મેષ રાશિ
ઘરમાં માંગલિક કાર્યોનું આયોજન થશે. કોઈ મહત્વપૂર્ણ કે રાજનૈતિક વ્યક્તિ સાથે મુલાકાત પણ થઈ શકે છે, જે લાભદાયક રહેશે. વિદ્યાર્થી વર્ગને પોતાની મહેનત દ્વારા લક્ષ્ય મેળવવામાં સફળતા મળી શકે છે. ધ્યાન રાખો કે નાણાંકીય કાર્યોમાં હિસાબ-કિતાબ કરતા સમયે કોઈ પ્રકારની ભૂલ થઈ શકે છે. પરિવારના જ કોઈ વ્યક્તિના વ્યવહારથી મન થોડું પરેશાન રહી શકે છે. પરંતુ સમસ્યાને વાદ-વિવાદની જગ્યાએ શાંતિથી ઉકેલવાના પ્રયત્નો કરવા. આર્થિક દ્રષ્ટિએ સમય અનુકૂળ છે. પેમેન્ટ વગેરે ભેગું કરવામાં ધ્યાન આપવું. મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલા કામમાં સાવધાની રાખવાની જરૂર છે તેમાં કોઈ ઓર્ડર કેન્સલ થવાની સ્થિતિ પણ બને શકે છે ઓફીસનું વાતાવરણ શાંતિ વાળું રહેશે. પતિ-પત્નીના સંબંધોમા મધુરતા રહેશે. પ્રેમી પ્રેમિકાએ એકબીજાની ભાવનાઓને સમજવી અને સન્માન કરવું.
વૃષભ રાશિ
આર્થિક યોજનાઓને ફળીભૂત કરવા માટે યોગ્ય સમય છે એટલે પ્રયત્નો કરતા રહેવું. પ્રતિષ્ઠિત લોકો સાથે થોડો સમય પસાર કરવાથી તમારા વ્યક્તિત્વમાં પણ નિખાર આવી શકે છે. આ સમયે તમારો આત્મવિશ્વાસ પણ વધશે. સામાજિક ગતિવિધિઓમાં તમારું યોગદાન આપવું જરૂરી છે. આ સમયે ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. આર્થિક નુકસાન થવા જેવી સ્થિતિ બની રહી છે. તમારા પોતાના જ લોકો તમારી પરેશાનીનું કારણ બની શકે છે. બીજા લોકોની વાત ઉપર વિશ્વાસ ન કરીને તમારી જાતે છે બધા નિર્ણય લેવા. બહારના લોકોને પોતાના કાર્યસ્થળ ઉપર દખલ ન કરવા દેવી. કોઈ ગુપ્ત વાતો બહાર આવી શકે છે. આ સમયે વ્યવસાયમાં યોગ્ય વ્યવસ્થા બનાવવા માટે કાર્યપ્રણાલીમાં સુધારો લાવવાની જરૂર છે. નોકરી કરતા લોકોએ પોતાના કામમાં વધારે ધ્યાન આપવું. કામના કારણે ઘર-પરિવાર ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં. પરંતુ જીવન સાથે તેમજ પરિવારના લોકોના સહયોગથી ઉચિત વ્યવસ્થા બની રહેશે.
મિથુન રાશિ
આ સમયે લોકોની ચિંતા કર્યા વિના પોતાના કાર્યો ઉપર જ ધ્યાન આપવું. યોગ્ય સફળતા મળશે. જે લોકો તમારા વિરૂદ્ધ હતા તેઓ તમારા પક્ષમાં આવશો. જમીન-સંપત્તિને લગતું કોઈ કામ અટવાયેલું છે તો આજે તેમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે. મનમાં કોઈ અણબનાવ બનવાનો ભય રહી શકે છે. પરંતુ આ તમારી શંકા જ છે એટલે મનોબળ નબળું થવા દેશો નહીં. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર પણ અમલ કરવો. તે તમારા ભવિષ્ય માટે સારું સાબિત થશે. ઉચ્ચ અધિકારીઓ તથા અનુભવી વ્યક્તિઓનો સહયોગ બની રહેશે. તમારા કામ ઈચ્છા મુજબની સફળતા મળતી રહેશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધારે સારી રહેશે. નોકરીમાં પદોન્નતિ મળવાની સંભાવના છે. પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે. પરંતુ લગ્ન બહારના સંબંધોમાં રસ ન લેવો.
કર્ક રાશિ
તમારા આત્મવિશ્વાસ તથા કાર્યક્ષમતા દ્વારા પરિસ્થિતિઓને સારી કરવા માટે તમે પ્રયત્નો કરશો, જેમાં તમને સફળતા પણ મળી શકે છે. ઘરના વડીલ સભ્યોની સેવા અને દેખરેખનું પણ ધ્યાન રાખવું. જો મિલકતને લગતી કોઈ બાબત અટવાયેલ છે, આજે તેમાં ગતિ આવી શકે છે. વિદ્યાર્થીઓને પોતાની ઈચ્છા પ્રમાણે કોઇ પ્રોજેક્ટમાં સફળતા ન મળવાથી થોડા નિરાશ રહેશે. ફરી પ્રયત્ન કરો અને પોતાનું મનોબળ જાળવી રાખો. નકારાત્મક પ્રવૃત્તિના લોકો સાથે અંતર જાળવી રાખવું. નહીંતર તમારૂ માન-સન્માન ઓછું થઈ શકે છે. આ સમયે વ્યવસાયમાં કોઈપણ પ્રકારનું રિસ્ક લેવાનું ટાળવું. કારણ કે નુકશાનની સ્થિતિ બની રહી છે. માટે વધારે સારું રહેશે કે વર્તમાન ગતિવિધિઓ ઉપર જ ધ્યાન આપો. નોકરી કરતા લોકો અને પ્રગતિના સારા યોગ બની રહ્યા છે. પતિ-પત્ની વચ્ચે કોઈ પારિવારિક મુદ્દાને લઇને વિવાદ થઈ શકે છે. સમજદારીથી કામ લેવું તેમજ બીજાની ભાવનાઓનું સન્માન કરવું.
સિંહ રાશિ
ઘરમાં મહેમાનોની અવર-જવરથી વ્યસ્ત વાતાવરણ રહેશે. મહત્વપૂર્ણ વાતો ઉપર સકારાત્મક વાર્તાલાપ પણ થશે. બાળકો તરફથી કોઇ શુભ સમાચાર મળી શકે છે. ઘરની નાની-મોટી નકારાત્મક વાતોને અવગણવી. દખલ કરવાથી ઘરની વ્યવસ્થા ખરાબ થઈ શકે છે. સહજ અને સંયમિત સ્વભાવ રાખવો એ તમારા સ્વભાવ માટે જરૂરી છે. વધારે સારું રહેશે કે પોતાની જાતને જ વ્યસ્ત રાખો. દિવસની શરૂઆતમાં થોડી ભાગદોડ જેવી સ્થિતિ રહેશે. બપોર પછી પરિસ્થિતિઓ અનુકૂળ બનતી જશે. બહારની ગતિવિધિઓ તેમજ માર્કેટિંગ સાથે જોડાયેલા કામમાં વધારે ધ્યાન આપવું. સારા કરાર થઈ શકે છે. પતિ-પત્નીના સંબંધોમા મધુરતા રહી શકે છે. પારિવારિક વાતાવરણ ખુશનુમા બની રહેશે.
કન્યા રાશિ
આજનું ગ્રહનું પરિભ્રમણ તમારા માટે લાભદાયી અને સુખમય પરિસ્થિતિ બનાવી રહ્યું છે. તમારી કોઈ યોગ્યતા લોકો સામે જાહેર થશે. એટલે તમારા ખાસ કાર્યો ઉપર ધ્યાન આપવું. આર્થિક સ્થિતિ પણ સારી રહી શકે છે. ક્યારેક તમારું મન કોઈ બાબતે વિચલિત થઈ શકે છે. કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી જેથી તમને સમસ્યાનું યોગ્ય સમાધાન પણ મળી શકે છે. થોડો સમય બાળકો સાથે પણ પસાર કરવો જરૂરી છે. કાર્યક્ષેત્રમાં લગભગ બધા કામ અડચણો વગર પૂર્ણ થતા જશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. નોકરીમાં લોકોએ પોતાના કામ પ્રત્યે વધારે સાવધાની રાખવાની જરૂર છે નહીંતર કોઈ ભૂલને કારણે ઉપરી અધિકારીઓની નારાજગી સહન કરવી પડશે. કોઈ વિપરિત લિંગના મિત્ર સાથે મુલાકાત થશે અને તમારી જૂની યાદો તાજી થશે. પારિવારિક વાતાવરણ સુખદ બની રહેશે.