ઘરના મંદિર માંથી હમણાજ હટાવી દેજો આ ૫ વસ્તુઓ, આ વસ્તુ ઘરમાં ગરીબી લઈને આવે છે

Posted by

સનાતન ધર્મમાં પુજાપાઠનો વિશેષ મહત્વ જણાવવામાં આવેલ છે. એજ કારણ છે કે હિન્દુ પરિવારમાં દરેક ઘરમાં પુજા સ્થળ અથવા મંદિર જરૂર બનાવવામાં આવેલ હોય છે. માન્યતા છે કે દરરોજ પુજા પાઠ કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા અને સુખ સમૃદ્ધિ આવે છે. શાસ્ત્રોમાં પુજા ઘરમાં વસ્તુઓને લઈને પણ અમુક વિશેષ નિયમ બનાવવામાં આવેલ છે. જેનું પાલન કરવું ખુબ જ અનિવાર્ય હોય છે. માન્યતા છે કે પુજા સ્થળમાં એવી વસ્તુઓ રાખવી જોઈએ નહીં, જે કોઈ પણ પ્રકારની નેગેટિવિટીનું કાળ બને. જો કે ઘણી વખત અજાણતામાં પુજા ઘરમાં અમુક એવી ચીજો રાખવામાં આવે છે, જેનાથી આપણા ઘરની સુખ સમૃદ્ધિમાં અડચણ ઊભી થાય છે.

 

પુજા સ્થળમાં ન રાખો ભગવાનના રોદ્ર રૂપની તસ્વીર

જો તમારા પુજા સ્થળમાં ભગવાનના રૌદ્ર રૂપને તસ્વીર અથવા મુર્તિ છે તો તેને તુરંત દુર કરી દેવી જોઈએ. આવી તસ્વીરો અશુભ અને અનિષ્ટકારી માનવામાં આવે છે. પુજા સ્થળમાં આવી તસ્વીરો અથવા મુર્તિ રાખો જેમાં ભગવાન હસતા અથવા આશીર્વાદ આપતા જોવા મળી રહ્યા હોય. ખાસ કરીને હનુમાનજીના રોદ્ર રૂપની તસ્વીર અને ભગવાન શિવના નટરાજ રૂપની મુર્તિ પુજા સ્થળમાંથી તુરંત દુર કરી દેવી જોઈએ.

 

એકથી વધારે શંખ ન રાખવા

શાસ્ત્રો અનુસાર પુજાસ્થળમાં શંખ રાખવા અને તેને વગાડવા ખુબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સકારાત્મકતા અને સુખ સમૃદ્ધિ આવે છે. જોકે તમારે પુજા ઘરમાં એક જ શંખ રાખવો જોઈએ. ૧ થી વધારે શંખ રાખવા અશુભ માનવામાં આવે છે. જો તમારા પુજા ઘરમાં પણ એકથી વધારે શંખ રાખવામાં આવેલ છે, તો તેને દુર કરીને કોઈ પવિત્ર નદીમાં પ્રવાહિત કરી દો.

 

અખંડિત મુર્તિઓ

જો તમારા પુજા ઘરમાં કોઈ એવી મુર્તિ છે, જે તુટી ગયેલી છે તો તેને તુરંત દુર કરી દેવી જોઈએ. તે સિવાય ફાટી ગયેલા ધાર્મિક પુસ્તકો પણ પુજા ઘરમાં રાખવા જોઈએ નહીં.

 

એકથી વધારે મુર્તિઓ

ઘરના પુજા સ્થળના ભગવાન ગણેશ અથવા બીજા કોઈ દેવી દેવતાઓની એકથી વધારે મુર્તિઓ ભુલથી પણ રાખવી જોઈએ નહીં. આવું કરવાથી ઘરમાં અશાંતિનું વાતાવરણ બને છે. તમારા કાર્યમાં અડચણ ઊભી થાય છે. તે સિવાય અંગુઠાનાં આકારથી મોટું શિવલિંગ પણ રાખવું જોઈએ નહીં. તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો વાસ થાય છે.

 

વાસી ફુલ

ભગવાનને ફૂલ અર્પિત કરવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તેવામાં ક્યારેય પણ સુકાયેલા અને વાસી ફુલ ભગવાનને અર્પિત કરવા જોઈએ નહીં અને ઘરના મંદિરમાં પણ રાખવા જોઈએ નહીં વાસી ફુલને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. તમે ઈચ્છો તો કોઈ ચોખ્ખી માટીમાં અથવા ઘરના કુંડામાં પણ નાખી શકો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર પુજાસ્થળમાં કોઈ ભારે વસ્તુ અથવા ભંગાર રાખવાથી બચવું જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો વાસ થાય છે.