ઘરમાં આ જગ્યાએ ગણેશજીની મુર્તિ રાખીદો પૈસાનો વરસાદ થશે, ગમે એટલા વાપરશો તો પણ ૭ પેઢી સુધી પૈસા નહીં ખુટે

Posted by

શાસ્ત્રોમાં બધા દેવી-દેવતા પહેલા ભગવાન ગણેશજીની પુજા કરવાનું વિધાન છે. માનવામાં આવે છે કે ગણપતિની કૃપાથી તમારા જીવનના બધા જ દુર થઈ જાય છે. સાથોસાથ ઘર પરિવાર માંથી કલેશ પણ દુર થાય છે. વળી ઘરમાં ગણપતિજીની મુર્તિ ક્યા સ્થાન પર બિરાજમાન થવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને વૈભવ વધારો થાય છે. તેના વિશે ચાલો તમને આજે અમે અમારા આ લેખમાં જણાવીશું. તો ચાલો જાણીએ કે ઘરમાં ભગવાન ગણેશજી ને કઈ દિશામાં અને કઈ રીતે બિરાજિત રાખવા શુભ માનવામાં આવે છે.

 

ઘરમાં કઈ જગ્યાએ રાખવી ગણેશજીની મુર્તિ

વાસ્તુશાસ્ત્ર અનુસાર ભગવાન ગણેશની પ્રતિમાને ઘરના ઉત્તર-પુર્વ ખુણામાં સ્થાપિત કરવાથી અને નિયમિત તેની પુજા કરવાથી ઘરનો વાસ્તુદોષ દુર થાય છે અને સાથોસાથ પરિવારના લોકોનું સુખ-સૌભાગ્ય જળવાઈ રહે છે.

 

ગણેશજીને ઘરમાં કઈ જગ્યાએ રાખવા અશુભ

માનવામાં આવે છે કે ભગવાન ગણેશજીની મુર્તિને ક્યારેય પણ ઘરની દક્ષિણ દિશામાં રાખવી જોઈએ નહીં અને પુજા ઘરની આસપાસ કચરો અથવા ટોયલેટ પણ હોવું જોઈએ નહીં, નહીંતર તેનાથી ઘરમાં નકારાત્મકતા વધવા લાગે છે અને ઘરમાં હંમેશા પૈસાની તંગી રહે છે.

 

કેવી હોવી જોઈએ ગણેશજીની મુર્તિ

ઘરના મંદિરમાં ક્યારે પણ ગણપતિજીની પ્લાસ્ટર ઓફ પેરિસ માંથી બનેલી મુર્તિ બિલકુલ પણ રાખવી જોઈએ નહીં. કારણ કે વાસ્તુશાસ્ત્ર નાં દ્રષ્ટિકોણ થી ધાતુ, છાણ અથવા માટી માંથી બનેલી ગણેશજીની મુર્તિ જ શુભ માનવામાં આવે છે.

 

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ગણપતિની મુર્તિ એવી હોવી જોઈએ, જેમાં તેઓ બેસેલી મુદ્રામાં બિરાજમાન હોય. કારણ કે ઉભેલા ગણેશજીની મુર્તિ દુકાન અથવા કાર્ય સ્થળ પર રાખવાથી શુભ માનવામાં આવે છે. ઘરમાં ગણપતિની મુર્તિ સ્થાપિત કરવી જોઈએ, જેમાં તેમની સુંઢ ડાબી તરફ વળેલી હોય. તેનાથી ઘરમાં હંમેશા બરકત રહે છે અને ગણેશજીની કૃપાથી તમારું ઘર સુખ-સમૃદ્ધિ અને ધન-ધાન્યથી ભરપુર રહે છે.