જો તમારે જીવનમાં સફળ થવું હોય તો તમારે આજે જ આ પાંચ ખરાબ આદતો છોડી દેવાની જરૂર છે. નહિંતર, તમારી પાસે ક્યારેય પૈસા નહીં બચે.

Posted by

ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા દરેક લોકો મેળવવા માંગે છે. એવું કહેવામાં આવે છે કે આ ભૌતિક યુગમાં જેને માં લક્ષ્મીનાં આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેના જીવનમાં બધા પ્રકારનાં સુખ અને સુવિધાઓ મળવા લાગે છે. સાથોસાથ લક્ષ્મીની કૃપાથી ધન દોલત માં પણ વૃદ્ધિ થાય છે. ચાણક્ય દ્વારા પોતાની ચાણક્ય નીતિમાં ધનનાં મહત્વને બતાવવામાં આવેલ છે. આચાર્ય ચાણક્ય અનુસાર જે વ્યક્તિ ધન મેળવવાની ઇચ્છા ધરાવે છે, તેને અમુક કામ કરવા જોઈએ નહીં. આ કામ ક્યાં ક્યાં છે તેના વિશે અમે તમને જણાવીશું.

 

લાલચ

ચાણક્ય નીતિ અનુસાર લાલચ એક પ્રકારનો અવગુણ છે. ધનની લાલચ કરવા વાળા લોકો ની પાસે માં લક્ષ્મી ક્યારેય ટકતા નથી. તેવામાં દરેક વ્યક્તિએ આ અવગુણ નો ત્યાગ કરી દેવો જોઈએ.

 

ગુસ્સો

ચાણક્ય અનુસાર ગુસ્સો કરનાર વ્યક્તિ પાસેથી ધનની દેવી માં લક્ષ્મી નારાજ થઈને ચાલ્યા જાય છે, જેના કારણે વ્યક્તિને જીવનમાં દરેક પગલા પર ધન સાથે સંબંધિત જોડાયેલી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ગુસ્સામાં વ્યક્તિ સાચા અને ખોટા નું અંતર ભુલી જાય છે. તેવામાં તે ખોટો નિર્ણય કરી લેતો હોય છે. એટલું જ નહીં ગુસ્સો કરનાર વ્યક્તિને સમાજમાં યોગ્ય માન-સન્માન પણ મળતું નથી. તેવામાં હંમેશાં પોતાના ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું જોઈએ.

 

અહંકાર

આચાર્ય ચાણક્ય અનુસાર અહંકાર કરનાર વ્યક્તિ પાસેથી માં લક્ષ્મી હમેશાં માટે દુર ચાલ્યા જાય છે. અહંકાર વ્યક્તિનું બધું જ નષ્ટ કરી નાખે છે. ચાણક્ય કહે છે કે વ્યક્તિએ પોતાની આંખ ખરાબ આદત નો ત્યાગ અવશ્ય કરવો જોઈએ. જેથી માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થઈ શકે.

 

નકામો ખર્ચ

ચાણક્ય અનુસાર ધનનો નકામો ખર્ચ કરવો જોઈએ નહીં. જે વ્યક્તિ નકામો ખર્ચ કરે છે તેને માં લક્ષ્મીની કૃપા કયારે મળતી નથી. એટલા માટે હંમેશાં ધનની બચત કરવી જોઈએ. કારણ કે મુસીબતનાં સમયમાં ધન વ્યક્તિ નો સાથ હોય છે.

 

આળસ

ચાણક્ય નીતિ અનુસાર આળસ વ્યક્તિ નો સૌથી મોટો શત્રુ છે. આળસ કરનાર વ્યક્તિ ક્યારેય પણ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકતો નથી. ચાણક્ય નીતિનાં માધ્યમથી આચાર્ય ચાણક્ય કહે છે કે વ્યક્તિને ક્યારેય પણ માં લક્ષ્મીનાં આશીર્વાદ મળતા નથી. તે સિવાય આળસુ વ્યક્તિ ધન લાભનાં અવસર ને પણ ગુમાવી દેતા હોય છે.