ધન રાશિ
આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે. વેપારમાં તમારા ગુપ્ત શત્રુઓ તમારાથી હારી જશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. સસુરાલ પક્ષ તરફથી લાભ મળશે. સાંજના સમયે ઘરમાં મહેમાન આવી શકે છે જેનાથી તમારું મન ખુશ રહેશે. આર્થિક બાબતમાં સફળતા મળવાના યોગ છે. કોઈ જગ્યાએ રોકાણ કરવા માંગતા હોય તો તેના માટે દિવસ ઉત્તમ છે. તમારા સંબંધીઓ કોઈ વાત કહી રહ્યા હોય તો તે ધ્યાનથી સાંભળવી તેનાથી તમારા જ્ઞાનમાં વધારો કરવામાં મદદ મળી શકે છે.
વૃષીક રાશિ
જે લોકો કોઈ રોગથી પીડાઇ રહ્યા હોય તેના માટે આજનો દિવસ ખૂબ જ ઉત્તમ રહેશે અને તેને ભરપૂર લાભ મળવાની આશા છે. આજે તમારી આવકમાં વધારો થતો દેખાશે. તમારા આરોગ્યમાં સુધારો થવાથી તમારું મન ખુશ રહેશે. જીવનસાથી સાથે પ્રેમ જીવન ખુશનુમાં રહેશે. તમારા સંતાનો તરફથી તમારી જવાબદારીને ખૂબ જ સારી રીતે પુરી કરી શકશો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળવાની સંભાવના રહેલી છે. સ્પર્ધાની તૈયારી કરતા લોકોને પણ સ્પર્ધામાં સારી સફળતા મળશે. લાંબા અથવા તો ટુંકા રૂટની યાત્રાના યોગ બનેલા છે.
કુંભ રાશિ
આજનો દિવસ તમારા માટે સારો રહેશે. શાસન સત્તાનો સહયોગ મળતો દેખાઈ રહ્યો છે. તમારા પદ, પ્રતિષ્ઠા અને માનસન્માનમાં આજે વધારો થશે. કોઈ જગ્યાએ તમારા પૈસા અટકેલા હશે તો તે પાછા મળી શકશે. વેપાર-ધંધા માટે કોઈ યાત્રા પર જઈ શકો છો જે તમને લાભ અપાવશે. વિદ્યાર્થીઓને કંઈક નવું શીખવા મળશે. પ્રેમ જીવનમાં પ્રેમીનો ભરપૂર સાથ મળશે. પ્રેમ સંબંધોને લગ્ન માટેની સ્વીકૃતિ મળી શકે છે. દાંપત્ય જીવન પસાર કરતા લોકો જીવનસાથીને કોઈ ભેટ આપી શકે છે.