જમતી વખતે આ કામ ન કરવું જોઈએ, નહીતો બરબાદ થવામાં વધુ સમય નથી લાગતો. શાસ્ત્રોમાં પણ આનો ઉલ્લેખ છે.

Posted by

જો તમે થોડો પણ પોતાના ધર્મ-કર્મ, પુજા-પાઠ અથવા દેવી-દેવતાઓ પર વિશ્વાસ કરો છો, તો આજે જ તમારે નક્કી કરી લેવું જોઈએ કે તમે પથારી ઉપર ભોજન કરશો નહીં. કદાચ તમને જાણ નહીં હોય કે પથારી પર ભોજન કરવાથી ઘણા નુકસાન થાય છે. ઘણી વખત તો ગ્રહોનાં દુષ્પ્રભાવ અને પથારી પર ભોજન કરવાના પ્રભાવથી બરબાદીનો પણ સામનો કરવો પડે છે. આજે અમે તમને આ થાળીમાં ભોજન કરવાથી થતા અશુભ પ્રભાવ સાથે સંબંધિત જાણકારી વિશે જણાવીશું, જેનો ઉલ્લેખ ધાર્મિક શાસ્ત્રોમાં પણ જોવા મળે છે.

 

ઘણી વખત લોકો પથારીમાં બેસીને ભોજન કરવામાં જરા પણ અચકાતા નથી. તેમના દ્વારા એવું કહેવામાં આવે છે કે આવું કરવાથી કંઈ થતું નથી. આ બિલકુલ કલ્પના છે. પરંતુ તેમને જાણ હોતી નથી કે આપણા વેદો અને ધાર્મિક ગ્રંથોમાં પણ તેનું ખુબ જ મહત્વ જણાવવામાં આવેલ છે.

પથારીમાં ભોજન કરવાથી થતા નુકસાન

વાસ્તુશાસ્ત્ર અનુસાર કહેવામાં આવે છે કે જો કોઈ પથારીમાં બેસીને ભોજન કરે છે તો તેને ધન હાનિનો સામનો કરવો પડે છે. જણાવવામાં આવે છે કે આવા લોકોની પાસે હંમેશા પૈસાની તંગી રહે છે. સાથોસાથ ઘણા પ્રકારની પરેશાનીઓ પણ અચાનક તેમના જીવનમાં આવી જતી હોય છે.

પથારીમાં બેસીને ભોજન કરવાથી માતા લક્ષ્મી તો રિસાઈ જાય છે. સાથોસાથ ઘરની બરકત પણ હંમેશા માટે ચાલી જાય છે. એટલા માટે તમારે પોતાની આદતમાં તુરંત સુધારો કરી લેવો જોઈએ. પથારીમાં બેસીને ભોજન કરવા વાળા વ્યક્તિના શરીરમાં વ્યાધી વધે છે. તેણે કોઇ ને કોઇ શારીરિક પીડા નો સામનો હંમેશા કરતા રહેવું પડે છે.

એવું જણાવવામાં આવે છે કે જેટલી જલ્દી બની શકે એટલું તમારે પોતાની આ આદત બદલી લેવી જોઈએ. કહેવામાં આવે છે કે ભોજન હંમેશા જમીન પર બેસીને અથવા નિયત સ્થાન ઉપર બેસીને જ કરવું જોઈએ. જે જગ્યાએ ભોજન બનાવવામાં આવે છે તથા જે સ્થાન પર બેસીને ભોજન કરવામાં આવે છે, તે સ્થાન હંમેશા ચોખ્ખું રાખવું જોઇએ. તેનાથી માતા લક્ષ્મી અને માતા અન્નપુર્ણાનાં આશીર્વાદ મળે છે.