ગુરુવાર સુધીનું રાશિફળ, આ રાશીને મળશે અજાણી મદદ, અટકેલા કાર્ય થશે પુરા

Posted by

તુલા રાશિ

બાળકોને લગતી કોઈ સમસ્યાનું સમાધાન મળવાથી ચિંતા દૂર થશે. તમારા કોઈપણ મહત્વપૂર્ણ કામ ઘરના વડીલોના સહયોગથી પુરા થશે. જેથી તમને સારી સલાહ અને સમાધાન મળી શકે છે. તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું. આ સમયે વધારેમાં વધારે ખર્ચની સ્થિતિ રહી શકે છે. તમારી ઊર્જાનો સકારાત્મક ઉપયોગ કરવો. ગુસ્સા અને ઉતાવળ તમારા બનતા કાર્યોમાં અડચણો લાવી શકે છે. કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ સાથે ચાલી રહેલો કોઈ વિવાદ દૂર થશે. આ સમયે તમે તમારા વેપારને લગતી જે નીતિઓ અને યોજનાઓ બનાવી છે, તેના ઉપર સંપૂર્ણ મહેનત કરો. કમ્પ્યુટર, મીડિયા વગેરે વ્યવસાયમાં નવી તક મળી શકે છે. પરિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે. વડીલોનો પ્રેમ અને સ્નેહના પારિવારિક વાતાવરણને સુખદ બનાવી રાખશે.

વૃષીક રાશિ

ફાયનાન્સને લગતા મહત્વપૂર્ણ નિર્ણય બાબતે ચર્ચા-વિચારણાં થશે. જેનું તમને સકારાત્મક પરિણામ  મળી શકે છે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલાં તણાવથી રાહત મળી શકે છે. જેથી મન પ્રસન્ન રહેશે. મિલકત સાથે જોડાયેલા કામ પૂરા થવાની સંભાવના છે. કોઈ સાથે વધારે વિવાદમાં પડશો નહીં. કોઈ નજીકના સંબંધી સાથે મન ભેદ થઈ શકે છે અને કેટલાક લોકો તમારી ભાવુકતાનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવાથી બચવું. વેપારમાં બધા કામ સારી રીતે ચાલતાં રહેશે. પરંતુ સ્ટાફ અને કર્મચારીઓની ગતિવિધિઓને અવગણવી નહીં. કોઈ સહયોગીનું નકારાત્મક વલણ તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. નોકરીમાં તમારા ટાર્ગેટ પુરા કરવાથી પ્રમોશન મળવાના યોગ બની રહે છે. પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ મજબૂત રહી શકે છે. પ્રેમ સંબંધો લગ્નમાં બદલવા માટે પરિવારની સ્વીકૃતિ મળી શકે છે.

ધન રાશિ

તમારી દિનચર્યામાં યોગ્ય સમન્વય જળવાયેલું રહેશે તથા બધા કાર્યો સમયસર પૂર્ણ થતાં જશે. આર્થિક રોકાણને લગતી બાબતે વધારે ધ્યાન રાખવું. આ સમયે લાભદાયક સ્થિતિઓ બની રહી છે. પારિવારિક બાબતોમાં વધારે દખલ ન કરો તથા જૂની નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં. ઘરના કોઇ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે. આ સમયે તેમનું ધ્યાન રાખવું જરૂરી છે. કાર્યક્ષેત્રમાં કોઈપણ ડીલ કે લેવડ-દેવડ કરતી સમયે વધારે સાવધાની જાળવો. તમારી સાથે દગો થવાની શક્યતાઓ છે. કોઇ વ્યવસાયિક યાત્રાનો પણ પ્રોગ્રામ બની શકે છે અને તેનાથી તમને સારો લાભ પણ મળશે. પતિ-પત્ની વચ્ચે થોડા સમયથી ગેરસમજ ચાલી રહી છે તો દે દૂર થશે. ઘર-પરિવારમાં ખુશી વાળું વાતાવરણ બની રહેશે.

મકર રાશિ

આજે ભાગ્ય તમારા માટે ઉત્તમ પરિસ્થિતિ બનાવી રહ્યું છે. તમારા સપના અને આશાને પૂરી કરવાનો દિવસ છે. તમારા ઉદેશ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું. જો કોઈ સરકારી કામ અટવાયેલું છે તો આજે તેમાં તમને સફળતા મળી શકે છે. ક્યારેક તમારો શંકા વાળો સ્વભાવ તમારા માટે જ પરેશાનીનું કારણ બની શકે છે. તમારા વિચારો સકારાત્મક રાખવા. રૂપિયાની બાબતે કોઈના ઉપર વિશ્વાસ ન કરો અને બધા નિર્ણય જાતે જ લેવા. મીડિયા અને ઓનલાઇન ગતિવિધિઓમાં વધારે જાણકારીઓ મેળવવાના પ્રયત્ન કરવા. ભવિષ્યમાં આ જ ગતિવિધિઓ તમારા વ્યવસાયને આગળ વધારશે. સ્ટોક માર્કેટ સાથે જોડાયેલા લોકોએ આજે સાવધાન રહેવું. પતિ-પત્ની વચ્ચે મીઠો વિવાદ થઈ શકે છે. પ્રેમ સંબંધો માં તમારા પ્રેમી પ્રત્યે ઈમાનદાર રહેવું.

કુંભ રાશિ

સમય સાથે કરવામાં આવતા કાર્યોના પરિણામ પણ યોગ્ય મળશે. એટલે તમારી પ્રતિભાને સમજો અને તેને યોગ્ય દિશામાં લગાવો. આજનું ગ્રહ પરિભ્રમણ તમારા માટે લાભની સ્થિતિ બનાવી રહ્યું છે. એટલા માટે સમયનો ભરપૂર સદુપયોગ કરવો. તમારા અભિમાન ઉપર નિયંત્રણ રાખવું. તેના કારણે તમારા પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી શકે છે. અનેકવાર વધારે ચર્ચા-વિચારણાં કરવાના કારણે હાથમાંથી મહત્વપૂર્ણ અવસર ગુમાવી શકો છો. એટલા માટે સમય મુજબ નિર્ણય લેવાના પ્રયત્નો કરવા. કાર્યક્ષેત્રમાં જે ફેરફાર કર્યા છે, તેના સારા પરિણામ તમને મળી શકે છે. પરંતુ રૂપિયા પૈસા સાથે જોડાયેલ કોઇ પણ પ્રકારની લેવડદેવડ કરવાથી વાદ વિવાદની સ્થિતિ બની શકે છે. કોઈ અનુભવી વ્યક્તિ ની મદદ લેવી સારી રહેશે. આજે વ્યવસાય કામમાં કોઈપણ પ્રકારનું રોકાણ ન કરવું. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ રહેશે. યુવાનોની મિત્રતા પ્રેમ સંબંધમાં બદલી શકે છે.

મીન રાશિ

કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત લાભદાયી સાબિત થશે અને કોઈ ખસ કાર્ય પણ સમય પ્રમાણે પૂરા થઈ જશે. આજે લાભદાયક ગ્રહ પરિભ્રમણ બની રહ્યું છે. તમે તમારી અંદર સારો આત્મવિશ્વાસ અને આત્મબળનો અનુભવ કરશો.  ક્યારેક આળસના કારણે કામને ટાળવા તમારા માટે નુકસાનદાયી પણ રહી શકે છે. વિદ્યાર્થી વર્ગએ પોતાના અભ્યાસ ઉપર ધ્યાન આપવું જરૂરી છે. મિત્રો સાથે વધારે હરવા-ફરવામાં સમય બરબાદ ન કરવો. વ્યવસાયિક ગતિવિધિઓ અત્યારે થોડી ધીમી જ રહી શકે છે. તમે તમારી મહેનતથી પરિસ્થિતિઓને અનુકૂળ બનાવી લેશો. નોકરી કરતા લોકોએ પોતાની ફાઈલો અને દસ્તાવેજોને સંભાળીને રાખવા. કોઈ તેનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. કામ સાથે-સાથે પારિવારિક જવાબદારીઓને પણ પૂરી કરવી જરૂરી છે. થોડો સમય પરિવારના લોકો સાથે મોજ, મસ્તી અને ખરીદીમાં પસાર કરવો.