જમવા બેસતાં પહેલા બોલી દો આ ૧ મંત્ર, તમારા ઘરમાં માં અન્નપૂર્ણા હંમેશા ખુશ રહેશે

Posted by

દિવસ હોય કે રાત ભોજન કરતા પહેલા ભોજન મંત્ર અને જરૂરી માનવામાં આવે છે. અન્ન ને શાસ્ત્રોમાં પણ પુજનીય માનવામાં આવે છે અને શાસ્ત્રો અનુસાર ભોજન કરતા પહેલા જો તમે માતા અન્નપુર્ણા ને ધન્યવાદ કરો છો તો તેનાથી ભોજન સામાન્ય કરતા વધારે ઊર્જા આપે છે અને ભોજન થી થતા ઘણા પ્રકારના વિકારો થી બચી શકાય છે.

 

મનને શુદ્ધ કરે છે આવું ભોજન

શાસ્ત્રોમાં ભોજન કરવું એક એવી પ્રક્રિયા છે જેમાં શરીરની અંદર ઘણા પ્રકારની ઉર્જાનો પ્રવેશ થાય છે. ભોજન આપણા શરીર માટે ઈંધણ ની જેમ કામ કરે છે. જો શરીરને યોગ્ય રીતે ભોજન પ્રાપ્ત થતું નથી, તો ઘણા શારીરિક વિકાર જન્મ લઈ શકે છે. મંત્રનો જાપ આપણા મનને પણ શુદ્ધ કરે છે.

 

શાસ્ત્રોમાં બતાવવામાં આવેલા છે આ નિયમ

શાસ્ત્રોમાં ભોજનને લઈને ઘણા નિયમ જણાવવામાં આવેલ છે. તેમાં ભોજન કરતા પહેલા હાથ-પગ ધોવા, ભોજન જમીન ઉપર બેસીને કરવું અને ભોજન કરતાં પહેલાં મંત્રનો જાપ કરવો જેવા ઘણા નિયમ સામેલ છે.

 

શરીરને મળે છે ઉર્જા

એવું માનવામાં આવે છે કે જ્યારે આપણે ભોજન શરૂ કરીએ છીએ તો તે પહેલાં ભોજન મંત્રનો ઉચ્ચારણ કરવું જરૂરી હોય છે. ભોજન કરતા પહેલા મંત્રનું ઉચ્ચારણ કરવાનો ઉદ્દેશ્ય ઈશ્વરને ધન્યવાદ આપવાનો હોય છે. ભોજન મંત્રનાં જાપની રીત છે કે એક-એક ટુકડાની સાથે ભગવાનનું નામ જપો અને તેને ભગવાનનાં પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો. મંત્રોચાર બાદ ભોજનનું સેવન તમારા માટે વધારે ફાયદાકારક બની જશે.

 

નકારાત્મક ઉર્જાઓ રહેશે દુર

ભોજન એક એવી પ્રક્રિયા છે જે આસપાસની ઘણી નકારાત્મક ઊર્જાને પણ ઉત્તેજિત કરે છે. પરંતુ જો તમે ભોજન કરતા પહેલા ભોજન મંત્રનો ઉચ્ચારણ કરો છો તો નકારાત્મક ઉર્જા દુર રહેશે. ભોજનની સાથે ભોજન નો પહેલો ટુકડો ઈશ્વરનાં નામથી કાઢો. ભોજન કરતા પહેલા હાથ પગ અને મોઢું ધોવો અને ત્યારબાદ ભોજન મંત્રનો જાપ કરીને જ ભોજન શરૂ કરવું જોઈએ.

 

આ મંત્રનો રોજ જાપ

ૐ સહ નાવવતુ, સહ નૌ ભુનક્તુ, સહ વીર્યં કરવાવહૈ, તેજસ્વિનાવધીતમસ્તુ,મા વિદવિષાવહૈ, ૐ શાંતિ: શાંતિ: શાંતિ:

 

વાસ્તુ અનુસાર ભોજન કરતા સમયે મુખ પુર્વ અથવા ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. તેનાથી વ્યક્તિને ભોજનને યોગ્ય ઉર્જા મળે છે. પુર્વ દિશા તરફ મુખ રાખીને ભોજન કરવાથી બીમારી દુર રહે છે. જણાવી દઈએ કે પુર્વ દિશાને દેવતાઓની દિશા માનવામાં આવે છે.