જો તમારી પણ છે આ રાશિ તો સાચવીને રેહજો! ડિસેમ્બર માં તકલીફોનો સામનો કરવો પડી શકે છે, વાંચો કોની પર થશે ધનવર્ષા?

Posted by

ડિસેમ્બર મહિનો ઘણી રાશિના જાતકો માટે શુભ રહેશે. જ્યારે અમુક જાતકોને આર્થિક પડકારોનો સામનો કરવો પડી શકે છે. જ્યોતિષ મુજબ, આ મહિને મેષ, મિથુન, સિંહ, કન્યા, તુલા અને મકર રાશિના જાતક ખર્ચાથી પરેશાન થઇ શકે છે.

ડિસેમ્બર અમુક રાશિના જાતકો માટે રહેશે શુભ 

વર્ષ 2022નો છેલ્લો મહિનો ડિસેમ્બર શરૂ થવાનો છે. આર્થિક મોરચે ડિસેમ્બર અમુક રાશિના જાતકો માટે શુભ રહેશે. જ્યારે અમુક રાશિના જાતકોને આર્થિક પડકારોનો સામનો કરવો પડી શકે છે.

મેષ રાશી

વર્ષના છેલ્લા મહિનામાં તમારા ખર્ચા તમારી આર્થિક સ્થિતિની કમર તોડી શકે છે. તમારે એક સારું બજેટ પ્લાન કરીને ચાલવુ પડશે. કારણકે કોઈ પણ પ્રકારના આર્થિક પડકારોનો સામનો ના કરવો પડે. મહિનાનુ પહેલુ અઠવાડિયુ વધારે પરેશાનીનુ કારણ હોઇ શકે છે.

મિથુન રાશી

એક તરફ તમારી પાસે આવકના માધ્યમ પ્રાપ્ત થશે, પરંતુ બીજી તરફ ખર્ચ પણ બેહિસાબ થશે. શનિ દેવ આઠમા ભાવમાં હોવાથી ખર્ચમાં વધારો મુખ્ય કારણ બનશે. જેના કારણે તમારી માનસિક ચિંતાઓ પણ વધશે અને તમને પોતાની આર્થિક સ્થિતિની ચિંતા પણ સતાવશે.

સિંહ રાશી

તમારા ખર્ચમાં વધારો રહેશે અને મહિનાની શરૂઆતથી જ ખર્ચ વધશે. જેના કારણે તમારે થોડુ ધ્યાન આપવુ પડશે. કારણકે આવક ગમે તેટલી કેમ ના હોય. પરંતુ ખર્ચ વધુ હશે તો તમે રૂપિયાને બચાવવામાં સક્ષમ નહીં થાવ. પરિણામે તમારી આર્થિક સ્થિતિ ડામાડાળ થવા લાગશે.

કન્યા રાશી

આર્થિક દ્રષ્ટિકોણથી વધારે અનુકૂળ નથી. પૈસા બચાવવામાં તમને સફળતા નહીં મળે. તમારા ખર્ચા વધારે રહેશે. આઠમા ભાવમાં રાહુ વ્યર્થના ખર્ચા કરાવવામાં સક્ષમ છે, તેથી તમારે થોડુ સમજીને ચાલવુ જોઈએ.

તુલા રાશી

તમારા ખર્ચમાં તેજી રહેશે અને તમે બેહિસાબ ખર્ચના કારણે થોડા પરેશાન થઇ શકો છો. કેટલાંક ધાર્મિક કામો અને કેટલાંક મહત્વપૂર્ણ કામો પર પણ તમારા રૂપિયા ખર્ચ થશે.

મકર રાશી

તમારી આવકમાં ગજબ વધારો જોવા મળશે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. પરંતુ શુક્રના બારમા ભાવમાં જતા રહેવાથી ખર્ચમાં વધારો શરૂ થશે અને આવકમાં થોડો ઘટાડો થશે. જો કે, સૂર્યનુ ધન રાશિમાં ગોચર કરતા તમારી આર્થિક સ્થિતિ સુધરવા લાગશે.