મંગળવાર સુધીનું રાશિફળ, આ રાશિ માટે ઉગશે નવા દિવસો, સપના થવા લાગશે પુરા

Posted by

વૃષિક રાશિ

મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરતા લોકોને પ્રમોશન સાથે જોડાયેલ શુભ સમાચાર સાંભળવા મળશે. લગ્ન જીવનમાં મધુરતા બની રહેશે. યુવાનોને પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા આવશે. કોઈપણ કામ અથવા તો ધન સાથે જોડાયેલ લેવડદેવડ કરતા સમયે કાગળિયાને સારી રીતે ચકાસી લેવા જરૂરી છે. નહીતર કોઈ કાનૂની બાબત ઉભી થઇ શકે છે. ભાગીદારી સાથે જોડાયેલા વ્યવસાયમાં લાભ દાયક સ્થિતિ બનેલી છે. ભવિષ્ય સાથે જોડાયેલી યોજનાઓને આજે સ્થગિત રાખવી.

મીન રાશિ

નજીકના મિત્રો અથવા તો સંબંધી સાથે ચાલી રહેલ ગેરસમજણ દુર થશે, સંબંધોમાં ફરીથી મધુરતા આવશે. તમારી સકારાત્મક વિચારધારા ઘણી બધી મુશ્કેલીઓનો ઉકેલ લાવશે. ધાર્મિક સ્થળ ઉપર થોડો સમય પસાર થશે. ક્યારેક ક્યારેક તો તમારા શંકા વાળા સ્વભાવને લીધે તમારા તેમજ પરિવાર બંને માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. બિનજરૂરી ખર્ચા ન કરવા નહીંતર આર્થિક સ્થિતિ બગડી શકે છે. અસમંજસની સ્થિતિમાં અનુભવી વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે.

કર્ક રાશિ

વ્યવસાય સાથે જોડાયેલ કોઈ પણ કાર્ય પ્રણાલી અને ગતિવિધિને બીજા સામે શેઅર ન કરવી, તેનાથી તમને નુકસાન થઈ શકે છે. મિલકત સાથે જોડાયેલ વ્યવસાયમાં સકારાત્મક પરિણામ સામે આવશે. વધારે પડતી લોન અથવા તો કર્જ લેવાથી બચવું. પરિવારના લોકો સાથે મનોરંજન અને મોજમસ્તીમાં સમય પસાર થશે. પ્રેમસંબંધોમાં નજીકતા આવશે. પરિવારિક જીવન ઉપર તમારી વ્યવસાયિક મુશ્કેલીઓને હાવી ન થવા દેવી. તેને લીધે ઘરની સુખ-શાંતિ અસર પડી શકે છે.

મેષ રાશિ

આજે અટવાયેલાં કે ઉધાર આપેલાં પૈસા સરળતાથી પાછા મળી શકે છે એટલે પ્રયત્નો કરતા રહેવું. જોકે, તમે તમારી વાતો અને કાર્યક્ષમતા દ્વારા તમારું કામ કઢાવવામાં સક્ષમ રહેશો. યુવાઓને તેમની મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળશે. રૂપિયા આવવાની સાથે-સાથે ખર્ચની પણ સ્થિતિ રહેશે. એટલે તમારું બજેટ યોગ્ય બનાવી રાખવું. બીજા લોકોની વાતોમાં આવશો નહીં, તમારી સાથે દગાબાજી થઈ શકે છે. જમીનને લગતી ખરીદી કે વેચાણના કાર્યને આજે ટાળવું.

વૃષભ રાશિ

ઘરમાં કોઈ માંગલિક કાર્યને લગતી યોજના બનશે. કોઈ પારિવારિક સંબંધી મહત્વપૂર્ણ વિષય અંગે ચર્ચા-વિચારણાંમાં તમારી સલાહને યોગ્ય મહત્વ આપવામાં આવશે. જીવનમાં અચાનક થોડા ફેરફાર આવી શકે છે જે તમારા માટે ભાગ્યોદય કારક સાબિત થશે. બાળકોની કોઈ નકારાત્મક ગતિવિધિ તમને પરેશાન કરી શકે છે. તેમને ખીજાવાની જગ્યાએ તેમની સાથે મિત્રતાભર્યો વ્યવહાર કરવો. આજે અજાણ્યા વ્યક્તિ સાથે સંપર્ક ન કરવો.