આપણા ધર્મશાસ્ત્રોમાં મનુષ્યને દરેક મુશ્કેલીનો ઉકેલ બતાવવામાં આવેલ છે. ધનની કમી એક એવી સમસ્યા છે, જે વ્યક્તિને એક નહીં પરંતુ ઘણા પ્રકારની પરેશાનીઓ આપે છે. પૈસાની કમી થી પોતાની જરૂરિયાતો પુરી થઈ શકતી નથી. પૈસા કમાવવા માટે મહેનત તો કરવી પડે છે, પરંતુ સાથોસાથ અમુક મંત્ર એવા છે જેનો ઉચ્ચારણ કરવાથી જીવનની દરેક મુશ્કેલીઓ ઓછી થઈ જાય છે અને તમે ખુબ જ જલ્દી અમીર બની શકો છો.
ગોવલ્લભાય સ્વાહા મંત્ર
શાસ્ત્રોમાં માત્ર ૭ અક્ષર નાં કૃષ્ણ મંત્ર ને ધનપ્રાપ્તિ અને અદભુત શક્તિ કહેવામાં આવેલ છે. તેના અનુસાર તેમાં એટલી શક્તિ છેકે જો કોઈ ભિખારી જેને બે ટંકની રોટલી પણ મુશ્કેલ થી મળતી હોય તે વ્યક્તિ આ મંત્રનો જાપ કરે તો ખુબ જ જલ્દી તેને એવા અવસર મળવા લાગે છે, જેનાથી તે પોતાના ગરીબી ભરેલા જીવનમાંથી મુક્ત થઈ જાય છે. જો સામાન્ય આર્થિક સ્થિતિ અથવા આર્થિક તંગીનો સામનો કરી રહેલ કોઈ વ્યક્તિ આ મંત્રનો જાપ કરે છે, તો ખુબ જ જલદી તેની આર્થિક સમસ્યાઓ દુર થવા લાગે છે. એવી માન્યતા છે કે આ મંત્રનો જાપ સવા લાખ સુધી પહોંચે જ છે, તો વ્યક્તિને આશ્ચર્યજનક આર્થિક લાભ મળવાના શરૂ થઈ જાય છે.
ऊं श्रीं नमः श्रीकृष्णाय परिपूर्णतमाय स्वाहा
કરોડપતિ બનાવવા વાળો આ એક અચુક મંત્ર છે. તેને શ્રીકૃષ્ણનાં “સપ્ત દશાક્ષર મહામંત્ર” કહેવામાં આવે છે. ધન લાભ આપવામાં તે એટલો શક્તિશાળી છે કે જાપ કરવાથી વ્યક્તિ કરોડપતિ પણ બની શકે છે.. પરંતુ આ મંત્રનો જાપ પાંચ લાખ વખત કરવો આવશ્યક છે, નહિતર તેનો કોઈ લાભ મળવાની વાત કહેવામાં આવી નથી.
ॐ नम: शिवाय श्रीं प्रसादयति स्वाहा
આ શિવ મંત્ર ને દરરોજ ૧૦૦૮ વખત જાપ કરવાથી કરજમાંથી મુક્તિ મળે છે. નિયમિત રૂપથી તેનો જાપ કરવાથી થોડા દિવસોમાં જ તેની અસર દેખાવા લાગે છે અને વ્યક્તિ ખુબ જ જલ્દી કર્જમાંથી મુક્ત બની જાય છે. તે સિવાય ધનપ્રાપ્તિના રસ્તામાં આવી રહેલી અડચણ પણ દુર થાય છે. સ્વાસ્થ્યમાં સુધારો થાય છે, મસ્તિષ્ક અને ક્ષમતા વધે છે અને કારકિર્દીમાં અચાનક કોઈ મોટો અવસર મળે છે. નોકરીમાં પ્રમોશન પ્રાપ્ત થાય છે.
હકીકતમાં મંત્રોનાં ઉચ્ચારણ અને ધ્વનિ થી પેદા થતા કંપન શરીરમાં એવા તરંગો પ્રવાહ કરે છે, જે તમારા મસ્તિષ્કને સકારાત્મક પ્રભાવ કરે છે અને તમે એ રીતે જ વિચારવા લાગો છો. આ રીતે તમારો દિમાગ યોગ્ય નિર્ણય લઈ શકે છે અને તમે પોતાના લક્ષ્ય માં સફળતા પ્રાપ્ત કરો છો. આ છે અમીર બનવાના મંત્ર, જીવનમાં જો ધન સંબંધિત સમસ્યા હોય અથવા તમે જલ્દી અમીર બનવા માંગો છો તો આ મંત્રોનાં જાપ શરૂ કરી દેવા જોઈએ.