જો તમને પણ આ 10 માંથી કોઈ સંકેત જોવા મળી રહીયા છે તો સમજી જજો તમારો સારો સમય સારું થવાનો છે માં લક્ષ્મી તમારા ઘરે પધારવાના છે.

Posted by

ધનવાન બનવા કોણ નથી માગતું? ધનની દેવી લક્ષ્મીની કૃપાથી જ ધનની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવા ૧૦ શુભ સંકેત મળે છે, જેના પરથી જાણી શકાય છે કે ઘરમાં લક્ષ્મીનું આગમન થશે અને તમારી ઉપર અપાર ધન વર્ષા થશે. તમે તેને સારો સમય આવતાં પહેલાંનાં સંકેત પણ માની શકો છો. તો ચાલો તમને ૧૦ એવા સંકેત વિશે જણાવીએ, જેના ઉપરથી તમે જાણી શકો છો કે સાક્ષાત મહાલક્ષ્મી તમારા ઘરમાં બિરાજમાન થવાના છે.

 

અચાનકથી તમારા ઘરમાં કાળા રંગની કીડી આવીને વર્તુળ બનાવી ને કંઈક વસ્તુ ખાવા લાગે તો સમજી લેવું જોઈએ કે તમારા ઘરમાં લક્ષ્મીનું આગમન થવાનું છે અને તમને અપાર ધન પ્રાપ્ત થવાનું છે. તેવામાં તે કીડીઓને નમસ્કાર કરો અને તેમને લોટમાં ખાંડ ઉમેરીને ખવડાવો.

 

જો તમારા ઘરમાં કોઈ પક્ષી આવીને માળો બનાવે છે તો તે ખુબ જ શુભ સંકેત માનવામાં આવે છે. તમારે માની લેવું જોઈએ કે હવે તમારા ઘરમાં મહાલક્ષ્મી નું આગમન થવાનું છે.

 

ઘરમાં જો અચાનક ૩ ગરોળી એક જ સ્થાન પર જોવા મળે તો તે ખુબ જ શુભ માનવામાં આવે છે. તે મહાલક્ષ્મી જેના આગમનના સંકેત છે. એવું પણ કહેવામાં આવે છે કે જો ગરોળી એકબીજાનો પીછો કરતી જોવા મળે તો તે પ્રગતિનો સંકેત છે. દિવાળીના દિવસે તુલસીના છોડમાં ગરોળીનું દેખાવું અત્યંત શુભ માનવામાં આવે છે. તે અપાર ધન મળવાનો સંકેત છે.

 

જો તમારી જમણી હથેળી માં સતત ખંજવાળ આવી રહી હોય તો તે પણ અપાર ધન પ્રાપ્તિનો શુભ સંકેત છે.

 

જો તમને સપનામાં સાવરણી, ઘુવડ, ઘડો, વાંસળી, હાથી, નોળિયો, શંખ, ગરોળી, તારા, સાંપ, ગુલાબ વગેરે જોવા મળે તો તે ઘરમાં સાક્ષાત મહાલક્ષ્મી બિરાજમાન થવાના સંકેત આપે છે.

 

એવું કહેવામાં આવે છે કે સવારે ઊઠતાની સાથે જ શંખ નો અવાજ સાંભળવા મળે અને સાંજના સમયે પણ શંખ નો અવાજ સાંભળવા મળે તો તે ઘરમાં સાક્ષાત મહાલક્ષ્મી બિરાજમાન હોવાનો સંકેત છે.

 

જો ઘરમાંથી બહાર જતા સમયે તમને શેરડી જોવા મળે છે તો તે ધન પ્રાપ્તિના સંકેત છે. માં લક્ષ્મીનું વાહન ઘુવડ તમને પોતાના ઘરની બહાર ઘણા દિવસો સુધી જોવા મળે તો તમારે માની લેવું જોઈએ કે તમારા ઘરમાં મહાલક્ષ્મી નું આગમન થવાનું છે અને ખુબ જ જલ્દી તમારી ઉપર અપાર ધન વર્ષા થવાની છે.

 

જો તમે કોઈ કામ થી બહાર જઇ રહ્યા છો અને તમને રસ્તામાં કોઈ કુતરો પોતાના મોઢામાં કોઈ શાકાહારી ચીજ અથવા રોટલી લઇ જતો જોવા મળે તો તે બાબત સંકેત આપે છે કે તમને કોઈ જગ્યાએથી અચાનક મોટો ધનલાભ થઈ શકે છે.

 

જો તમને સવાર સવારમાં ઘરેથી બહાર નિકળતા સામે કોઈ સાવરણીથી કચરો સાફ કરતો જોવા મળે અને આવું જો સતત ઘણા દિવસો સુધી ચાલતું રહે તો સમજી લેવું જોઈએ કે તમે ખુબ જ જલ્દી ધનવાન બનવાના છો.