પતિ માટે પત્નિથી સારો મિત્ર બીજો કોઈ ના હોય શકે, દરેક પતિ-પત્ની માટે પ્રેરણાત્મક કિસ્સો

Posted by

એક સોસાયટીમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સોસાયટીનાં બધા જ પરણિત કપલને બોલાવવામાં આવ્યા. સાંજનો સમય હતો. બધા લોકો પોતાના ઓફિસથી આવ્યા બાદ સીધા પાર્ટીમાં પહોંચી ગયા. બધા એકબીજા ને મળ્યા, રાત્રિનું ભોજન પણ સાથે જ લીધું ત્યારબાદ એક વડીલ પાર્ટીમાં આવ્યા અને તેમણે કહ્યું કે આજે આપણે આ પાર્ટી રાખી છે, તે એક ખાસ પાર્ટી છે. આજે આપણે કંઈક નવું કરવાના છીએ. આખો દિવસ આમને આમ ઓફિસ – વેપાર ના કામો માં નીકળી જાય છે. તો ચાલો આજે આપણે બધા એક ગેઈમ રમીએ.

વડીલ વ્યક્તિ એ એક વ્હાઇટ બોર્ડ લીધુ અને પાર્ટીમાંથી એક મહિલાને બોલાવી. ત્યારબાદ તે મહિલાને કહ્યું કે, તેને આ બોર્ડ પર ૨૪ નામ એવા લખવાના છે, જેને તે પ્રેમ કરતી હોય, જે તેના પોતાના હોય. તે મહિલાએ પોતાની માં, પિતા, પતિ, બાળકો, સગા સંબંધીઓ અને પડોશીઓના નામ લખ્યા. હવે તે વડીલ વ્યક્તિ થોડું હસ્યા અને કહ્યું કે ચાલો હવે આમાંથી ૧૦ નામ કાઢી નાખો, જેને તમે ઓછું પસંદ કરતા હોય અને જેના વગર તમે આસાનીથી રહી શકો મહિલાને થોડો સંકોચ થયો, પરંતુ જ્યારે વડીલ વ્યક્તિએ એવું કરવા માટે ફરી જણાવ્યુ ત્યારે મહિલાએ પોતાના પાડોશીઓનાં નામ કાઢી નાખ્યા.

પાર્ટીમાં હાજર રહેલા બધા જ લોકો આ બધું જોઈ રહ્યા હતા. હવે વ્યક્તિએ મહિલાને કહ્યું કે ચાલો આમાંથી વધુ ૧૦ નામ કાઢી નાખો, જેને તમે ઓછો પ્રેમ કરતા હોવ મહિલાએ ત્યારબાદ પોતાના સગા સંબંધીઓના નામ વ્હાઇટ બોર્ડ માંથી કાઢી નાખ્યા. હવે બોર્ડમાં ફક્ત ૪ નામ બચેલા હતા, માં, પિતા, પતિ અને બાળક. બધા લોકો આ ગેઈમ જોઈ રહ્યા હતા, ત્યાં જ વડીલ વ્યક્તિ ફરીથી વિનંતી કરી કે આમાંથી વધુ ૨ નામ કાઢી નાખો. હવે તે મહિલા અસમંજસ માં મુકાઈ ગઈ. ગેઈમ તો તે મહિલા રમી રહી હતી, પરંતુ ત્યાં હાજર બધા લોકોનો હ્રદય ના ધબકારા વધી ગયા.

વડીલ દ્વારા ભાર પૂર્વક કહેવાથી મહિલાએ રડતાં રડતાં ૨ નામ પોતાના માતા-પિતાના બોર્ડ પરથી ભૂસી નાખ્યા. બોર્ડ પર હવે માત્ર ૨ નામ હતા, પતિ અને બાળક. હવે તે વ્યક્તિએ ફરી કહ્યું ચાલો હવે આમાંથી વધુ એક નામ કાઢી નાખો. તે મહિલા ખૂબ મૂંઝવણ માં મુકાઈ. પરંતુ તે વડીલે તેને હિંમત આપી કે આ ફક્ત એક ગેઈમ છે, તમે વધારે એક નામ કાઢી નાંખો.

પેલી મહિલા આગળ વધી અને તેણે પોતાના બાળકનું નામ કાઢી નાખ્યું. હવે બોર્ડ પર ફક્ત તેના પતિનું નામ હતું. વ્યક્તિએ તે મહિલાને પોતાની સીટ પર બેસી જવા માટે કહ્યું અને ત્યાં રહેલા બધા લોકોને તે વડીલે સવાલ કર્યો કે, આવું શા માટે બન્યું કે ફક્ત પતિનું નામ જ આ બોર્ડ પર રહી ગયું? પરંતુ કોઈ જવાબ આપી શક્યું નહીં.

વ્યક્તિએ ફરીથી તે મહિલાને બોલાવી અને પૂછ્યું કે તમે પોતાના પતિનું નામ જ બોર્ડ પર શા માટે રાખ્યું? તમારા માતા-પિતા એ તમને જન્મ આપ્યો છે, છતાં તમે તેમનું નામ પણ કાઢી નાખ્યું અને જે બાળકોને તમે પોતાના ગર્ભમાંથી જન્મ આપ્યો છે, તેમનું નામ પણ તમે કાઢી નાખ્યું, આવું શા માટે?

મહિલા બોલી – સર, હું મારા માતા-પિતાને પ્રેમ કરું છું, પરંતુ મારા માતા-પિતા વૃદ્ધ થઈ ચૂક્યા છે અને તેઓ જલ્દી મને છોડીને ચાલ્યા જશે. હું મારા દીકરાને પણ પ્રેમ કરું છું, પરંતુ ખબર નહીં તે મોટો થઈને મારો સાથ આપશે કે નહીં? પરંતુ મારા પતિ જ્યાં સુધી મારી સાથે છે, ત્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે. હું તેમની અર્ધાંગિની છું, તેઓ મારું અડધું શરીર બનીને મારો સાથ આપશે અને જીવનભર મારા દરેક સુખ-દુઃખમાં મારી સાથે રહેશે. એટલા માટે મારા પતિ મને સૌથી વધારે પ્રિય છે.

મહિલાની વાતને બધા લોકોએ તાળીઓ વધાવી. બધા લોકો તે મહિલાની સમજ ની પ્રશંસા કરી રહ્યા હતા. ત્યારે તે વ્યક્તિ એ કહ્યું, આ તો આપણે આજે ગેઈમ રમ્યા ગેઈમ અને મસ્તી પોતાની જગ્યાએ હોય છે, પરંતુ આ ગેઈમમાં તમારા જીવનની હકીકત છુપાયેલી છે. પતિ અને પત્ની એકબીજાનો અડધું અંગ હોય છે અને એકબીજા વગર જીવન ખૂબ જ મુશ્કેલ બની જાય છે. એટલા માટે બધા પતિ-પત્નીઓએ એકબીજાને માન આપવું  જોઇએ અને દરેક સુખ-દુઃખમાં એકબીજાનો સાથ નિભાવવો જોઈએ, ત્યારે જ લગ્નજીવન નો સાચો અર્થ સાર્થક થાય છે.

તમને અમારો આ આર્ટીકલ ગમ્યો હોય તો તમારા સોનેરી વિચારો અમારા સુધી પહોંચાડવાનું ભૂલશો નહીં. નીચે કોમેન્ટ બોક્સમાં તમારા જવાબ ની રાહ જોવામાં આવશે, ત્યાં જઈને અમને તમારા વિચાર લખીને જણાવો.