મહા શિવરાત્રી પર મહાદેવના ૮ ચમત્કારિક મંત્રોનો જાપ કરવાથી મહાદેવ પ્રસન્ન થઈને તમારી કોઈપણ ઈચ્છા ચપટી વગાડતા પુરી કરી દેશે

Posted by

ભગવાન ભોલેનાથ ની કૃપા તેમના મંત્ર જાપથી ખુબ જ જલ્દી પ્રાપ્ત થાય છે. અહીંયા અમે તમારા માટે અમુક મંત્ર લઈને આવ્યા છીએ, જેનો જાપ ખાસ કરીને શિવરાત્રી શ્રાવણ મહિનાના દિવસોમાં રુદ્રાક્ષની માળાથી જાપ કરવો જોઈએ. તે સિવાય દરરોજ આ મંત્રો માંથી નિમ્ન મંત્રોનો જાપ અવશ્ય કરવો જોઈએ. મંત્ર જાપ કરનાર વ્યક્તિએ તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મંત્ર જાપ કરતાં સમયે પુર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ હોવું જોઈએ. જાપ પહેલા શિવજીને બિલીપત્ર અર્પિત કરવા જોઈએ તથા તેમની ઉપર જળધારા ચડાવવી જોઈએ.

ૐ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનનાન મૃત્યોમૃક્ષીય મામૃતાત – મહાદેવનાં આ મંત્રનો જાપ દરેક સંકટ, ગંભીર રોગ, અકાળ મૃત્યુના ભયથી છુટકારો મેળવવા માટે કરવામાં આવે છે.

 

ૐ એં હ્રીં શિવ ગૌરીમય હ્રીં એં ૐ – મહાદેવના આ મંત્રનો જાપ સુખ સૌભાગ્ય માટે ગાયના દુધથી ભગવાન શિવને અભિષેક કરતા સમયે આ મંત્રનો ઉચ્ચારણ કરવું જોઈએ.

 

પત્ની મનોરમા દેહિ, મનોવૃત્તાનુસારિણી મ્. તારિણીમ દુર્ગસંસારસાગરસ્ય કુલોભદ્રવામ – અર્ધનારેશ્વર રૂપની સામે બેસીને મહાદેવના આ મંત્ર જાપની પાંચ માળા અવશ્ય કરવી જોઈએ.

 

ૐ સોમ સોમાય નમઃ – ચંદ્ર ગ્રહના અશુભ પ્રભાવને ઓછો કરવા માટે આ મંત્રનો જાપ ૧૦૮ વખત અવશ્ય કરવો જોઈએ. ચંદ્ર ગ્રહનાં શુભ-અશુભ પ્રભાવ વ્યક્તિના મન ઉપર અસર કરે છે.

 

ૐ હ્રીં નમઃ શિવાય હ્રીં ૐ – જો કોઈ વ્યક્તિ અપાર ધન સંપત્તિ મેળવવા માંગે છે તો વ્યક્તિએ શ્રાવણ મહિનાના સોમવારની પુજામાં આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિને પોતાની ૭ પેઢી સુધી ધન સંપત્તિની તંગી ક્યારેય પણ થતી નથી.

 

ૐ નમઃ શિવાય – શિવજીનો પંચાક્ષરી મંત્ર ખુબ જ શક્તિશાળી મંત્ર માનવામાં આવે છે. ધનપ્રાપ્તિ તથા શત્રુ ઉપર વિજય મેળવવા માટે આ મંત્રનો ઉચ્ચારણ કરવું જોઈએ.

 

કરારચંદ્રમ વૈકા કાયાજમ કર્મગમ વી શ્રવણજમ્ વા મનોમમ વૈદ પરમહમ્ વિહિતમ વિહિતમ વાએ સર મેટ મેટાટ ક્ષાસવ જે જે કરુણાબધે શ્રી મહાદેવ શંભો: – આત્મા શુદ્ધિ અને નકારાત્મક શક્તિઓથી દુર રહેવા માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ.

 

ૐ જું સ મામ્ પાલય પાલય સઃ જું ૐ – રોગ, જમીન મકાનનો વિવાદ, ધનહાની માંથી મુક્તિ મેળવવા માટે શ્રાવણ મહિનાના દિવસોમાં આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. તેનાથી જીવનમાં રહેલા તમામ પ્રકારના સંકટ તુરંત દુર થઈ જાય છે.