જો તમે નવા વર્ષમાં આમાંથી કોઈપણ વસ્તુ તમારા ઘરમાં લાવશો તો તમે ભાગ્યશાળી બનશો અને તમારા ઘરની આર્થિક સ્થિતિ સુધરશે. લાખો લોકો આનો લાભ લઈ ચૂક્યા છે.

Posted by

ભારત સહિત સમગ્ર વિશ્વમાં લોકો નવા વર્ષની ઉજવણીની તૈયારી કરી રહ્યા છે. નવા વર્ષની શરૂઆતને ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવે છે. સનાતન ધર્મમાં કોઈપણ નવા કાર્યની શરૂઆત કરતા પહેલા પૂજાપાઠ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી જેમ જેમ આપણે નવા વર્ષની શરૂઆત નજીક આવી રહ્યા છીએ, લોકો તેમના ઘરોમાં સુખ અને આશીર્વાદ માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. જો તમે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ તમારા ઘરમાં લકી વસ્તુઓ લાવવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવીશું જે તમે બજેટમાં ખરીદી શકો છો જે આખું વર્ષ તમારી આર્થિક સ્થિતિને સ્વસ્થ રાખશે.

 

ચાંદી નું સ્વસ્તિક

હિન્દુ ધર્મમાં સ્વસ્તિકને સૌથી શુભ માનવામાં આવે છે. કોઈપણ કાર્યની શરૂઆત સ્વસ્તિક વગર અસંભવ માનવામાં આવે છે. સ્વસ્તિક ખુબ જ શુભ હોય છે. ભગવાન ગણેશનો વાસ માનવામાં આવે છે, એટલા માટે તેની પવિત્રતા પણ વધારે છે. નવા વર્ષ પર તમારે ચાંદીમાંથી બનેલા સ્વસ્તિકને ઘરમાં લાવવો ખુબ જ શુભ માનવામાં આવે છે. બજારમાં જ્વેલરીનાં વેપારી એટલે કે સોની પાસેથી તમને તે સરળતાથી ઉપલબ્ધ થઇ જશે. તે તમારા બજેટ અનુસાર અલગ અલગ વજનમાં મળી શકે છે.

 

ચાંદી નું નારિયેળ

સ્વસ્તિક બાદ નારિયેળનું મહત્વ પણ હિન્દુ ધર્મમાં ખુબ જ વધારે માનવામાં આવે છે. સ્વસ્તિક ની જેમ નારિયેળને પણ ખુબ જ શુભ માનવામાં આવે છે. જ્યારે પણ આપણે કોઇ નવા કાર્યની શરૂઆત કરીએ છીએ, તો પુજા સામગ્રી માં નારિયેળ સામેલ કરવામાં આવે છે. નાળિયેરમાં ત્રિદેવ નિવાસ કરે છે. નવા વર્ષના અવસર પર ઘરમાં નાળિયેર લાવવાથી તમારા ઘરમાં ક્યારેય પણ ધનની કમી રહેશે નહીં. આજકાલ બજારમાં ચાંદીના ખુબ જ સુંદર નારિયેળ મળી જાય છે, તેના માટે તમારે વધારે પૈસા ખર્ચ કરવા પડશે નહીં.

 

મોર પંખ

નવા વર્ષ પર સ્વસ્તિક અથવા નાળિયેર સિવાય તમે ચાંદીના મોર પંખ પણ લાવી શકો છો. મોર પંખને પણ ખુબ જ શુભ માનવામાં આવે છે. મોર પંખ ઘરમાં લાવવાથી તમારું સુતેલું ભાગ્ય અને ઘરની બધી જ પરેશાની દુર થઈ જશે. માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં હંમેશા બરકત રહે છે. નવા વર્ષ પર મોર પંખ ને ઘરમાં જરૂર સ્થાપિત કરવું જોઈએ. મોર પંખ તમારી પ્રગતિમાં તમારો સાથ આપે છે.

 

હાથી ની પ્રતિમા

વ્યક્તિની કુંડળીમાં જો કોઈ પણ પ્રકારનો દોષ હોય અથવા રાહુ-કેતુનો ખરાબ પ્રભાવ છે તો ઘરમાં ચાંદીમાંથી બનાવેલી નાની હાથી ની પ્રતિમા જરૂર રાખવી જોઈએ. તેનાથી રાહુ-કેતુનો ખરાબ પ્રભાવ ઓછો થઈ જાય છે. ઘરમાં શાંતિ અને વ્યાપારમાં વૃદ્ધિ થવાની પણ ખુબ જ સંભાવના વધી જાય છે.

 

કાચબા ની વીંટી

નવા વર્ષ પર તમે કાચબાના આકાર ની વીંટી પણ ધારણ કરી શકો છો. આજકાલ તમે મોટાભાગનાં લોકોને કાચબાના આકાર ની વીંટી પહેરેલા જરૂરથી જોયા હશે. આ વીંટી બજારમાં ૨૦૦ થી ૩૦૦ રૂપિયામાં સરળતાથી મળી જાય છે. તેને પહેરવાથી ધનના માર્ગ ખુલી જાય છે. વાસ્તુશાસ્ત્ર માં આવીને ખુબ જ શુભ માનવામાં આવે છે. કાચબાનાં ફાયદા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવેલ છે.