મંગળવાર સુધીનું રાશિફળ, આ રાશિ માટે આવી રહ્યા છે સુધરેલા દિવસો, ઘરમાં આવશે ખુશી

Posted by

મકર રાશિ

કાર્યક્ષેત્રમાં કોઈ મહત્વની જવાબદારી મળી શકે છે પરંતુ તેમાં અડચણો પણ આવતી રહેશે એટલા માટે ધીરજ રાખવી જરૂરી છે. સ્પર્ધાનું વાતાવરણ રહેશે અને તમારે વધારે મહેનત કરવાની જરૂર છે. પતિ-પત્નીના સંબંધો મધુર રહેશે તેમજ પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા આવશે. ટુર્સ અને ટ્રાવેલ્સ, મિડીયા તેમજ કલાત્મક કામમાં વધારે ફાયદો મળવાની સંભાવના છે. આ કામોમાં ખાસ ધ્યાન આપવું. સરકારી નોકરી કરતા લોકોને તેની ઇચ્છા મુજબનું કામ મળવાથી માનસિક શાંતિનો અનુભવ થશે.

ધન રાશિ

જો વેપારને લગતો કોઈ કાયદાકીય વિવાદ ચાલી રહ્યો છે, તો આજે તેનો ઉકેલ મેળવવાના પ્રયત્નો કરવા. પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે. નોકરી કરતાં લોકોએ પોતાના કામમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે. નહિતર સહયોગીઓ સાથેના સંબંધો ખરાબ થઈ શકે છે. ઘરની બાબતોમાં વધારે દખલ ન કરો તો સારું રહેશે. તેનાથી સંબંધોમાં મધુરતા બની રહેશે. પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. પ્રેમ સંબંધો મર્યાદિત રાખવા જરૂરી છે.

મેષ રાશિ

આજે ગ્રહની સ્થિતિ તમારા માટે લાભદાયક રસ્તાઓ ખોલી રહી છે, માત્ર તમારે વધારે મહેનત કરવાની જરૂર છે. કોઈ શુભચિંતકોની મદદ તમારા માટે આશાનું કિરણ લઈને આવશે. યુવાનોને પોતાના ભવિષ્યને લઈને વધારે સક્રિય અને ગંભીર રહેવું, પરંતુ ઉતાવળ અને ભાગદોડથી કોઈપણ નિર્ણય ન લેવો. કોઈ પ્રિય વ્યક્તિ દ્વારા શુભ સમાચાર મળવાથી મનમાં ઉદાસી રહેશે. ધીરજ અને સંયમ બનાવી રાખવો. વાહન અથવા તો કોઇ મોંઘા ઇલેક્ટ્રિક સાધનો ખરાબ થવાથી મોટો ખર્ચ થઈ શકે છે.

વૃષભ રાશિ

આજે સમય મિશ્રિત ફળદાયક છે. દિવસની શરૂઆત સારી થશે. સમાન વિચારધારા વાળા લોકો સાથે મેળ-મિલાપથી એક નવી ઊર્જા મેળવી શકશો. વિદ્યાર્થી ઓને અભ્યાસમાં ફાયદો મળશે પરંતુ દિવસના બીજા પક્ષમાં મનની સ્થિતિ નકારાત્મક રહી શકે છે. તમને એવો અનુભવ થશે કે સમય હાથમાંથી નીકળતો જઈ રહ્યો છે. જો આ સમયે ધીરજ અને સંયમ રાખશો તો ઘર પરિવાર ઉપર વધારે ધ્યાન આપી શકશો.

કન્યા રાશિ

વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધારો આવશે. તમારા કામમાં ચુનોતીઓ તમને સફળતા અપાવશે પરંતુ ઇન્સ્યોરન્સ અને કમિશન સાથે જોડાયેલા વેપાર-ધંધામાં થોડો લાભ મળવાની આશા છે. ઘરની વ્યવસ્થાને લઈને પતિ-પત્ની વચ્ચે તકરાર રહી શકે છે. તેની અસર પારિવારિક વ્યવસ્થા ઉપર ન પડવા દેવી. વ્યવસાયિક બાબતોમાં થોડો બદલાવ આવશે. આ સમયે ખૂબ જ ધીરજ અને સમજદારીથી કામ લેવું પડશે.