દેશમાં ભાગ્યે જ એવો કોઈ ખુણો હશે, જ્યાં પવનપુત્ર હનુમાનજીની પુજા ન કરવામાં આવતી હોય. હનુમાનજીને ફક્ત યાદ કરવા માત્રથી જ પોતાના ભક્તોના સંકટ દુર કરવા માટે દોડી આવે છે. આવા કૃપાળુ હનુમાનજીની પુજામાં નાગરવેલના પાનના મહાઉપાય વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. મંગળવારનો દિવસ બળ અને શક્તિ માટે પુજવામાં આવતા શ્રી હનુમાનજીની સાધના આરાધના માટે અત્યંત શુભ માનવામાં આવે છે. જો આ દિવસે કોઈ વ્યક્તિ હનુમાનજીને પ્રસન્ન કરવા માટે પ્રાચીન પ્રામાણિક વિધિથી પુજા પાઠ કરે છે તો નિશ્ચિત રૂપથી તેની બધી પરેશાનીઓ દુર થાય છે અને મનોકામનાઓ પુરી થાય છે.
બજરંગબલી નાં આશીર્વાદથી તેમના જીવનમાં કોઈપણ પ્રકારનો કષ્ટ રહેતું નથી અને તેમના શત્રુ પોતે તેમની આગળ આવીને સમર્પણ કરીને પોતાની હાર માની લેતા હોય છે. તો ચાલો આજે મંગળવારના દિવસે તમને તે ઉપાય વિશે જણાવીએ, જેનાથી હનુમાનજી ખુબ જ જલ્દી પ્રસન્ન થઈને પોતાના ભક્તોને સફળતાનું વરદાન આપે છે.
બજરંગબલી ની પુજા કરવા માટે આપણા શાસ્ત્રોમાં ઘણા બધા ઉપાય જણાવવામાં આવેલ છે. એ જ કારણ છે કે દરેક ભક્ત પોતાની અલગ અલગ વિધિથી તેમની સાધના આરાધના કરે છે. હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે પાન પણ એક અચુક ઉપાય છે. જો તમે કોઈ સમસ્યાથી ખુબ જ પરેશાન છો અથવા જીવનમાં કોઈ મોટું જોખમ લેવા જઈ રહ્યા છો તો તમારે બિલકુલ પણ ડર રાખ્યા વગર હનુમાનજીને મીઠા પાનનું એક બીડું ચડાવવું જોઈએ. હનુમાનજીની કૃપાથી તમારું કાર્ય ૧૦૦ ટકા સફળ થશે.
જ્યારે તમે હનુમાનજીને પાનનું બીડું ચડાવો છો તો હનુમાનજી સ્વયં તમારી મનોકામના પુરી કરવા માટેનું બીડું ઉઠાવી લેતા હોય છે અને અંતમાં ભક્તને નિશ્ચિત રૂપથી સફળતા પ્રાપ્ત થાય છે. હનુમાનજીને મીઠા પાનનું બીડું ચઢાવવાનો ઉપાય મંગળવારના દિવસે વિશેષ રૂપથી કરવો જોઈએ.
પાનનાં બીડામાં ફક્ત પાંચ ચીજો નાખવી. કાથો, ગુલકંદ, વરીયાળી, ટોપરાનું ખમણ અને સુમન કતરી. પાન બનાવતા સમયે તે વાતનું ધ્યાન રાખો કે તેમાં ચુનો તથા સોપારી હોવી જોઈએ નહીં. સાથોસાથ તે પણ તમાકુ વાળા હાથથી બનાવવું જોઈએ નહીં.
જો તમે દરરોજ હનુમાન ચાલીસાનાં પાઠ વાંચો છો તો મંગળવાર, શનિવાર, દશેરા અને હનુમાન જયંતીના દિવસે હનુમાનજીને યોગ્ય રીતે બનાવવામાં આવેલું બીડું અર્પિત કરો. આ દિવસે તેલ, બેસન અને અડદના લોટમાંથી બનાવવામાં આવેલી હનુમાનજીની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરીને તેલ અને ઘીનો દીવો પ્રગટાવો તથા વિધિવત પુજન કરો. ત્યારબાદ મીઠાઈ વગેરેનો ભોગ લગાવો. ત્યારબાદ ૨૭ નાગરવેલનાં પાન તથા ગુલકંદ વરીયાળી વગેરે મુખ શુદ્ધિની ચીજો લઈને તેનું બીડું બનાવીને હનુમાનજીને અર્પિત કરો.
હનુમાનજીનું વિધિ વિધાનથી પુજા કર્યા બાદ આ પાન હનુમાનજીને અર્પણ કરો અને સાથોસાથ પ્રાર્થના કરીને કહો કે, “હે હનુમાનજી, હું તમને આ મીઠું રસ ભરેલું પાન અર્પણ કરી રહ્યો છું. આ મીઠા પાનની જેમ તમે મારા જીવનમાં પણ મીઠાશ ભરી દો.” હનુમાનજીની કૃપાથી થોડા દિવસોમાં જ તમારી દરેક સમસ્યા દુર થઈ જશે.