જો તમે જીવન ની દરેક સમસ્યા થી છુટકારો મેળવવા માંગતા હોય તો આજેજ કરી લેજો હનુમાનજીના આ જ્યોતિષ મંત્ર નો જાપ ચપટી વગાડતા બધીજ તકલીફો દૂર થઇ જશે

Posted by

હનુમાનજીની પૂજાથી બધાને ખાસ લાભ મળે છે એ તો આપણે બધા જાણીએ જ છીએ. હનુમાનજીને કળયુગના જીવંત દેવતા માનવામાં આવે છે. આપણા હિન્દુ ધર્મના ઘણા બધા ગ્રંથોમાં અનેક યંત્રોનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાંથી જ એક છે હનુમાન જ્યોતિષ યંત્ર. આ યંત્રના માધ્યમથી તમને પૈસા લગ્ન પ્રેમ આરોગ્ય વગેરે સાથે જોડાયેલા ફાયદા મળી શકે છે. પરંતુ તેના માટે તમારે આ યંત્ર પર પૂરો વિશ્વાસ રાખવાની જરૂર છે.

યંત્રનો ઉપયોગ કરવાની રીત

 

તમને જણાવી દઈએ કે હનુમાન જ્યોતિષ યંત્રમાં સાત કોલમ હોય છે. તેનો ઉપયોગ કરતા પહેલા ૫ વખત “ઓમ રાં રામાય નમ:” મંત્ર તેમજ ૧૧ વખત “ઓમ હનુમતે નમ:” મંત્રના જાપ કરવા. એ પછી આંખ બંધ કરીને તમારી મનોકામના વિશે વિચારતા વિચારતા મંત્રોના જાપ કરવા. યાદ રાખો કે આ કામને પૂરા વિશ્વાસની સાથે કરવું.

 

તમને ક્યારે ધન પ્રાપ્તિ થઇ શકે છે તેનો જવાબ આ પ્રકારે છે. તમને ધન પ્રાપ્તિમાં અડચણ હોય, તો બીજાની મદદ કરવાથી લાભ મળશે. જો તમારી પાસે ધન હોય, તો તમારે તમારા કર્મ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. જેથી ધન પ્રાપ્તિ થશે. તમારે તમારા બધા કામો ખુશીથી કરવા. તો માં લક્ષ્મી તમારા પર જરૂર પ્રસન્ન થશે. તમારું ધન સુરક્ષિત જ રહેશે તેની ચિંતા ન કરવી. તેમજ તમારે ધન માટે કોઈ સાથે વાદવિવાદ પણ ન કરવો. સમય આવવા પર તમને તમારા ધનની પ્રાપ્તિ થઇ જશે.

પ્રેમ જીવન

 

તમારા જીવનમાં પ્રેમમાં સફળતાના યોગ બની રહ્યા છે. કોઈ ત્રીજા વ્યક્તિ વચ્ચેથી હટી જાય ત્યારે તમને સફળતા મળશે. અત્યારે સફળતા મળવામાં થોડી વાર લાગી શકે છે. તમને પ્રેમ લગ્નનું સારું પરિણામ મળશે. તમારા પ્રેમ લગ્નમાં અડચણો આવી શકે છે, પરંતુ થોડા સમય પછી તેમાં પણ સફળતા મળી શકશે.

લગ્નજીવન

 

તમારું લગ્નજીવન ખૂબ જ સુખેથી પસાર થશે. જીવનસાથી આવવાથી તમારા ભાગ્યનો ઉદય થશે અને પ્રેમ વધશે. બીજા લોકોને કારણે તમારી મુશ્કેલી વધી શકે છે. તમારે તમારી વાણીમાં મધુરતા રાખવી નહીંતર વાદવિવાદ થઈ શકે છે. “ૐ નમઃ શિવાય” મંત્રનો જાપ કરવો. પૈસા સાથે જોડાયેલા તણાવ અને કલેશ રહી શકે છે.

ખરાબ સમય

તેના માટે તમારે સૌથી પહેલા તમારી આળસને છોડવી પડશે. તો તમને માત્ર ૬ મહિનામાં જ સફળતા મળી જશે. તમારા નજીકના વ્યક્તિની સલાહથી આગળ વધવું, કોઈ પણ બાબતમાં તમારી મનમાની અને જીદ ન રાખવી. ભાગ્ય અત્યારે તમારી સાથે નથી, પરંતુ થોડા સમય પછી તમારો સાથ આપશે. વડીલોનો આદર અને સન્માન કરવું જોઈએ. દાન-પુણ્ય કરવામાં આગળ રહેવું. પત્નીની સહાયતાથી ખરાબ સમય ખૂબ જ જલ્દીથી પૂરો થઈ જશે.

 

તમારે હજુ બે વર્ષ સુધી યોગ્ય સમયની રાહ જોવી પડશે, પછી તમારો સારો સમય ચાલુ થશે. દક્ષિણ દિશામાં તમારા લગ્નના યોગ બની રહ્યા છે, પરંતુ અત્યારે થોડો સમય લાગી શકે છે. ખૂબ જલદીથી તમારી મનોકામના પૂરી થશે. થોડી અડચણો પણ આવી શકે છે. ભગવાન શિવ અને માતા પાર્વતીનું પૂજન કરવું તેમજ મંગલ સ્ત્રોતનો પાઠ કરવો. આજથી બે વર્ષ પછી તમારા લગ્નના યોગ બની રહ્યા છે.