ગુરુવારનાં દિવસે હળદરનાં આ ૫ ઉપાય ધીરેથી કરી લેજો, લક્ષ્મીનારાયણ પ્રસન્ન થઈને કરોડપતિ બનાવી દેશે

Posted by

ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે અને ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીના પતિ અને આ સૃષ્ટિના તારણહાર છે. તેમને પ્રસન્ન કરવાનો અર્થ છે કે માં લક્ષ્મી પણ તમારી ઉપર મહેરબાન થઈ જશે. ભગવાન વિષ્ણુની પ્રિય વસ્તુઓ માંથી એક છે હળદર. જે લોકો ગુરૂવારનું વ્રત કરે છે, તેઓ પણ ભગવાન વિષ્ણુની પુજા હળદર થી કરે છે અને હળદરથી તેમનું તિલક કરે છે. એક કારણ છે કે હળદરનું પૌરાણિક મહત્વ પણ ખાસ માનવામાં આવે છે. આજે અમે તમને હળદર સાથે જોડાયેલા પાંચ ચમત્કારિક ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારું નસીબ બદલી શકે છે. સાથોસાથ ગુરુવારના દિવસે હળદરનો આ પ્રયોગ કરવાથી તમારી કુંડળીમાં ગુરુની સ્થિતિ પણ મજબુત થાય છે.

 

શુભ કાર્ય પર જતા પહેલા કરો આ કામ

જો તમે ગુરૂવારના દિવસે કોઈ શુભ કાર્ય માટે જઈ રહ્યા છો તો પહેલા હળદરનું તિલક ગણેશજીને લગાવો અને ત્યારબાદ હળદર થી પોતાના માથા ઉપર તિલક લગાવીને નીકળો. આવું કરવાથી તમને કામમાં આવી રહેલી કોઈ પણ પ્રકારની અડચણ દુર થશે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

હળદરનું દાન

દેવગુરુ બૃહસ્પતિને પ્રસન્ન કરવા માટે ગુરૂવારના દિવસે ચણાની દાળ, હળદર, પીળા વસ્ત્ર, બેસનનાં લાડુ કોઈ યોગ્ય બ્રાહ્મણને દાન કરો. તેની સાથે જ ગુરૂવારના દિવસે કેળાના મુળમાં હળદરનો છંટકાવ કરવાથી તમારા અટવાયેલા કાર્ય પણ પુર્ણ થઈ જશે.

હળદર અને ચોખા

આર્થિક સંકટોને દુર કરવા માટે અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ગુરૂવારના રોજ હાથમાં હળદર અને ચોખા લઈને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો. સાચા મનથી આ કાર્ય કરવાથી અને મનમાં સારી ભાવના રાખવાથી તમને આર્થિક સંકટમાંથી મુક્તિ મળશે અને તમારા બધા જ કાર્ય કોઈ પણ અડચણ વગર પુર્ણ થઇ જશે.

દાંપત્ય જીવનમાં ખુશહાલી માટે

જો તમે ઈચ્છો છો કે તમારા પરિવારમાં ખુશીઓ જળવાઈ રહે અને તમારા પતિ પણ તમારાથી પ્રસન્ન રહે તો ગુરુવારના દિવસે આખા શરીર પર હળદર નો લેપ લગાવો. ત્યારબાદ હળદર ઉમેરેલા પાણીથી સ્નાન કરવાથી તમારા દાંપત્ય જીવનમાં ખુશહાલી તથા મીઠાશ વધી જશે.

પૈસાની તંગીને દુર કરવા માટે

ગુરૂવારના દિવસે હળદરની પાંચ ગાંઠ લઈને તેને લાલ કપડામાં બાંધીને પોટલી બનાવી લો અને તેને પોતાના પૈસા રાખવાના સ્થાન ઉપર રાખી દેવાથી તમારા ઘરમાં પૈસાની તંગી દુર થવા લાગશે અને માતા લક્ષ્મીની અપાર કૃપા તમારી ઉપર વરસવા લાગશે. દર મહિને આ હળદર ને કોઈ પવિત્ર સ્થાન ઉપર દાટી દો અને ત્યારબાદ બીજી હળદર ની ગાંઠ રાખી દો.