ગ્રહ નક્ષત્ર બદલી રહ્યા છે પોતાની ચાલ, આ રાશિ હવે પૈસાના કોથળા ભરવા થઇ જાઓ તૈયાર, સમૃદ્ધિ થશે ઝગમગ

Posted by

મેષ રાશિ

આ મહિને તમને તમારા પરિવારનો પૂરો સહયોગ મળશે અને સમય અનુકૂળ બનતો જશે. આ મહિને આરોગ્યમાં સારા સુધારાઓ જોવા મળી શકે છે. યાત્રાઓ દ્વારા તમને સફળતા તો મળશે પરંતુ તમારી અપેક્ષા મુજબ નહીં મળે. આર્થિક ખર્ચાઓ વધારે રહી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારે બધા લોકોની વાતો સાંભળવી પરંતુ તમારી ઈચ્છા મુજબ જ કામ કરવું. આવું કરવાથી સફળતાના રસ્તાઓ ખુલતા જશે. પ્રેમ સંબંધની બાબતે કોઈ સમાચાર મળવાથી મન દુખી રહેશે. ઓક્ટોબર મહિનાના છેલ્લા સમય સુધીમાં તમારા માતા સમાન કોઈ મહિલા તમારા જીવનમાં ઘણા બધા સુધારા લાવી શકે છે.

વૃષભ રાશિ

ઓક્ટોબર મહિનામાં કરવામાં આવેલી કારોબાર માટેની યાત્રાઓ દ્વારા સારી સફળતા મળશે. તેમજ જીવનમાં સફળતા મેળવવા માટેના નવા રસ્તાઓ ખૂલી શકે છે. કાર્યક્ષેત્રમાં તમે બંધન અનુભવી શકો છો. કોઈ નજીકના લોકોને દગો આપવાથી આર્થિક નુકસાન થઈ શકે છે. એટલા માટે સતર્ક રહેવું જરૂરી છે. તમારા ભાવુકતા વાળા સ્વભાવને કાબૂમાં રાખવાના પ્રયત્ન કરવા નહીંતર આરોગ્ય ઉપર ખરાબ અસર પડી શકે છે. ઓક્ટોબર મહિનાના છેલ્લા ભાગમાં નવી શરૂઆત મનમાં ઉત્સાહનો સંચાર કરી શકે છે.

મિથુન રાશિ

મિથુન રાશિવાળા લોકો ધન વૃદ્ધિના સારા અવસર મેળવી શકે છે. આ મહિને તમારા આરોગ્યમાં પણ સારો સુધારો જોવા મળશે. તમારા આરોગ્યનું ધ્યાન રાખીને તમે ટાઈમ ટેબલ બનાવી શકો છો. પ્લાનિંગ સાથે કામ કરવાથી કાર્ય ક્ષેત્રમાં પ્રગતિ મળશે. પરિવારના લોકો સાથે સુખદ સમય પસાર થઇ શકે છે. તેનાથી તમારું મન આનંદિત રહેશે. આ મહિને તમે યાત્રાઓને ટાળી દો તમારા માટે સારું રહેશે. ઓક્ટોબર મહિનાના છેલ્લા ભાગમાં કોઈ વાતને લઈને મનમાં તણાવ રહી શકે છે.

કર્ક રાશિ

એક નવી શરૂઆત તમારા પ્રોજેક્ટ માટે શુભ સમાચાર લઈને આવી રહી છે. કાર્ય ક્ષેત્રમાં પ્રગતિના સંયોગ બની રહ્યા છે. આર્થિક બાબતો માટે આ મહિનો વધારે સારો રહેશે. કોઈ મહિલા મિત્રની મદદથી ઘન વૃદ્ધિના સંયોગ બની રહ્યા છે. આ મહિને તમારા આરોગ્યમાં સારા સુધારાઓ જોવા મળી શકે છે. તમે ઘણી બધી આરોગ્યને લગતી ક્રિયાઓથી આકર્ષિત થઇ શકો છો. યાત્રા દ્વારા શુભ પરિણામ સામે આવી શકે છે. પ્રેમસંબંધો માટે સમય અનુકૂળ છે. તેમજ ધીમે ધીમે તમારા જીવનમાં રોમાન્સ પણ વધી શકે છે. ઓક્ટોબર મહિનાના છેલ્લા ભાગમાં યુવાનોને લઈને મનમાં ચિંતા રહી શકે છે.

સિંહ રાશિ

આ મહિને તમને તમારા પરિવાર દ્વારા કોઈ સુખદ સમાચાર મળી શકે છે. તમારા આરોગ્યમાં ઘણો બધો સુધારો જોવા મળશે. યાત્રાઓ દ્વારા આ મહિને સારા સંયોગ બની રહ્યા છે, તેમજ આ તમારી યાત્રા સફળ રહેશે. પ્રેમ સંબંધમાં તમને સકારાત્મક સરપ્રાઈઝ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં અભિમાનનો ટકરાવ થઈ શકે છે. તેને ટાળવું તમારા માટે સારું રહેશે. આ મહિને આર્થિક નુકસાન થઈ શકે છે. ઓક્ટોબર મહિનાના છેલ્લા ભાગમાં પરિસ્થિતિઓ તમને અનુકૂળ બની જશે, જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે.

કન્યા રાશિ

આ મહિને તમારા માટે ખાટામીઠા અનુભવો રહેશે. પ્રેમ સંબંધોમાં ધીમે ધીમે રોમાન્સ આવશે. કાર્યક્ષેત્રમાં તમે ભાવનાત્મક રીતે ખૂબ જ બેચેન અનુભવશો. આર્થિક બાબતોમાં રોકાણ દ્વારા તમને સારી એવી સફળતા મળી શકે છે. આરોગ્યમાં અચાનક સુધારો થઇ શકે છે. પરિવારમાં કોઈ વાતને લઈને મન ભાવુક થઇ શકે છે. યાત્રા દરમિયાન પરિસ્થિતિઓ તમારા માટે મુશ્કેલ રહી શકે છે, માટે આ મહિને તમારે યાત્રા ન કરવી.

તુલા રાશિ

કાર્યક્ષેત્રમાં તમારી પ્રગતિ થશે તેમજ કોઇ મહિલા મિત્રની મદદ મળી શકે છે જેને લીધે તમારા પ્રોજેક્ટમાં તમને સફળતા મળશે. પ્રેમસંબંધમાં તમારા પ્રેમી સાથે દૂરી વધી શકે છે. આ મહિને આર્થિક ખર્ચ પણ વધારે રહી શકે છે. તમારા આરોગ્ય ઉપર પ્રતિકુળ અસર જોવા મળશે તેમજ આ સંતાનોના આરોગ્યને લઇને મને ચિંતિત રહી શકે છે. યાત્રાઓ દ્વારા તમને અસાધારણ સફળતા મળી શકે છે. ઓક્ટોબર મહિનાના અંતમાં ખુશીઓ તમારા જીવનમાં આવશે. જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે.

વૃષીક રાશિ

કાર્યક્ષેત્રમાં નવી રચના સાથે તમારા પ્રોજેક્ટ ઉપર પણ ધ્યાન આપશો તો તમને વધારે સારી સફળતા મળવાની સંભાવના રહેલી છે. પ્રેમ સંબંધોમાં તમારો પ્રેમ સુદ્રઢ બનતો જશે. પરિવારમાં સંતાનો સાથે જોડાયેલી ખુશીઓ આવી શકે છે. યાત્રા દ્વારા શુભ પરિણામ સામે આવી શકે છે. આર્થિક બાબતોમાં તમારી બેદરકારીને લીધે તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો. તમારું આરોગ્ય થોડું નબળું રહી શકે છે. ઓક્ટોબર મહિનાના છેલ્લા ભાગમાં કોઈ મહિલા મિત્રોની મદદથી તમારા જીવનમાં ખુશીઓ આવી શકે છે, જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે.

ધન રાશિ

આર્થિક બાબતોમાં સુખ-સમૃદ્ધિના સંયોગ બની રહ્યા છે, ધનમાં વધારો થઇ શકે છે. આજે તમને પારિવારિક સંપત્તિ મળવાની સંભાવના રહેલી છે તેમજ આ નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. આજે તમારે તમારા આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. પ્રેમ સંબંધ માટે સમય અનુકૂળ છે પરંતુ એક નિરાશા પણ મનમાં રહેશે. કાર્યક્ષેત્રમાં કોઈ મહિલાને લઈને મુશ્કેલીઓ વધી શકે છે. આ મહિને તમે યાત્રાને ટાળી દો તો તમારા માટે વધારે સારું રહેશે. યાત્રા દરમિયાન તમારું મન જ ચિંતિત રહી શકે છે. ઓક્ટોબર મહિનાના છેલ્લા ભાગમાં પિતા સમાન કોઈ વ્યક્તિને લઈને મન ચિંતિત રહી શકે છે.

મકર રાશિ

કાર્યક્ષેત્રમાં તમારી પ્રગતિ થશે જેને લીધે તમારું મન પ્રસન્ન રહેશે. આર્થિક વધારાના સંયોગ આ મહિને બનતા જશે. કોઈ નવા પ્રોજેક્ટ આ સમય દરમિયાન તમને મળી શકે છે. પ્રેમ સંબંધો માટે સમય અનુકૂળ છે તેમજ એકબીજા વચ્ચે સારો પ્રેમ બની રહેશે. યાત્રાઓ દ્વારા શુભ પરિણામ સામે આવી શકે છે જેને લીધે તમારું મન પ્રસન્ન રહેશે.

કુંભ રાશિ

કાર્યક્ષેત્રમાં તમારી પ્રગતિ થશે અને તમારા સન્માનમાં વધારો થશે. આર્થિક બાબતો માટે ઓક્ટોબર મહિનો ખૂબ જ ઉત્તમ છે. ધન વધારવા માટેના નવા નવા અવસર મળતા રહેશે. આરોગ્યમાં ધીરે ધીરે સુધારો જોવા મળી શકે છે. તમારા પરિવારમાં ખુશીઓ આવી શકે છે અને એકબીજા વચ્ચેના પ્રેમમાં વધારો થશે. પ્રેમ સંબંધોમાં સમય રોમેન્ટિક રહેશે અને તમે તમારા સાથી સાથે ફરવા જઈ શકો છો. યાત્રા દરમિયાન તમને દગો મળી શકે છે. માટે ધીરજ રાખવી જરૂરી છે. ઓક્ટોબર મહિનાના છેલ્લા સમય સુધીમાં એક નવી શરૂઆત તમારા જીવનમાં સુખ સમૃદ્ધિના સંયોગ બનાવી રહી છે.

મીન રાશિ

આર્થિક ધનલાભના પ્રબળ સંયોગ આ મહિને બની રહ્યા છે. તમે ખરીદીના મૂળમાં રહી શકો છો. પ્રેમ સંબંધમાં સુખદ સમય પસાર કરી શકો છો. તમારા પિતા સમાન કોઈ વ્યક્તિ આ સંબંધમાં આગળ વધવા માટે તમારી મદદ કરી શકે છે. પરિવારમાં સુખ સમૃદ્ધિ વધારવા માટે તમારે મહેનત કરવી પડશે. આ મહિને કાર્યક્ષેત્રમાં તમારે વધારે તકલીફ સહન કરવી પડશે. મહિનાના છેલ્લા ભાગ સુધીમાં ધીમે ધીમે સમય તમારા માટે અનુકૂળ બનતો જશે.