જે મહિલાના પણ આવા હોય છે મહિલાઓ ખુબ જ ભાગ્યશાળી હોય છે, માં લક્ષ્મીનાં પગ પણ આવા હોય છે

Posted by

સૃષ્ટિની સૌથી અદભુત રચના છે માનવ શરીર અને તેમાં પણ અનોખી છે તેના વિશે શાસ્ત્રોમાં કહેવામાં આવેલી જાણકારીઓ. આ વાતથી કદાચ ભાગ્યે જ કોઈ વ્યક્તિ ઇન્કાર કરી શકે કે આપણા શાસ્ત્રો, પુરાણો અને વેદો એ માનવ જીવનના દરેક સંભવ અસંભવ પાસાઓ સુધી પોતાની ઓળખ બનાવેલી છે. જેના દ્વારા ભવિષ્યના બધા રહસ્યોને બારીકાઈથી સમજી શકાય છે. આવા જ એક શાસ્ત્ર સામુદ્રિક શાસ્ત્રમાં મનુષ્યના હાવભાવ, ચહેરા અને શારીરિક બનાવટના આધાર પર ઘણા પાસાઓ પર વિસ્તારપુર્વક ચર્ચા કરવામાં આવી છે. જેના અનુસાર સ્ત્રીના પગ તેના પતિના ભવિષ્ય વિશે ઘણું બધું જણાવે છે. તો ચાલો જાણીએ કે કેવા પગ વાળી મહિલાઓ સાક્ષાત લક્ષ્મીનું રૂપ હોય છે.

Cropped shot of an unrecognizable woman touching her legs

 

શાસ્ત્રોમાં આપવામાં આવી છે જાણકારી

હકીકતમાં દરેક સ્ત્રીના પગ માં અમુક ખાસ નિશાન હોય છે, જે તેના પતિના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે છે. તે સિવાય પગનો આકાર પણ જણાવે છે કે સંબંધિત સ્ત્રીનું દાંપત્યજીવન કેવું રહેશે. પુરાણો અનુસાર પતિ-પત્નીને એકબીજાના પુરક માનવામાં આવે છે. આ વાતને આધાર બનાવીને એવું જણાવવામાં આવ્યું છે કે સ્ત્રી હોય કે પુરુષ તેના શરીર પર અમુક એવા નિશાન હોય છે જે તેને ભાગ્યશાળી બનાવે છે. અમુક સ્ત્રીના પગ ઉપર એવા નિશાન હોય છે જે તેને સાક્ષાત મહાલક્ષ્મી નો દરજ્જો આપે છે.

 

પગના તળિયા પર બનેલ ચક્ર

શાસ્ત્રો અનુસાર જો કોઈ સ્ત્રીના પગના તળિયા પર ચક્ર ધ્વજા અથવા સ્વસ્તિકનું નિશાન બનેલ હોય છે તો તે સંબંધિત સ્ત્રી સાથે વિવાહ કરનાર પુરુષને રાજસુખ પ્રાપ્ત થાય છે. તે રાજા ની જેમ જીવન પસાર કરે છે અને તેની પત્નીને રાણીનું સન્માન પ્રાપ્ત થાય છે.

 

ગુલાબી પગ

એવી મહિલાઓ જેના પગ ખુબ જ સોફ્ટ, ગુલાબી અને સંપુર્ણ રીતે વિકસિત હોય છે તે પોતાના પતિ અથવા પ્રેમીને ખુબ જ ખુશ રાખે છે. શારીરિક સંબંધોમાં પણ તેમની રુચી કંઈક એવી હોય છે કે તેમનો સાથી હંમેશા તેમની ખુબ જ નજીક રહે છે.  જે મહિલાના પગની દરેક આંગળી ની લંબાઈ એક સરખી હોય છે, તે મહિલા પોતાના સમગ્ર જીવનમાં ફક્ત ખુશી પ્રાપ્ત કરે છે અને પોતાના પરિવારને પણ હંમેશા ખુશ રાખે છે.

 

પગના તળિયા

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે મહિલાઓના પગના તળિયાની નીચે ત્રિકોણ નું નિશાન હોય છે, તે બુદ્ધિમાન અને સુજબુજ વાળી હોય છે. તે પોતાની સમજદારી અને જ્ઞાનથી પોતાના સમગ્ર પરિવારની દરેક સંભવ સહાયતા કરે છે અને પરિવારમાં ખુશાલી લાવે છે. જે મહિલાઓના પગના તળિયા સર્પાકાર હોય છે. તેમનું નસીબ હંમેશા તેમનો સાથ આપે છે તેમણે પોતાના જીવનમાં ખુબ જ ઓછી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. આવી મહિલાઓ ઉપર સાક્ષાત માતા લક્ષ્મીની કૃપા હોય છે.

 

જે સ્ત્રીના પગના તળિયાનાં ગાદીવાળા હિસ્સા પર કોઈ રેખા પગની આંગળીઓ તરફ ઉપર જઈ રહી હોય તો આવી સ્ત્રીના પતિ માટે તે શુભ માનવામાં આવે છે. આવી સ્ત્રી પતિ પ્રત્યે સંપુર્ણ સમર્પિત હોય છે, તેને જીવનમાં સફળતા અને સુખની પ્રાપ્તિ થાય છે. જો કોઈ સ્ત્રીના પગના તળિયા પર કમળ નું નિશાન બનેલ હોય તો તે વાતનો સંકેત છે કે તે મહિલા સાક્ષાત મહાલક્ષ્મીનું રૂપ છે અને તે સંબંધિત સ્ત્રીના પતિ રાજકારણના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશે અને તેને સમાજમાં માન સન્માન પ્રાપ્ત થવાની સાથે હંમેશા પ્રસિદ્ધિ તથા સમૃદ્ધિ નો સાથ મળશે.