જો તમારા ઘરમાં લક્ષ્મીને આ ત્રણ સ્થાનો પર બિરાજમાન કરવામાં આવે તો તમારા જીવનમાં પૈસાની સમસ્યા નહીં આવે.

Posted by

પૈસાની આવક જ્યાં સુધી થતી રહે છે, ત્યાં સુધી જીવનમાં સૌથી મોટું સુખ પણ રહે છે. આજકાલ લોકોનાં ખર્ચા એટલા વધી ગયા છે કે ઓછા પૈસામાં જીવન પસાર થતું નથી. મોંઘવારી પણ ઉપરથી દરરોજ વધી રહી છે. તેવામાં એક સારી લાઇફસ્ટાઇલ જીવવા માટે વધારે પૈસા હોવા ખુબ જ જરૂરી છે. જોકે ઘણી વખત કોઈ કારણ ને લીધે લોકોના ઘરમાં પૈસાની આવક થવાનું બંધ થઈ જાય છે. આ ચીજથી તેમનું બેલેન્સ ડગમગી ઊઠે છે.

જો તમે પણ ઇચ્છો છો કે તમારી સાથે આ બધું ન થાય, તો આજથી જ માતા લક્ષ્મીને મનાવવામાં જોડાઈ જાઓ. ધનની દેવી લક્ષ્મી જ્યાં હોય છે ત્યાં પૈસાની કોઇ કમી રહેતી નથી. તેવામાં જો તમે પોતાના ઘરમાં ત્રણ ખાસ જગ્યા પર તેમને સ્થાપિત કરો છો તો જીવનભર પૈસા આવતા રહે છે

 

પહેલી જગ્યા – પુજા ઘર

દરેક હિન્દુ પરિવારના ઘરમાં એક પુજા ઘર અવશ્ય હોય છે, જ્યાં ઘણા પ્રકારના દેવી-દેવતા રાખવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર પુજા ઘરમાં અલગ-અલગ ભગવાન રાખે છે. તેવામાં તમારે પુજા સ્થળમાં માતા લક્ષ્મીની પ્રતિમાને અવશ્ય રાખવી જોઈએ. તમે મંદિરમાં માતા લક્ષ્મીની મુર્તિ અથવા ફોટો બન્નેમાંથી કંઈ પણ રાખી શકો છો. પુજાઘરમાં માતા લક્ષ્મીનું હોવું શુભ માનવામાં આવે છે. આ તે સ્થાન છે જ્યાં તમારે નિત્ય માં લક્ષ્મીની પુર્ણ વિધિ અને નિયમથી પુજાપાઠ કરવાના હોય છે. તેમની આગળ ઘીનો દીવો પ્રગટાવવો. માતાજીની આરાધના કરવાથી તેઓ તમારા થી પ્રસન્ન થાય છે અને તમારી બધી મનોકામના પુરી કરે છે. માતા લક્ષ્મીના પુજા-પાઠ કરવાથી ઘરમાં એક પોઝિટિવ એનર્જી પણ આવે છે.

 

બીજી જગ્યા – તિજોરી

આપણે પોતાના જીવનની બધી જ જમાપુંજી અને ઘરેણાં વગેરે એક તિજોરી અથવા કબાટમાં રાખીએ છીએ. તમે જે જગ્યા ઉપર પોતાની ધન સામગ્રી રાખો છો ત્યાં માં લક્ષ્મીનું હોવું અત્યંત આવશ્યક છે. તેવામાં તમારે પોતાની તિજોરી અંદર માં લક્ષ્મીની ચાંદીથી નિર્મિત એક મુર્તિ રાખવી જોઈએ. આવું કરવાથી તમારા ધનમાં વૃદ્ધિ થવાની શરૂઆત થઇ જશે. ચાંદીનાં લક્ષ્મીજી ખરીદી શકતા નથી તો તિજોરીમાં માં લક્ષ્મીની એક તસ્વીર લગાવી દો. જ્યારે માં લક્ષ્મી સ્વયં તમારા પૈસા ની નજીક રહેશે, તો જરૂરથી તેમાં વધારો થશે. આ ઉપાયથી તમારો પૈસાનો ખર્ચ પણ ઘટી જશે.

 

ત્રીજી જગ્યા – મુખ્ય દ્વાર

ઘરના મુખ્ય દ્વાર પર માં લક્ષ્મીનાં પગના નિશાન જરૂર બનાવો. આજકાલ બજારમાં લક્ષ્મીજીનાં પગનાં સ્ટીકર પણ મળે છે. તમે તેને પણ લગાવી શકો છો. આવું કરવાથી માં સૌથી પહેલા તમારા ઘરમાં પ્રવેશ કરશે. પછી જ્યારે મા લક્ષ્મી કોઈ વ્યક્તિના ઘરમાં એક વખત પ્રવેશ કરે છે તો તે ઘરમાં ક્યારેય પણ પૈસાની તંગી રહેતી નથી.

 

આ હતી તે ત્રણ જગ્યા જ્યાં તમારે માં લક્ષ્મીને જરૂરથી સ્થાપિત કરવા જોઈએ. જો તમે આ ત્રણ જગ્યા પર માં લક્ષ્મીજી સ્થાપિત કરો છો તો જીવનમાં ક્યારેય પણ તમને પૈસાની તંગીનો સામનો કરવો પડશે નહીં. જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો બીજા લોકો સાથે અવશ્ય શેર કરજો.