મેષ રાશિ
કોઈ નજીકના સંબંધીને ત્યાં સમારોહમાં જવાનું આમંત્રણ મળશે. ઘણાં સમય પછી લોકો સાથે હળવા-મળવાથી ખુશી મળશે. જો કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો સમજણ અને વિવેકથી કામ લેવું, જેથી તમને નિશ્ચિત સફળતા મળશે. કોઈપણ નિર્ણય ઉતાવળની જગ્યાએ શાંતિથી લેવો. તમને લાભદાયક પરિણામ મળી શકે છે. યાત્રા કરતા સમયે અજાણ્યા લોકોના સંપર્કમાં જવાનું ટાળવું. જમીન-સંપત્તિને લગતા દસ્તાવેજની કાર્યવાહી સાવધાનીથી કરવી. મિલકતને લગતા વેપારમાં મહત્વપૂર્ણ ડીલ ફાઇનલ થઈ શકે છે. પરંતુ આ પ્લાન કોઈ સાથે શેર ન કરવો નહીતર કોઈ તેનો ફાયદો ઉઠાવી શકે છે. ઓફિસના વાતાવરણમાં કોઈ પ્રકારની રાજનીતિ ચાલી રહેલી હોય તો તેનાથી સાવધાન રહેવું.vજીવનસાથી તથા પરિવારના લોકોનો તમને યોગ્ય સહયોગ મળી શકે છે. તેનાથી તમારા કામનું ભારણ ઓછું થશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે.
વૃષભ રાશિ
કામ વધારે હોવા છતાં તમે તમારા વ્યક્તિગત તથા રસ વાળા કાર્યો માટે સમય કાઢી શકસો. નજીકના સંબંધી સાથે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે. વિદ્યાર્થીઓ તથા યુવાઓને અભ્યાસ સાથે-સાથે બીજા ક્ષેત્રોમાં પણ જાણકારી મેળવવાનો રસ રહેશે. ઘરના કોઈ સભ્યના લગ્નજીવનમાં સમસ્યા આવવાથી તણાવ રહેશે. આ સમયે ધીરજ અને સંયમથી પરિસ્થિતિઓને સાંભળવાના પ્રયત્નો કરવા. બહારના વ્યક્તિઓની દખલ તમારા પરિવારમાં થવા દેશો નહીં. કાર્યક્ષેત્રમાં તમને તમારી મહેનત પ્રમાણે પરિણામ મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. સરકારી નોકરીમાં કોઈ પ્રકારના બિનજરૂરી કામમાં રસ ન લેવો. કોઈ પૂછપરછ વગેરે થઇ શકે છે. પતિ-પત્ની વચ્ચે અહંકારના કારણે તણાવ રહી શકે છે. એકબીજાની ભાવનાઓનું સન્માન કરવું તેમજ ઘરમાં પણ મધુરતા બનાવી રાખવી.
મિથુન રાશિ
થોડો સમય બાળકો સાથે પણ પસાર કરવો તથા તેમની સમસ્યાઓનું સમાધાન શોધવું. તેનાથી તેમનું મનોબળ વધશે. કોઈ વડીલ વ્યક્તિની મદદથી તમે સફળ થઈ શકો છો. ઘરમાં મહેમાનોની અવરજવર રહી શકે છે.bઆ સમયે આવકથી વધારે ખર્ચની સ્થિતિ રહેશે. કોઈપણ કામ કરતા પહેલાં બજેટ બનાવી રખવું. વિદ્યાર્થી વર્ગ એ મસ્તી સાથે-સાથે અભ્યાસમાં પણ ધ્યાન આપવું. ગેરકાયદેસર કાર્યોમાં પડવું નહીં. તમારે તમારા વ્યવસાયમાં જે ફેરફારને લગતી યોજના બનાવી છે, તેને શરૂ કરવાનો અનુકૂળ સમય છે. નજીકના ભવિષ્યમાં તેના અનુકૂળ પરિણામ મળશે. પરંતુ ટેક્સ સાથે જોડાયેલ કોઇ પણ સમસ્યા નો ઉકેલ આવી શકે છે.પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થવાથી તણાવ દૂર થશે.
કર્ક રાશિ
રચનાત્મક તથા ધાર્મિક કાર્યો પ્રત્યે રસ રહેશે. કોઈ નજીકના વ્યક્તિની પરેશાનીમાં તેમનો સહયોગ કરવાથી તમને આત્મિક સુખ મળી શકે છે. જો કોર્ટને લગતી કોઈ બાબત ચાલી રહી છે, તો આજે તેનું સકારાત્મક પરિણામ મળી શકે છે. બાળકોની કોઈ નકારાત્મક ગતિવિધિ તણાવ આપી શકે છે. તમારી સમજદારી અને સમજણ દ્વારા સમસ્યાનો ઉકેલ પણ મળી શકે છે. પાડોસી કે કોઈ બહારના વ્યક્તિ સાથે ખોટા વિવાદમાં પડશો નહીં, તેનાથી તણાવ સિવાય બીજું કંઈ મળશે નહીં. વ્યવસાય કાર્યોને લગતી નજીકની યાત્રા થઈ શકે છે. સમયે પરિસ્થિતિ વધારે ફાયદાકારક તો નહીં રહે પરંતુ ગતિવિધિઓમાં થોડો સુધારો જરૂર થશે. જીવનસાથી સાથે સંબંધ સારા જળવાયેલા રાખવા માટે તમારે મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે પરંતુ લગ્ન બહારના સંબંધોથી દૂર રહેવું.
સિંહ રાશિ
તમારા વિચાર સકારાત્મક અને સંતુલિત જાળવી રાખવા. તમારી પરેશાનીઓનો ઉકેલ તમને મળી શકશે. ઘરને લગતી જવાબદારીઓને સમજો અને ગંભીરતાથી તેને પૂરી કરો. જીવનશૈલીમાં પણ સકારાત્મક પરિવર્તન આવી શકે છે. કોઈ નજીકના મિત્ર કે સંબંધીની ખોટી સલાહ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. માટે વધારે સારું રહેશે કે તમે તમારા નિર્ણયને જ પ્રાથમિકતા આપો. અચાનક જ કોઈ મોટો ખર્ચ આવવાથી બજેટ ખરાબ થઈ શકે છે. કોઈપણ પ્રકારના પ્રલોભનથી બચવું. કાર્યક્ષેત્રમાં નવા પ્રયોગ કરવામાં તમારો રસ રહેશે. તમારો રસ આર્થિક રીતે ફાયદા કારક રહેશે. નોકરી કરતા લોકોએ ફાઇલોને સંભાળીને રાખવી. ઓફિસિયલ યાત્રા થઈ શકે છે. પારિવારિક વાતાવરણ સકારાત્મક રહી શકે છે. પરંતુ પ્રેમ સંબંધોમાં વિશ્વાસ જેવી સ્થિતિ બની શકે છે.
કન્યા રાશિ
થોડા અનુભવી તથા વડીલ લોકોનું માર્ગદર્શન અને સહયોગ મળશે. તમને જીવનના થોડા સારા અનુભવ થશે. માનસિક અને આત્મિક રૂપથી તમે શાંતિનો અનુભવ કરશો. આ સમયે આર્થિક લાભની પણ શક્યતા છે. બીજા કાર્યોમાં વ્યસ્ત રહેવાની સાથે-સાથે બાળકોની ગતિવિધિઓ ઉપર પણ ધ્યાન રાખવું. આ સમયે કોઈપણ પ્રકારના રોકાણને ટાળવું. કેમ કે નાની ભૂલ પણ નુકસાનદાયી સાબિત થઈ શકે છે. વ્યવસાયિક સ્થળે અનુભવી અને વડીલોની સહમતિથી અનેક સમસ્યાઓ સરળતાથી ઉકેલાઈ જશે. પરંતુ અત્યારે કોઈ પણ પ્રકારના બદલાવ કરવા યોગ્ય નહિં રહે. નોકરી કરતા લોકો ઉપર મુશ્કેલીઓ આવવાથી પોતાના અધિકારીઓને મદદ લેવી જરૂરી છે. લગ્નજીવન મધુર રહી શકે છે. પરિવારમાં ખુશનુમા અને સુખદ વાતાવરણ બની રહેશે.