ફટકડી આપણા બધાના ઘરમાં સરળતાથી મળી જાય છે. ફટકડી ઘણી બધી રીતે ઉપયોગમાં આવે છે. સામાન્ય રીતે ફટકડીનો ઉપયોગ પાણીને સાફ કરવા માટે કરવામા આવે છે. પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુશાસ્ત્રમાં ફટકડીને ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. ફટકડીની મદદથી તમે ઘણા બધા પ્રકારના વાસ્તુદોષ દૂર કરી શકો છો. માન્યતા છે કે ફટકડીની અંદર નકારાત્મક ઉર્જાને શોષવવાની શક્તિ હોય છે. આ જ કારણ છે કે તેનો ઉપયોગ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર બંનેમા થાય છે. આજે અમે તમને ફટકડી સાથે જોડાયેલા કારગર ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ.
જો તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા ખૂબ જ વધી ગઈ હોય તો ફટકડીની મદદથી તે દૂર કરી શકાય. તમારે એક કાચની ડિશ લેવી અને તેમાં ફટકડી નાના-નાના ટૂકડા રાખી દેવા. હવે આ કાચની ડિશને બારી-દરવાજા અથવા તો બાલ્કનીમાં રાખી દેવી. યાદ રાખવું કે આ ડિશ માંથી ફટકડીના ટુકડા દર મહિને બદલતા રહેવું. આવું કરવાથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર થઈ જશે અને સકારાત્મક ઉર્જા આવશે.
જો ઘર અથવા તો ઓફિસમાં જ વાસ્તુદોષ હોય તો દરેક રૂમમાં ૫૦ ગ્રામ ફટકડીના ટુકડાને રાખી દેવા. તેનાથી બધા પ્રકારના વાસ્તુદોષ દૂર થઈ જશે. આ ઉપાય ઘર અને ઓફિસ બંનેમાં પ્રગતિ લાવશે. આખા ઘરમા બાથરૂમ એક એવી જગ્યા હોય છે જ્યાં સૌથી વધારે નકારાત્મક ઊર્જા હોય છે. આ સ્થિતિમાં તમારે બાથરૂમમાં એક વાટકામાં ફટકડી અને નિમક રાખી દેવું. અને દર મહિને તેને બદલતા રહેવું. નિમક બાથરૂમની નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને ફટકડી ત્યાં રહેલા જંતુઓને મારવાનું કામ કરે છે.
જો દુકાનમાં અથવા તો ધંધામાં મંદી ચાલી રહી હોય તો ફટકડી તમારી ઘરાકી વધારી શકે છે. તેના માટે તમારે એક કાળું કપડું લેવું અને તેમાં ફટકડી બાંધી દેવી. હવે આ ફટકડી વાળા કપડાને દુકાનના મુખ્ય દરવાજા ઉપર લટકાવી દેવું. તેનાથી માત્ર તમારી દુકાનમાં પ્રગતિ જ નથી આવતી પરંતુ દુકાનને કોઈની નજર પણ લાગતી નથી.
જો તમારી કુંડળીમાં શુક્ર ગ્રહનો દોષ હોય તો ફટકડી તે દૂર કરી શકે છે. તેના માટે તમારે નહાવાના પાણીમાં થોડી ફટકડી નાખી દેવી, આવું કરવાથી શુક્ર ગ્રહનો દોષ દૂર થઈ જશે અને સાથે સાથે ધન લાભ પણ થશે. જો તમે કર્જના ભાર નીચે દબાયેલા હોય તો ફટાકડી આ સમસ્યાનું સમાધાન કરી શકે છે. તેના માટે તમારે એક પાન લેવું અને તેમાં ફટકડી અને સિંદૂર રાખીને બાંધી દેવું. હવે બુધવારના દિવસે આ પાનને પીપળાના વૃક્ષ નીચે દબાવી દેવું. આવું કરવાથી તમને ખૂબ જલદીથી કર્જમાંથી મુક્તિ મળી જશે.