ભરાયેલી રહે, માં લક્ષ્મીનાં આશીર્વાદ તેમની ઉપર રહે. પરંતુ ઘણી વખત ભરપુર મહેનત કરવા છતાં પણ વ્યક્તિને ફળ મળી શકતું નથી. તેમાં ઘણા વાસ્તુ શાસ્ત્રના કારણ હોઇ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ધન રાખવાની તિજોરીને ક્યારેય પણ ખાલી રાખવી જોઈએ નહીં. તેમાં હંમેશા નીચે દર્શાવવામાં આવેલી કોઇપણ એક ચીજ અવશ્ય રાખવી જોઈએ. આવું કરવાથી તમારા ધનમાં વધારો થશે અને સાથોસાથ તમે સતત પ્રગતિ કરતા રહેશો.

 

કમળનું ફુલ

માં લક્ષ્મી નું આસન અને ભગવાન વિષ્ણુના હાથમાં દેખાતું કમળનું ફુલ તિજોરીમાં રાખવું ખુબ જ ફળદાયી હોય છે. માં લક્ષ્મીની પુજા કરતા સમયે કમળનું ફુલ અવશ્ય ચઢાવો અને તેને પોતાની તિજોરીમાં રાખી લો. ફુલ સુકાઈ ગયા બાદ તેને ત્યાંથી તુરંત હટાવી લેવું જોઈએ. કમળનું ફુલ રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે અને માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

 

હળદરની ગાંઠ

માન્યતા છે કે હળદરની એક ગાંઠ તમારી આર્થિક તંગીને દુર કરવામાં સહાયક છે. તેને ઘણા ધાર્મિક કાર્યોમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. તેના માટે ગુરુવાર અથવા શુક્રવારના દિવસે હળદરની ગાંઠને લાલ રંગના કપડામાં બાંધીને ધન રાખવાના સ્થાન ઉપર રાખી દો. તેનાથી માં લક્ષ્મીની કૃપા હંમેશા જળવાઈ રહેશે અને ધન સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે.

 

પીળી કોડી

પીળી કોડી માં લક્ષ્મીને ખુબ જ પ્રિય હોય છે. કહેવામાં આવે છે કેતેને ધનની તિજોરીમાં રાખવી જોઈએ. સામાન્ય રીતે તો પીળી કોડી દિવાળી અથવા ધનતેરસના દિવસે પુજા કરીને તિજોરીમાં રાખવામાં આવે છે, પરંતુ તમે તેને શુક્રવાર અથવા પુનમના દિવસે પણ રાખી શકો છો.

 

અરીસો

વાસ્તુશાસ્ત્રમાં અરીસાને ખુબ જ શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે અરીસામાં જે ચીજો નજર આવે છે, તે બમણી થઇ જાય છે. એટલા માટે તિજોરીની ઉત્તર દિશા તરફ એક નાનો અરીસો લગાવી દો. પછી ત્યારબાદ જુઓ કે તમારા ધનમાં કેવો સતત વધારો થઈ રહ્યો છે.

 

લાલ કપડું

માન્યતા છે કે માં લક્ષ્મીને લાલ રંગના કપડાં ખુબ જ પ્રિય છે. એટલા માટે પૈસા રાખવાની જગ્યા પર ૧૧ અથવા ૨૧ રૂપિયા લાલ રંગના કપડામાં બાંધીને કોઈ શુભ દિવસે જેમ કે પુનમ, ધનતેરસ અથવા દિવાળીના દિવસે રાખો. આવું કરવાથી ધનસમૃદ્ધિ માં સતત વધારો થશે.