જો તમે તમારા બધા દેવામાંથી મુક્તિ મેળવવા માંગો છો, તો હનુમાનજી અને મહાદેવ સાથે જોડાયેલા આ ઉપાય કરો.

Posted by

ગાડી, ઘર, એજ્યુકેશન, લગ્ન જ નહીં પરંતુ ઘરની ચીજવસ્તુઓથી લઈને ગેજેટ માટે પણ લોકો કરજ લઈને ખરીદી કરતા હોય છે. દર મહિને આવકનો મોટાભાગનો હિસ્સો ઇએમઆઇ ભરવામાં ખર્ચ થઇ જતો હોય છે. ઇએમઆઈ પર ચીજો ખરીદવાનું આ ચલણ શહેર જ નહીં, પરંતુ હવે ગામડાઓમાં પણ પહોંચી ચુક્યું છે અને મોટાભાગના લોકો કરજના બોજ હેઠળ દબાયેલા છે. કોરોના મહામારી એ આ સ્થિતિને વધારે બગાડી નાખેલ છે. જ્યોતિષમાં આવી પરિસ્થિતિઓ માંથી છુટકારો મેળવવા માટે એક કારગર ઉપાય બતાવવામાં આવેલ છે.

 

કરજ મુક્તિનાં ઉપાય

કરજમાંથી મુક્તિ મેળવવા, જમીન સંપત્તિ વિવાદ ઉકેલવામાં હનુમાનજીની આરાધના ખુબ જ અસર બતાવે છે. તેના માટે મંગળવાર અને શનિવારનાં દિવસ ખુબ જ ખાસ છે. મંગળવાર અને શનિવારના દિવસે હનુમાનજીને સિંદુર લગાવીને હનુમાન ચાલીસા વાંચો. ધીરે ધીરે કરજ ઓછું થવા લાગશે.

 

શિવજીની કૃપા પણ કરજો ઉતારવામાં ખુબ જ અસરદાર છે. તેના માટે મંગળવારના રોજ શિવજીના મંદિરમાં જઈને શિવલિંગ નો દુધ અને જળથી અભિષેક કરો. તેની સાથે જ ઋણ મુક્તિ અપાવનારો મંત્ર “ૐ ઋણમુક્તેશ્વર મહાદેવાય નમઃ” ઓછામાં ઓછો ૧૦૮ વખત જાપ કરો.

 

બુધવારનાં દિવસે અઢીસો ગ્રામ મગ ઉકાળો અને તેમાં ઘી-ખાંડ ઉમેરીને ગાયને ખવડાવવા થી થોડા દિવસોમાં જ કર્જ માંથી છુટકારો મળી જાય છે.

 

કરજ ઉતારવાની બધી કોશિશ અસફળ રહી હોય તો રાત્રે એક ઉપાય કરી લો. તેના માટે રાત્રે એક વાસણમાં જવ ભરીને માથાની પાસે રાખીને સુઈ જવું અને બીજા દિવસે સ્નાન કર્યા બાદ તેને ગરીબોમાં વહેંચી દો. તેનાથી ફક્ત કરજ નહીં ઉતરે, પરંતુ એટલા પૈસા આવશે કે તમારી આર્થિક સ્થિતિ પણ મજબુત બની જશે.

 

ઘરનો ઈશાન ખુણો ચોખ્ખો રાખવાથી પણ કરજો ઉતારવામાં મદદ મળે છે.

માછલીઓને લોટની ગોળીઓ, પક્ષીઓને દાણા નાંખવાથી મોટામાં મોટી મુસીબત માંથી બહાર નીકળી શકાય છે. કરજો ઉતારવા માટે પણ આ ઉપાય ખુબ જ કારગર છે.