નવા વર્ષે મંગળ ગ્રહ પોતાની ચાલ બદલવા જઈ રહયા છે, આ રાશિ વાળા લોકોની કિસ્મત ચમકી ઉઠવાની છે.

Posted by

13 જાન્યુઆરી 2023 એ મંગળ ગ્રહ વૃષભ રાશિમાં માર્ગી થશે. જેની અસર દરેક રાશિઓમાં જોવા મળશે. વૃષભ રાશિમાં માર્ગી મંગળ ઉર્જાના સ્તર અને લોકોના સ્વાસ્થ્યને પ્રભાવિત કરશે. માર્ગી મંગળનો 12 રાશિઓ પર ખાસ પ્રભાવ પડશે.

વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય સમય પર માર્ગી અને વક્રી થાય છે. જેની અસર માનવ જીવન અને દેશ દુનિયા પર જોવા મળે છે. મંગળ ગ્રહને આક્રામકતા અને ઉત્સાહ સાથે જોડવામાં આવે છે. મંગળ ગ્રહ સાહસ, શક્તિ અને પરિશ્રમનો ગ્રહ માનવામાં આવે છે. મજબૂત મંગળ તમારા પરાક્મને વધારે છે. તમારા માટે શુભદાયક અને ફળદાઈ હોય છે. જો મંગળ કમજોર છે તો તમને ઘમંડી બનાવી શકે છે.

13 જાન્યુઆરી 2023એ મંગળ ગ્રહ વૃષભ રાશિમાં માર્ગી થશે. જેની અસર દરેક રાશિઓમાં જોવા મળશે. વૃષભ રાશિમાં માર્ગી મંગળ ઉર્જાનું સ્તર અને લોકોના સ્વાસ્થ્યને પ્રભાવિત કરશે. જેનાથીવ્યવહારમાં ઉતાર ચઢાવ, વ્યવસાયમાં અણધારીતા થશે. માર્ગી મંગળનું 12 રાશિઓ પર ખાસ પ્રભાવ પડે છે. પરંતુ અમુક એવી રાશિઓ છે જેને માર્ગી મંગળ વધારે સફળતા આપશે. આવો જાણીએ તે કઈ રાશિઓ છે.

કર્ક રાશી
રૂપિયા-પૈસાના મામલામાં ખાસ સાવધાની રાખવાની જરૂર છે. ઠગોથી સાવધાન રહો અને દેવા-ઉધારથી દૂર રહો. કર્ક રાશિના જાતકો દ્વારા લેવામાં આવતા વ્યાપાર અને નોકરીમાં સફળતા રંગ લાવશે. સમાજમાં તમને માન સન્માન મળશે. શેર બજારમાં પણ લાભ થશે. વ્યવસાય સંબંધોમાં વધારો થશે. પરિવારના લોકો સાથે સંબંધમાં સુધાર થશે.

મકર રાશી
મકર રાશિના લોકોમાં કાર્યક્ષેત્રમાં મળશે તરક્કી. મંગળના માર્ગી થવાથી બિઝનેસમાં થશે લાભ. આ સમય વિદ્યાર્થીઓ માટે સૌથી સારો રહેશે. આ સમય માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

કુંભ રાશી
કુંભ રાશિના જાતકોને પ્રોફેશનલ જીવનમાં ઓળખ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. જવાબદારીઓને સંભાળવા માટે સૌથી આગળ રહેશો. જમીન જાયદાદ અથવા વાહનનો સોદો ફાયદાકારક રહેશે. પરિવારના સ્વાસ્થ્યનો આ સમયે ખાસ ખ્યાલ રાખો. શૌક્ષણિક પ્રયાસોમાં વિજયી થતા વિદ્યાર્થીઓ માટે આ સમય સરળ રહેશે.

મીન રાશી
મીન રાશિના જાતકોને થોડા સમયમાં જ શુભ સમાચાર મળવાની સંભાવના છે. નોકરીમાં આવક વધશે અને પદમાં પ્રમોશન મળશે. દાંપત્ય જીવન સુખમય રહેશે. જે લોકોના લગ્નમાં મોડુ થઈ રહ્યું છે તેમના લગ્ન જલ્દી થઈ જશે. બિઝનેસમાં સફળતા મળશે. રોકાણ માટે સારો સમય રહેશે.