રાશિફળ ૭ ઓક્ટોબર ૨૦૨૨, આ રાશિના જાતકોને મળશે નસીબનો લાભ, ખુલશે નવા અવસર

Posted by

મેષ રાશિ

આજનો દિવસ આ રાશિના જાતકો માટે અનુકૂળ રહેશે. ખર્ચમાં કમી આવશે અને આવકમાં વધારો થશે. આજે તમારું બેંક બેલેન્સ વધી શકશે. કામકાજના સંબંધમાં આજનો દિવસ અનોખા પરિણામ લાવશે અને તમે ખૂબ જ મજબૂત બનશો. પરિવારના સભ્યો તમારો પૂરો સહયોગ આપશે જેનાથી તમે ખૂબ જ સેલ્ફ કોન્ફિડન્સનો અનુભવ કરશો. સ્વાસ્થ્ય મજબૂત રહેશે પરંતુ ખાવા-પીવાની આદતો પર ધ્યાન આપવું. ખાવાપીવાની ખરાબ આદતો તબિયત બગાડી શકે છે.

વૃષભ રાશી

ગ્રહોની સ્થિતિ સૂચિત કરે છે કે આજે તમે પોતાની જાત પર ભરોસો કરી અને બીઝનેસને આગળ વધારવા માટે નવું વિચારી શકશો. ભાગ્ય પણ આજે તમારો સાથ આપશે. જેનાથી કામમાં સફળતા જરૂર મળશે. આજના દિવસે ખર્ચની થોડી ચિંતા રહી શકે છે. અન્ય ઘણી ચિંતાઓમાંથી બહાર નીકળી શકશો અને જીવનને અલગ રીતથી જોઈ શકશો. વ્યક્તિગત જીવન ખૂબ જ ખુશી આપવાવાળું સાબિત થશે અને જીવનસાથી સાથે નિકટતા વધશે. આજે કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ ખરીદવાનું થઈ શકે છે.

મિથુન રાશિ

આ રાશિના જાતકો માટે ગ્રહોની સ્થિતિ અનુકૂળ ન હોવાથી થોડી સાવધાની રાખવી. કોઈને ઉધાર આપવાથી બચવું અને ખર્ચ પર ધ્યાન આપવું. વ્યક્તિગત જીવનમાં ખુશી રહેશે પરંતુ કામકાજના સંબંધમાં અન્ય લોકો પર નિર્ભર રહેવું પડશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવી શકે છે. તમારા વિરોધીઓ આજે મજબૂત સ્થિતિમાં રહેશે એટલા માટે સાવધાનીથી દિવસ પસાર કરવો.

કર્ક રાશિ

આજના દિવસે બધા નિર્ણયો તમારા પક્ષમાં આવી શકે છે. આવકની સ્થિતિ સારી બની રહેશે જેના કારણે મનમાં ઉત્સાહ રહેશે. પર્સનલ લાઈફમાં અનેક ખુશીઓ મળશે અને પ્રિય પાત્ર સાથે ખુલીને વાત કરી શકશો. જીવનસાથી પણ આજે તમારા બિઝનેસમાં કોઈ મોટું યોગદાન આપી શકે છે. નોકરી હોય કે બિઝનેસ, બધી દિશામાં આજે તમારો દિવસ સારો રહેશે અને કામકાજ સાથે સંકળાયેલા શ્રેષ્ઠ પરિણામ હાથ લાગશે. આજના દિવસે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

સિંહ રાશી

ગ્રહોની સ્થિતિ કાર્યક્ષેત્રમાં આજે તમને મજબુતી આપશે. તમે તમારી બુદ્ધિનો પૂરતો ઉપયોગ કરી શકશો અને મુશ્કેલ કામને પણ આજે ખૂબ જ સરળતાથી નિપટાવી શકશો. આજે તમને બધા જ ક્ષેત્રમાં સફળતા મળશે જેના કારણે તમારી ખૂબ જ પ્રશંસા થશે. આજે કુટુંબ કરતાં વધારે કામ પર ધ્યાન રાખવાથી ફાયદો થશે. પર્સનલ લાઇફમાં દિવસ ખૂબ જ અનુકૂળ રહેશે અને કુટુંબના લોકોનો સહયોગ પ્રાપ્ત થશે. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

કન્યા રાશિ

આ રાશિના જાતકોને આજે ભાગ્ય સાથ આપશે. જેના કારણે બગડેલા કામ પણ બનવા લાગશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. ઘરના લોકોનો સપોર્ટ મળી રહેશે. આજે પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. જેના કારણે તમે ખૂબ જ હળવાશનો અનુભવ કરશો. પરિવારનાં સભ્યો સાથે બોલાચાલી થઈ શકે છે. આજે કોઈ મિત્ર સાથે ઝઘડો થઈ શકે છે માટે સાવધાની રાખવી. આવક સારી જળવાઈ રહેશે જેના કારણે આર્થિક સ્થિતિ મજબૂત થશે. નોંકરી કરનાર જાતકોને આજના દિવસ સફળતા હાથ લાગશે.

તુલા રાશિ

આજના દિવસે તમારું વર્ક લાઈફનું બેલેન્સ થોડુંક બગડી શકે છે. સ્વાસ્થ્યનો પાયો નબળો પડી શકે છે. ઋતુગત બીમારી તમને પરેશાન કરી શકે છે માટે સાવધાન રહેવું. સ્વાસ્થ્ય સિવાય આજે આર્થિક સ્થિતિની દ્રષ્ટિએ ધન હાનીના યોગ બની શકે છે. એટલા માટે આર્થિક બાબતોમાં પણ સાવધાન રહેવું. કોઈને પૈસા ઉધાર ન આપવા અને રોકાણ કરવાથી પણ બચવું. બિઝનેસ કરવા વાળા લોકો માટે સારો દિવસ રહેશે. બિઝનેસમાં સારી સફળતા મળી શકશે. નોકરી કરતા લોકો પોતાના કામમાં ખુશીઓ મેળવી શકશે જેના કારણે વ્યક્તિગત જીવનમાં પણ ખુશીઓ આવશે.

વૃષીક રાશિ

આજે તમે માનસિક રીતે ખૂબ જ આનંદિત રહેશો અને પર્સનલ લાઈફમાં એટલી પ્રસન્નતા રહેશે કે તમે ગીત ગાતા નજર આવશો. ખૂબ જ રોમેન્ટિક રહેશો અને તમારી અંદર એકદમ ઉર્જાનો અનુભવ કરશો. ગૃહસ્થ જીવન ખૂબ જ ખુશ રહેશે જ્યારે પ્રેમ જીવન જીવી રહેલા લોકોને પણ પોતાના સંબંધમાં મીઠાશ જોવા મળશે. આજે કોઈ શ્રેષ્ઠ યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે.

ધન રાશિ

આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડું ટેન્સન રહી શકે છે. એટલા માટે જોખમ વાળા કામથી દૂર રહીને સામાન્ય જીવન વ્યતિત કરવું. પોતાની અંદર કોઈ વાતને લઈને ડાઉટ ન કરવો. ગૃહસ્થ જીવનમાં કેટલાક તણાવ જોવા મળી શકે છે. આજના દિવસે તમારો ખર્ચ આકાશને આંબી શકે છે જેની સામે આવક એકદમ ઓછી રહેશે. માટે થોડી સાવધાની રાખવી અને ધનના સદુપયોગ પર ભાર આપવો. આજે કોઇ કોમ્પિટિશનમાં સફળતા મળી શકે છે. નોકરી કરતા લોકોને સારા પરિણામ મળી શકે છે.

મકર રાશિ

આજના દિવસે આખા દિવસ દરમિયાન તમારા ચહેરા પર આછી-પાતળી ખુશી જળવાઈ રહેશે. તમે તમારા પ્રિય પાત્ર સાથે મનની વાત કહી શકશો. આર્થિક દૃષ્ટિએ વાત કરીએ તો આવકનો પાયો મજબૂત થશે. સંપત્તિ સાથે જોડાયેલી બાબતોમાં આજે તમે સફળતાનું સર્જન કરી શકશો. સામાન્ય ખર્ચ સિવાય આજનો દિવસ બધી બાજુથી સફળતા લાવશે. લગ્નજીવનમાં તમને ખુશીઓ મળશે અને સંતાન તરફથી આજે તમે ખૂબ જ સંતુષ્ટ રહેશો.

કુંભ રાશિ

જો આજના દિવસે માનસિક તણાવથી દૂર રહી શકશો તો અન્ય બાબતોમાં ખૂબ જ શ્રેષ્ઠ દિવસ રહેશે. આવક વધવાની સાથે-સાથે રોકાયેલું નાણું પાછું ફરી શકે છે. આજે ધાર્મિક કામોમાં મન લાગેલું રહેશે. પૂજાપાઠ કરતા લોકો અન્ય ધાર્મિક કાર્યોમાં પણ રસ લેશે. તમારૂ સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે. તમારી અંદર પ્રચંડ આત્મવિશ્વાસ જોવા મળશે. બિઝનેસમાં ઉત્તમ સફળતા પ્રાપ્ત થશે. નોકરી કરતા લોકોએ કેટલાક ચડાવ-ઉતારનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળ પર કોઈ સાથે ઝઘડો ન કરવો. પ્રેમ જીવનમાં ખુશીઓ આવશે.

મીન રાશિ

આ રાશિનો આજનો દિવસ મુસાફરીમાં વીતી શકે છે. મિત્રો સાથે અથવા ઓફિસના કામને કારણે બહાર જવું પડી શકે છે. વ્યક્તિગત જીવન ઠીકઠાક રહેશે પરંતુ આવક ખૂબ જ સારી રહેશે. આજે કાર્યસ્થળ પર કોઈ મોટું પ્રમોશન મળવાની વાત થઈ શકે છે અથવા ગવર્મેંટ તરફથી કોઈ મોટો બેનિફિટ્ મળી શકે છે. ભાગ્યની સફળતા તમને આગળ વધવાની તક આપશે જેના કારણે તમારા હાથમાં મોટા ધનની પ્રાપ્તિ થઇ શકે છે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે જેના કારણે તમે ખુશ રહેશો. આર્થિક સ્થિતિ સુદ્રઢ બનાવવા માટે તમે વધારે પ્રયત્નો કરી શકશો. પર્સનલ લાઇફમાં ખુશીઓ જળવાઈ રહેશે.