જે પલંગ પર તમે સુવો છો. તે પલંગ ની નીચે ભૂલ થી પણ આ 3 વસ્તુ ના મુકતા નહીં તો બરબાદ થઈ જશો. ખાવાના ફાંફા પડી જશે.

Posted by

વાસ્તુશાસ્ત્ર એક એવી ચીજ છે, જે આપણા ઘરમાં પોઝિટિવ ઊર્જા વધારવાનું અને નકારાત્મક ઊર્જાને ઓછી કરવામાં સહાયતા કરે છે. ઘરમાં સુખ-શાંતિ અને પૈસાની આવક જળવાઇ રહે તે માટે સકારાત્મક વાતાવરણ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. જો તમારા ઘરની ચીજો વાસ્તુશાસ્ત્ર અનુરૂપ નથી તો નેગેટીવ ઉર્જા વધી જાય છે અને પરિવાર બરબાદી તરફ અગ્રેસર થઈ જાય છે. તેવામાં આજે અમે તમને બેડ સાથે જોડાયેલ વાસ્તુશાસ્ત્ર વિશે બતાવવા જઈ રહ્યા છીએ. આપ જ્યાં સુવો છો તેની નીચે જો અમુક ખાસ ચીજોને રાખવાથી બચવું જોઈએ. જો તમે આવું કરો છો તો નેગેટિવ ઊર્જા તમારી અંદર સમાવેશ થઈ જાય છે અને તમારાથી ખોટા અને ખરાબ કાર્ય થાય છે. તેની અસર તમારા ઘરની પ્રગતિ અને શાંતિ પર પડે છે. એટલા માટે આ ચીજોને પોતાના બેડની નીચે ભૂલથી પણ ન રાખવી જોઈએ.

 

બુટ ચપ્પલ

પલંગની નીચે ક્યારે પણ ભૂલથી બુટ ચંપલ રાખવા જોઇએ નહીં. અમુક લોકો જગ્યાની કમી અથવા બેદરકારીને લીધે તેને બેડની નીચે રાખી દેતા હોય છે. ખાસ કરીને ઘરના તો મોટા ભાગે ત્યાં જ રહેતા હોય છે. તેવામાં જો તમે આવું કરો છો તો પોતાની આદત સુધારી લેવી જોઈએ. બુટ ચંપલમાં ખૂબ જ નકારાત્મક એનર્જી હોય છે, તેને બેડ ની નીચે રાખશો તો રાત્રિના સુવા દરમિયાન તેને નેગેટિવ ઉર્જા તમારી અંદર સમાવેશ થાય છે. જે આગળ ચાલીને તમારા બરબાદીનું કારણ પણ બની શકે છે.

 

પગ લૂછણીયા

પગલુછણીયા જેના પર આપણે પોતાના પગ સાફ કરીએ છીએ, તે મોટાભાગે પોતાના બેડની નજીક રાખવાનું લોકો પસંદ કરતા હોય છે. જેથી જ્યારે પણ તેઓ બેડ પર ચડે તો પગમાં લાગેલી ધૂળ અથવા પાણીથી બેડ ગંદો ના થાય. તેને બેડથી થોડા અંતરે રાખવામાં કોઈ તકલીફ હોતી નથી. જોકે તે વાતનું ખાસ ધ્યાન આપવાનું કે તે પલંગની નીચે ન ચાલ્યા જાય. તેમાં પગની ગંદગી સાફ કરવામાં આવે છે, જેના કારણે તેમાં ઘણી બધી નેગેટિવ એનર્જી રહેલી હોય છે. એટલા માટે પગલૂછણીયાને ક્યારે પણ બેડની નીચે જવા દેવા નહીં.

 

તિરાડો

જ્યાં તમે સૂવો છો ત્યાં નીચે તિરાડો ના હોવી જોઈએ. મતલબ કે જે પલંગમાં તમે સૂવો છો તે તૂટેલો ના હોવો જોઈએ. સાથોસાથ જે જમીન પર સુવો છો અથવા તો પલંગ રાખો છો તે જમીન પણ તૂટેલી-ફૂટેલી ન હોવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર આવી તિરાડો વાળી જગ્યા પર સૂવાથી ઘરમાં દરિદ્રતા આવે છે, તે ઘરમાં પૈસા ખર્ચ કરાવતી રહે છે, દુર્ઘટના થતી રહે છે અને બીમારીઓ થતી રહે છે. હકીકતમાં તિરાડો પોતાની તરફ ખરાબ શક્તિઓને આકર્ષિત કરે છે. એટલા માટે જો તમે તૂટેલા અથવા તિરાડો વાળા બેડ પર સૂવો છો તો તેને બદલી દેવો જોઇએ અથવા તો ઠીક કરાવી લેવો જોઇએ. સાથોસાથ પલંગ નીચે પણ તિરાડ હોય તો તેને ઠીક કરાવી દેવી જોઈએ. આવી રીતે ઘરને કંગાળ થવાથી બચાવી શકાય છે.

 

ઊંઘ કરવી બધાને સારી લાગે છે. તેવામાં તેનો પૂર્ણ આનંદ ઉઠાવવા માટે જરૂરી છે કે તમે ઉપર બતાવેલી વાતોનું પણ ધ્યાન રાખવું. તે તમારા અને તમારા પરિવાર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. જો તમને માહિતી યોગ્ય લાગી હોય, તો તમારા અન્ય મિત્રોને પણ જરૂરથી જણાવશો.