મેષ રાશિ
આજનો દિવસ તમારા માટે ખાસ પરિણામ લઇને આવશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારા પરિણામ મળશે. નોકરી કરતા જાતકોને ઓફિસમાં નવા અધિકાર મળશે અને પ્રમોશન પણ મળી શકે છે. સંતાનોના લગ્ન સાથે જોડાયેલી ચિંતા દૂર થશે. પરિવારના બધા સભ્યોનું આરોગ્ય સારું રહેશે. તમારી માતા સાથે સારો સમય પસાર કરશો. પરિવારમાં ખુશીનું વાતાવરણ બની રહેશે. મોસાળ પક્ષ તરફથી બધાને લાભ મળી શકે છે. સાંજના સમયે તમે તમારા પરિવારના નાના સભ્યો અને બાળકો સાથે મોજ મસ્તીમાં સમય પસાર કરશો.
મીન રાશિ
આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. પ્રેમ જીવનમાં રહેલો તણાવ દૂર થશે, જેથી તમારા મનને શાંતિ મળશે અને તમારું મન કામકાજમાં લાગશે. તમારા કામના ક્ષેત્રે ઉપરી અધિકારી તમારા કામની પ્રશંસા કરશે. ધાર્મિક અને આધ્યાત્મિક કામમાં તમારો રસ વધશે. લાંબા અથવા તો ટુંકા રૂટની યાત્રા પર જઈ શકો છો. આજ તમારા વેપારમાં કોઈ નવી ડીલ ફાઈનલ કરવા જઈ રહ્યા હોય તો તેના માટે યોગ્ય સમય છે.
કુંભ રાશિ
જો તમે મકાન અથવા તો દુકાન ખરીદવાનું મન બનાવી રહ્યા હોય તો તેમાં સફળતા મળશે અને ભવિષ્યમાં તેનો ભરપૂર લાભ મળશે. લાંબા સમયથી તમારા પૈસા કોઈ જગ્યાએ અટકેલા હશે તો તે પાછા મળી શકશે, જેનાથી તમારા ધનમાં વધારો થશે, અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. નોકરી સાથે જોડાયેલા જાતકો આજે તેના શત્રુને હરાવી શકશે. કોર્ટ-કચેરીની કોઈ બાબત ચાલી રહી હોય તો તેનો ઉકેલ આવશે અને નિર્ણય તમારા પક્ષમાં આવશે.
કર્ક રાશિ
આજે તમારા વેપારમાં કોઈ વડીલ વ્યક્તિની સલાહથી મોટો લાભ મળી શકે છે. વિદેશમાં વેપાર કરી રહ્યા લોકોને શુભ સૂચના મળી શકે છે. રાજનીતિ સાથે જોડાયેલા લોકો સાથે સંબંધ બનશે અને સામાજિક ક્ષેત્રનો પણ વિસ્તાર વધશે. તમારી ખ્યાતિ ચારેબાજુ ફેલાશે. સાંજના સમયે તમે તમારા મિત્રો સાથે આનંદથી સમય પસાર કરી શકશો. જો તમે કોઈ પાર્ટ ટાઇમ બિઝનેસ શરૂ કરેલો હશે તો તેમાં તમને ફાયદો મળશે. ઘર-પરિવારની જરૂરિયાતોનો સામાન ખરીદી શકશો. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. પતિ-પત્ની એકબીજા સાથે સારો સમય પસાર કરી શકશે.
ધન રાશિ
આજનો દિવસ તમારા માટે ઉત્તમ ફળદાયક રહેશે. આજે તમને પરિવારના સભ્યો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે, જેનાથી તમારો આર્થિક બોજો ઓછો થશે અને તમારું મન ખુશ રહેશે. કપડાનો વેપાર કરી રહ્યા હોય એ વેપારીઓને આજે આર્થિક લાભ મળી શકે છે. તમારા અને તમારા પરિવારના સભ્યોનું આરોગ્ય સારું રહેશે. આજે કામના ક્ષેત્રે તમારા શત્રુઓ તમારાથી પરાજિત થશે. પરંતુ તમારે બધા સાથે સારો વ્યવહાર રાખવો, જેથી ભવિષ્યમાં તમને ફાયદો મળે. રાજનીતિ સાથે જોડાયેલા લોકોનો સહયોગ મળશે.
કન્યા રાશિ
આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે. પરિવારનું વાતાવરણ સારું રહેશે અને સંબંધોમાં મજબૂતી આવશે. પારિવારિક સંપત્તિનો વિવાદ ચાલી રહેલો હોય તો તે પૂરો થશે અને સંપત્તિમાં તમને લાભ મળશે. સરકારી નોકરી સાથે જોડાયેલા જાતકોને તેના મહિલા સહ કર્મચારી અને બીજા અધિકારીઓનો સહયોગ મળશે. આજે તમારે તમારી આસપાસના વાતાવરણને ખુશનુમા બનાવી રાખવાના પ્રયત્નો કરવા. તમારા કામના ક્ષેત્રે નવા પરિવર્તન આવી શકે છે, જે તમને આશ્ચર્યમાં મૂકી શકશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષાના માર્ગ ખૂલશે.
વૃષિક રાશિ
આજનો દિવસ તમારા માટે સારો રહેશે. કામના ક્ષેત્રે જીવનસાથીની સલાહ તમારા માટે મદદગાર સાબિત થશે. વ્યવહારિક વિચારોથી તમારી પ્રતિષ્ઠા વધશે. જો લાંબા સમયથી તમે તમારા ઘરના અટકેલા કામ પૂરાં કરવા માગતા હોય તો તે આજે પૂરા થશે. રોજગાર સાથે જોડાયેલા ક્ષેત્રોમાં લાભ મળશે. તમારી અંદર નેતૃત્વ ક્ષમતાનો વિકાસ થશે અને વ્યવહારમાં તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો ઉપયોગી સિદ્ધ થશે. સંતાનોને તેના ભવિષ્યમાં આગળ વધતા જોઈને તમારા મનમાં પ્રસન્નતા રહેશે.