પતિ-પત્ની એક જ થાળીમાં ખાય તો બરબાદ થઈ શકે છે ઘર, જાણો શું કહે છે શાસ્ત્રો

Posted by

ભારત દેશમાં દરેક ચીજને લઈને ઘણા પ્રકારની માન્યતા છે. વળી ભીષ્મ પિતામહે અર્જુનને આપેલા મહત્ત્વનાં સંદેશો માં જણાવેલ હતું કે જે થાળીને કોઈનો પગ લાગે જાય તે થાળીને ત્યાં જ છોડી દેવી જોઈએ. ભીષ્મ પિતામહે કહ્યું હતું કે ભોજન દરમિયાન જે થાળીમાં વાળ આવે તો તે થાળી નો ત્યાગ કરી દેવો જોઈએ. વાળ આવી ગયા બાદ પણ ભોજન કરવાથી ઘરમાં દરિદ્રતા વધે છે. ભોજન કરતા પહેલા જો કોઈ વ્યક્તિ થાળીને ઓળંગી જાય છે, તો આવું ભોજન કરવું જોઇએ નહીં. આવા ભોજનને કીચડ સમાન માનવામાં આવે છે.

સાથો સાથ ભીષ્મ પિતામહે અર્જુનને કહ્યું હતું કે એક જ થાળીમાં ભાઈ-ભાઈ ભોજન કરે છે તો તે અમૃત સમાન માનવામાં આવે છે. આવા ભોજનથી ધન-ધાન્ય, સ્વાસ્થ્ય અને માં લક્ષ્મીનું ઘરમાં આગમન થાય છે. અર્જુન પોતે પાંચ ભાઈઓ હતા અને હળીમળીને તથા શેર કરીને ભોજન ખાતા હતા. લાક્ષાગૃહ ની ઘટના બાદ પંડિત વેશમાં જ્યારે અર્જુને દ્રૌપદીને સ્વયંવરમાં જીતેલ તો માતા કુંતીએ તેમને અજાણતામાં જ પરસ્પર વહેંચી લેવાનું કહ્યું હતું. આ રીતે દ્રૌપદી પાંચ ભાઈઓની આત્માના રૂપમાં સ્થાન મેળવ્યું.

ભીષ્મ પિતામહે પતિ-પત્નીને એક જ થાળીમાં ભોજન કરવાને અયોગ્ય માનેલ છે. ભીષ્મ પિતામહનાં જણાવ્યા અનુસાર એક જ થાળીમાં પતિ-પત્ની ભોજન કરે છે, તો આવી થાળી માદક પદાર્થો થી ભરેલી માનવામાં આવે છે. શક્ય હોય તો પત્નીએ પતિના ભોજન કરી લીધા બાદ ભોજન કરવું જોઇએ. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં સુખ વધે છે. અમે અહીંયા સ્પષ્ટ કરી દઈએ કે ભીષ્મ પિતામહની આ વાતથી ઘણા વ્યક્તિઓ સહમત નહીં હોય, પરંતુ અહીંયાં આ વાત ફક્ત પૌરાણિક કથાઓ અનુરૂપ રાખવામાં આવેલ છે.