કુંભ સહીત આ રાશિનો ૩૦ ઓક્ટોબર બાદ આવશે સારો સમય, દરેક સમસ્યાનું મળશે સમાધાન

Posted by

મેષ રાશિ

આજનો દિવસ થોડો સમય આત્મમંથન અને એકાંત વાળા વાતાવરણમાં પસાર કરવો, તેનાથી તમને ઘણી બધી મૂંઝવણ વાળી સમસ્યાઓનો ઉકેલ મળી શકશે. પરિવારના સભ્યો તમારી પાસેથી કેટલીક અપેક્ષાઓ રાખશે, તેને પૂરી કરવામાં તમે સક્ષમ રહેશો. કોઈ સંબંધી સાથે ધન સાથે જોડાયેલી બાબતોને લઈને આપસી સંબંધોમાં ખટાશ આવી શકે છે. ક્રોધ અને ગુસ્સાને કારણે કામ બગડી શકે છે. આ સમયે પરિવારની જરૂરિયાતોને અવગણવી નહીં. વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય બની રહેશે. કારોબાર સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવાની યોજના બનશે અને તેનું સારું પરિણામ મળશે. નોકરીમાં તમારા લક્ષ્ય તેમજ ટાર્ગેટ પૂરા કરવાનું દબાણ રહી શકે છે. ઘરનું વાતાવરણ સુખદ બની રહેશે. પ્રેમસંબંધોને લગ્નમાં બદલવાના હેતુથી યોજનાઓ બનશે.

વૃષભ રાશિ

આજે પરિવારના લોકો તમારી પાસેથી કેટલીક અપેક્ષાઓ રાખશે. ઘરમાં પૈસાની બાબતોમાં જ દિવસ પસાર થઈ જશે, એટલા માટે આ સમયે આર્થિક સ્થિતિને સારી બનાવવાના પ્રયત્નો સફળ રહેશે. એક નાનકડી યાત્રા થઈ શકે છે, જે લાભદાયક રહેશે. બિનજરૂરી ખર્ચાને કાબુમાં રાખવા જરૂરી છે. ગુસ્સા અને આવેશને કારણે બનેલા કામ બગડી શકે છે. ધીરજ અને સંયમ બનાવી રાખવો જરૂરી છે. રૂપિયા પૈસા સાથે જોડાયેલી બાબતોમાં કોઈ બીજા ઉપર ભરોસો ન કરવો. વ્યવસાયના વિસ્તાર સાથે જોડાયેલી યોજના ઉપર ફરીથી વિચાર કરવાની જરૂર છે. કોઈપણ નાના-મોટા નિર્ણય લેતા સમયે કોઈની સલાહ અને માર્ગદર્શન લેવું જરૂરી છે. કોઈ નવા પ્રોજેક્ટની શરૂઆત કરવા જઈ રહ્યા હોય તો નજીકના ભવિષ્યમાં તેનાથી તમને લાભ મળશે. પતિ-પત્નીના સંબંધોમાં નજીકતા વધશે. યુવાનોએ પ્રેમ પ્રસંગો તેમજ ઓનલાઇન ગતિવિધિઓમાં સમય બરબાદ ન કરવો.

મિથુન રાશિ

પારિવારિક વાતાવરણ અનુશાસિત અને સકારાત્મક રહેશે. કોઈપણ સભ્યને વ્યવસાય સાથે જોડાયેલ કોઈ સારી ઓફર મળી શકે છે. સમયે તમારા વ્યક્તિગત કામને ઊર્જા સાથે પૂરા કરવાના પ્રયત્નો કરવા. બિનજરૂરી ખર્ચાને કાબુમાં રાખવા જરૂરી છે. ઘરના વડીલ સભ્યોની સલાહ અને માર્ગદર્શન અને અવગણવાથી નુકસાન થઈ શકે છે. ઘરમાં કેટલાક સંબંધીઓ આવવાથી દિનચર્યા વ્યસ્ત બની શકે છે. વેપાર ધંધાને આગળ વધારવા માટેની યોજનાઓ ઉપર ગંભીરતાથી કામ કરવાની જરૂર છે. પ્રોડકશનની સાથે સાથે તેની ગુણવત્તા ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. થોડો સમય નવા વ્યવસાય સાથે જોડાયેલ ગતિવિધિઓમાં પસાર થશે. નોકરીમાં તમારા લક્ષ્યને સરળતા અને સુગમતાથી મેળવી શકો છો. પારિવારિક વાતાવરણ સુખદ બની રહેશે. પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજણ દૂર થવાથી સંબંધોમાં મધુરતા આવશે.

કર્ક રાશિ

ઘણા સમય પછી ઘરમા નજીકના સંબંધીઓનું આગમન થવાથી ઘરમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે. બધા સભ્યો એકબીજા સાથે હળી-મળીને ખુશીથી રહેશે. તમારો વ્યવહાર કુશળ રહેવાથી તે તમારી પ્રગતિમાં મદદગાર બનશે. ધ્યાન રાખવું કે વાતચીત દરમિયાન નકારાત્મક શબ્દોનો ઉપયોગ ન થાય. તેને કારણે વાતાવરણ ગંભીર થઈ શકે છે. આજે કોઈ પણ બાબતમાં ધીરજ બનાવી રાખવી જરૂરી છે. વ્યક્તિગત મુશ્કેલીઓથી ઘરની સુખ-શાંતિ પર અસર પડી શકે છે. કાર્ય વિસ્તાર સાથે જોડાયેલી યોજનામાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે પરંતુ સમય રહેતા તેનું સમાધાન મેળવવાના પ્રયત્નો કરવા. નોકરીમાં નાની-મોટી સમસ્યાઓ રહી શકે છે. તમારા સહ કર્મચારીઓ તમારા માટે કોઈ મુશ્કેલી ઉભી કરી શકે છે. ઘર પરિવાર તથા કારોબાર વચ્ચે સારો તાલમેલ બની રહેશે. પ્રેમ સંબંધો ઉજાગર થવાથી ચિંતા રહી શકે છે.

સિંહ રાશિ

ઘરની દેખરેખ અને સાજ સજાવટ સાથે જોડાયેલી પરિયોજનાઓ સાથે ખરીદીમાં સમય પસાર થશે. સમય રહેતા તમે તમારા જૂના મતભેદો ભૂલીને ગેરસમજણને ઉકેલવાનો પ્રયત્ન કરશો. વ્યવસાયને લગતો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સફળતા મળશે. ક્યારેક-ક્યારેક પરિવારને લઈને મનમાં અસુરક્ષાની ભાવના રહી શકે છે, પરંતુ આ માત્ર તમારો વહેમ હશે. અજાણ્યા લોકો સાથે સંપર્ક વધારવો. વાહન ચલાવતા સમયે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો. વ્યવસાયમાં કેટલાક સખત અને મહત્વપૂર્ણ નિર્ણય લેવાની જરૂર છે. સ્ટાફ, મશીનરી વગેરે સાથે જોડાયેલી નાની-મોટી સમસ્યાઓ રહી શકે છે. પોતાની જાતને સાબિત કરવા માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર છે. કોઈ મોટા અધિકારી અથવા તો રાજનીતિજ્ઞ સાથેની મુલાકાતથી તમારા ભાગ્યના દરવાજા ઊઘડશે. પરિવારમાં સુખ-શાંતિ બની રહેશે. પ્રેમ સંબંધો સારા બનશે, પરંતુ તેની સાથે સાથે તમારે તમારા અભ્યાસ અને કારકિર્દી ઉપર પણ ધ્યાન આપવાની જરૂર છે.

કન્યા રાશિ

પારિવારિક સુખ-શાંતિ તમારી પ્રાથમિકતા રહેશે. પ્રગતિ સાથે જોડાયેલ કોઇ શુભ સમાચાર મળી શકે છે. ધાર્મિક અને આધ્યાત્મિક ગતિવિધિઓમાં તમારો રસ વધશે. બાળકોના અભ્યાસ સાથે જોડાયેલી યોજનાઓ બનાવવામાં આવશે. ઘરના કોઈ વડીલ સભ્યના આરોગ્યને લઇને ચિંતા રહી શકે છે. વાહનો તેમજ ઘરની સારસંભાળ સાથે જોડાયેલ ખર્ચા વધારે રહેશે. રોકાણ કરતા પહેલા કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે, તેનાથી તમે મુશ્કેલીઓથી બચી શકો છો. કામકાજમાં નવી ઉપલબ્ધીઓ તમારી રાહ જોઈ રહી છે. આજે તમારી યોગ્યતાથી નિર્ણય લેવામાં તમે સફળ રહેશો. નોકરીમાં તમારા કામની ઉચ્ચ અધિકારીઓ વચ્ચે પ્રશંસા થશે. ઘર પરિવારમાં સુખ અને શાંતિ વાળું વાતાવરણ બની રહેશે પરંતુ પ્રેમ પ્રસંગોને લીધે ઘરમાં થોડી મુશ્કેલી ઉભી થઈ શકે છે.

તુલા રાશિ

આજે રોકાણો તેમજ આર્થિક યોજનાઓ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે. સમય અનુકૂળ છે તમને કોઈ મહત્વની ઉપલબ્ધિ મળી શકે છે. તમારી ઈચ્છા મુજબના કામ થવાથી તમારું મન ખુશ રહેશે અને તમે તણાવમુક્ત અનુભવશો. સંતાનોને લઈને કોઈ ચિંતા રહેશે. શાંતિપૂર્ણ રીતે સમસ્યાઓને ઉકેલ લાવવાના પ્રયત્નો કરવા પરંતુ આજે તમે તમારે કોઈ મહત્વનો નિર્ણય ન લેવો નહીં. તમે કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો. કાર્યક્ષેત્રમાં વર્તમાન બધી વિધિઓ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. આ સમયે કોઈપણ નવા કામ અથવા યોજના બનાવવામાં સફળતા નહીં મળે. મહેનત વધારે અને ફળ ઓછું જેવી સ્થિતિ બની રહેશે. પારિવારિક સભ્યો ઉપર વધારે રોકટોક ન કરવી તેનાથી ઘરનું વાતાવરણ મધુર બની રહેશે.

વૃશ્ચિક રાશિ

કોઈ પણ કામ કરતાં પહેલાં અનુભવી લોકો સાથે સલાહ અને વાતચીત કરી લેવી જરૂરી છે. સમજી વિચારીને લેવામાં આવેલા નિર્ણયથી આગળ જતાં લાભ મળી શકે છે. જો ઘરમાં નવીનીકરણ સાથે જોડાયેલા કોઈ કામ શરૂ કરવા જઈ રહ્યા હોય તો વાસ્તુના નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે. ધ્યાન રાખવું કે થોડી પણ બેદરકારીને કારણે નજીકના મિત્રો અને ભાઈઓ સાથેના સંબંધો ખરાબ થઈ શકે છે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે. તણાવને તમારા ઉપર હાવી ન થવા દેવો, નહીતર તમારી કાર્યક્ષમતા ઉપર તેની અસર પડી શકે છે. કામના ક્ષેત્રે સહ કર્મચારીઓ અને સહયોગી સાથે મિત્રતા ભરેલો વ્યવહાર રાખવો, તેનાથી એ લોકો પૂરી ઉર્જાથી કામ ઉપર ધ્યાન આપી શકશે. નોકરીમાં બોસ અથવા તો ઉપરી અધિકારીઓ સાથે નાનકડી વાતને લઈને બોલાચાલી થઈ શકે છે માટે સાવધાન રહેવું. પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઈને વાદવિવાદ રહી શકે છે. તેમજ સામંજસ્ય દ્વારા પરિસ્થિતિઓને સંભાળી લેવી.

ધન રાશિ

સમય લાભદાયક છે. તમારે તમારા સપનાઓ અને કલ્પનાને પાંખ આપવી અને તમારી ક્ષમતા ઉપર વિશ્વાસ રાખવો. કોઈ સંબંધીને ત્યાં ધાર્મિક કાર્યક્રમમાં જવાનો પ્રોગ્રામ બની શકે છે. અટકેલા પૈસા પાછા મેળવવા માટે સમય અનુકૂળ છે. કોઈ અપ્રિય વ્યક્તિ ઘરમાં આવવાથી તમારો મૂડ ખરાબ થઈ શકે છે, પરંતુ શાંતિપૂર્ણ રીતે સમસ્યાને ઉકેલવી જરુરી છે. અત્યારે કોઈપણ યાત્રા ન કરવી કારણ કે તેનાથી તમને કોઇ લાભ નહીં મળે. બાળકોની કોઈ નકારાત્મક ગતિ વિધિની તમને જાણ થવાથી થોડી ચિંતા રહી શકે છે. વેપારમાં સકારાત્મક પરિણામ મળશે. કામકાજમાં વધારે વ્યસ્તતા રહેશે. યુવાનોને નોકરી સાથે જોડાયેલા શુભ સમાચાર મળી શકે છે. ઓફિસમાં કામનું ભારણ વધારે રહેશે. પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. નજીકના સંબંધીઓ સાથે પારિવારિક ગેટ ટુ ગેધર પણ થશે.

મકર રાશિ

નવી યોજનાઓ બનશે અને અટકેલા કામ પૂરા થશે. આર્થિક બાબતોને ઉકેલવા માટે દિવસ અનુકૂળ છે. ઘરમાં વડીલોના સ્નેહા અને આશીર્વાદ બની રહેશે. કુલ મળીને આજે ખુશી અને સંતોષ વાળો દિવસ રહેશે. પરંતુ સમયની કિંમતને તમારે ઓળખવી. આળસને તમારી ઉપર હાવી ન થવા દેવી. કોઈ મિત્ર સ્વાર્થની ભાવનાથી તમારી સાથે દગો કરી શકે છે. એટલા માટે તેના ઉપર વધારે વિશ્વાસ ન કરવો. કામના ક્ષેત્રે તમારી ગતિવિધિઓ અને યોજનાઓને કોઈ સામે જાહેર ન કરવી, કારણ કે તેનો કોઇ ખોટો ફાયદો ઉઠાવી શકે છે. વાતાવરણ શાંતિપૂર્ણ બની રહેશે. ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો મધુર રહેશે. લગ્ન જીવનમાં મધુરતા રહેશે. પરિવાર સાથે મનોરંજનમાં સુખદ સમય પસાર થશે.

કુંભ રાશિ

દિવસ સફળતા દાયક રહેશે. તમે જે કોઈપણ કામ કરશો તેમાં તમને સફળતા મળશે. લાંબા સમયથી ચાલી આવી રહેલી મુશ્કેલીમાંથી રાહત મળશે. આજે તમારા દ્વારા લેવામાં આવેલ મહત્વના નિર્ણયથી ભવિષ્ય માટે લાભદાયક પરિસ્થિતિઓ બનશે, પરંતુ તમારે તમારા વ્યવહારને સરળ બનાવી રાખવો. અભિમાન અને વધારે પડતા આત્મવિશ્વાસ જેવી સ્થિતિ ન આવવા દેવી. જમીન સાથે જોડાયેલ કોઈપણ કામમાં વધારે લાભની આશા ન રાખવી, કારણે કે વધારે લાભ મેળવવાની ઈચ્છા માં નુકસાન પણ થઈ શકે છે. વેપાર ધંધાને આગળ વધારવા માટે નવી યોજનાઓ બનાવી અને તેને ક્રિયાન્વિત કરવા માટે યોગ્ય સમય છે, પરંતુ બદલાવ સાથે જોડાયેલી છે નવી નીતિઓ બનાવેલી છે તેને થોડો સમય સ્થગિત રાખવી જરૂરી છે. લગ્નજીવન સુખમય રહેશે. જીવન સાથીના સહયોગથી તમારી એકાગ્રતા અને ઊર્જા વધશે.

મીન રાશિ

લાભદાયક સમય છે. કોઈ શુભ અને મહત્વની સૂચના મળી શકે છે. ધાર્મિક અને આધ્યાત્મિક ગતિવિધિમાં તમારી આસ્થા વધશે. વિદ્યાર્થીઓએ અભ્યાસ અને કારકિર્દી સાથે જોડાયેલી સમસ્યાઓનો ઉકેલ મેળવવામાં સફળતા મળશે. આર્થિક બાબતોમાં વધારે સમજી-વિચારીને નિર્ણય લેવા. વધારે પડતો આત્મવિશ્વાસ નુકશાનદાયક સાબિત થઇ શકે છે. બીજાના નિર્ણય ઉપર ધ્યાન આપવું. ભાઈઓ સાથેના સંબંધો મધુર બનાવી રાખવા એ તમારી જવાબદારી છે. વ્યવસાયિક સ્થિતિ પહેલા જેવી જ રહેશે. આ સમયે માર્કેટિંગ સાથે જોડાયેલી ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન આપવું. તમને કોઈ મહત્વનો ઓર્ડર મળી શકે છે. નોકરી કરતા લોકોને અચાનક જ યાત્રા પર જવું પડશે. પતિ-પત્નીએ એકબીજાની ભાવનાઓની સન્માન કરવું. પ્રેમ પ્રસંગોમાં કોઈ પણ નકારાત્મક વાતથી દૂરી આવી શકે છે.