કિલોના ભાવે મળેછે અહી ગરમ કપડા, આ જ્ગ્યા પર ભરાઈ છે આ માર્કેટ

Posted by

શિયાળાની શરૂઆત થોડા દિવસ પહેલા જ થઈ ગઈ છે. અને હવે ગુજરાતમાં ભારે ઠંડી જોવા મળી રહી છે. ઠંડીનું પ્રમાણ એટલું બધું છે કે, લોકોને ના છુટકે ગરમ કપડાં લેવા જ પડે છે. દર વર્ષે નહી તો દર બે વર્ષે લોકો ગરમ કપડાંની ખરીદી કરતાં જ હોય છે. ગરમ કપડા પણ નોર્મલ કપડાની જેમ બહુ જ મોંઘા આવે છે. પરંતુ ભારતમાં એવા માર્કેટ પણ છે. જ્યાં તમને ૫૦ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીના સારી ક્વોલિટી ગરમ ના કપડા મળી રહે છે.

આજે અમે તમને એવા માર્કેટ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમને બીજી બજારો કરતાં ૨૦ થી ૪૦ ટકા સુધી ઓછા ભાવે ગરમ કપડા જેવા કે સ્વેટર, જેકેટ, શોકસ, તેમજ મફલર પણ ખરીદી શકો છો. આ સિવાય અમદાવાદમાં ગરમ કપડાની ખરીદી ક્યાં માર્કેટમાં કરવી તે પણ તમને જણાવીશું.

 દિલ્હી : દિલ્હીના ચાંદની ચોકમાં ગરમ કપડા ઓનાં ભાવ બીજા માર્કેટ કરતાં ૩૦ થી ૪૦ ટકા ઓછા હોય છે. જુની દિલ્હીના ચાંદની ચોક માર્કેટમાં તમને ૫૦ થી ૬૦ ટકા ઓછા ભાવે ગરમ કપડા મળી રહે છે. ઉત્તર ભારતનાં તમામ રાજ્યોમાં કપડા અહીંથી જ સપ્લાઈ થાય છે. આ સિવાય ચાંદની ચોકમાં બીજા કેટલાય નાના માર્કેટ આવેલા છે. જ્યાં અલગ અલગ પ્રકારના કપડા વહેચાય છે.

 દિલ્હી : ગાંધીનગર માર્કેટ આ બીજું એવું સસ્તું માર્કેટ છે જ્યાં તમને માર્કેટ કરતાં ઓછા ભાવે ગરમ કપડા મળી રહેશે. અહી રેગ્યુલર કપડા પણ તમને સસ્તા ભાવે મળી રહેશે આ માર્કેટમાં તમને ૩૦૦ થી લઈને ૧0૦૦ રૂપિયા સુધીમાં જોઈએ એવા જેકેટ્સ મળી રહે છે.

આઝાદ માર્કેટ : દિલ્હીનું આ માર્કેટ ગરીબોના માર્કેટ તરીકે વધારે ફેમસ છે. આ માર્કેટ ની ખાસિયત એ છે કે, અહીંયા તમને કિલોના ભાવે ગરમ કપડા મળે છે. અહીંથી લોકો હોલસેલમાં કપડા લઈને રિટેઈલમાં પણ વહેંચે છે. અહીંયા થી લોકો સસ્તા ભાવે કપડા લઈ જઈને રિટેઈલમાં વહેંચીને સારો એવો નફો કમાઈ છે.

પંજાબ :  ગરમ કપડાની ખરીદી માટે લુધિયાણા ના બે માર્કેટ ફેમસ છે. એક કરીમપુરા બજાર અને બીજું છે ઘુમર મંડી માર્કેટ. આ બંને માર્કેટમાં એકદમ નવા ટ્રેન્ડ વાળા ગરમ કપડા તમને જોવા મળશે અને એ પણ એકદમ ઓછી કિંમતે.