મકર ની સાથે આ રાશી વાળા પર પણ શનિદેવ ની રેહશે કૃપા, ગાડી,બંગલા,પૈસા કોઈ વસ્તુ ની કમી નહિ રહે.

Posted by

મકર રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તમ લાભ પ્રાપ્તિનો રહેશે. વેપારમાં આજે કોઈ નવી ડીલ અચાનક ફાઇનલ થઇ શકે છે જે તમારા ધનમાં વધારો કરશે. જીવનસાથી તેમજ સંતાનોનું આરોગ્ય સારું રહેવાથી તમારી ચિંતાઓ દૂર થશે. જો તમે કોઇ મહત્વપૂર્ણ કાર્ય કરવા જઈ રહ્યા હોય તો તેમાં સફળતા મળવાની પૂરી સંભાવના છે. આજે તમે તમારા મિત્રોની કોઈ સ્પેશિયલ સ્કીમનો ભાગ બનશો. અત્યારે વેપારમાં જોખમ ઉઠાવવું પડે તો ઉઠાવી લેવું કારણ કે તે તમને લાભ અપાવી શકે છે.

 

કુંભ રાશિ

આજનો દિવસ શાંતિપૂર્ણ રીતે પસાર થશે. આજે તમારા ભાઈ બહેનો તેમજ જીવનસાથી સાથે મહત્વના કામ કરી શકો છો. ઓફિસમાં કોઈ સાથે અણબનાવ ચાલી રહેલો હોય તો તે દૂર થશે. સસરા પક્ષ તરફથી આજે માન સન્માન મળતું દેખાઈ રહ્યું છે. આજે તમારા સામાજિક પદ અને પ્રતિષ્ઠામા વધારો થશે જેને જોઈને તમારા મનમાં પ્રસન્નતા રહેશે.

 

મીન રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તમ ફળદાયક રહેશે. સંતાન પક્ષ તરફથી આજે કોઈ ખુશીના સમાચાર સાંભળવા મળી શકે છે. જે લોકો રોજગારની દિશામાં પ્રયત્ન કરી રહેલા હતા આજે તેને રોજગાર માટેના સારા અવસર મળી શકે છે, જેનાથી તમે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવી શકશો અને જીવનમાં આગળ વધી શકશો. કામના ક્ષેત્રે તમારા માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. નોકરીમાં આજે તમને વધારે જવાબદારી સોપવામાં આવશે, જેને તમે સારી રીતે પુરી કરી શકશો. સાંજનો સમય તમે પરિવારના નાના બાળકો સાથે મોજ મસ્તીમાં પસાર કરશો.

 

મેષ રાશિ

આજનો દિવસ તમારા માટે શુભ પરિણામ લઇને આવશે. આજે તમે થોડા પ્રયત્નોથી બધા કામ પૂરા કરવામાં સફળ રહેશો. પરિવારમાં કોઈ વાદવિવાદ ચાલી રહેલો હોય તો પરિવારના લોકોની મદદથી તેનો ઉકેલ લાવવાના પ્રયત્નો કરવા. સાંજના સમયે તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે, જેનાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. આજે તમારી આવક અને ખર્ચ બંનેમાં સંતુલન બની રહેવાથી તમારા ભવિષ્યની ચિંતા દૂર થશે. કામના ક્ષેત્રે તમારે સતત પ્રયત્નો કરતા રહેવા જેથી તમે સફળતાની સીડી ચડી શકો.

 

વૃષભ રાશિ

આજે તમારા વ્યવસાયમાં રહેલી બધી અડચણો દૂર થશે. જો તમે કોઈ કામ હાથમાં લેશો તે સરળતાથી પૂરા કરી શકશો. આજે તમે બધા ક્ષેત્રોમાં સફળતા મેળવી શકશો. સસરા પક્ષ તરફથી ધન લાભ મળતો દેખાઈ રહ્યો છે. જો કોઈ શારીરિક મુશ્કેલી હોય તો આજે તે દૂર થઈ શકે છે. કલા અને સાહિત્યના ક્ષેત્રે તમારા માન અને પ્રતિષ્ઠામાં વધારો થતો દેખાય રહ્યો છે. આજે તમે તમારા માતા માટે કોઈ ભેટ લાવી શકો છો.