રાશિફળ સોમવારથી શુક્રવાર, આ રાશિના જાતકો માટે વધશે કાર્યની ગુણવતા, નફામાં પણ થશે વધારો

Posted by

તુલા રાશિ

જો કોર્ટ કેસને લગતી ગતિવિધિઓ ચાલી રહી છે તો આજે તેમાં સફળતા મળવાની શક્યતા છે. તમારો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ તથા સંતુલિત વ્યવહાર પણ તમને દરેક પરિસ્થિતિમાં જીવન પસાર કરવાની પ્રેરણા આપે છે. રૂપિયા-પૈસાની બાબતે કોઈના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો. કોઈ નજીકના સંબંધી અંગે ખાસ મિત્રને લગતી કોઈ અપ્રિય સૂચના મળવાથી નિરાશ રહેશો. કોઈ ધાર્મિક સ્થળે અથવા એકાંતમા સમય પસાર કરવાથી તમને આ સમસ્યાથી રાહત પણ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં ઉત્પાદનની ગુણવત્તા ઉપર વધારે ધ્યાન આપવું. માર્કેટમાં તમારી અલગ ઓળખ મળશે. કામકાજ પણ વધશે. યુવાઓ પણ ઓનલાઈન પ્રોફેશનલ જાણકારીઓ મેળવવા માટે વ્યસ્ત રહેશે, કારણકે તેમણે પોતાના ટાર્ગેટ પુરા કરવામાં વધારે મહેનત કરવી પડશે. પતિ-પત્નીનો એકબીજા સાથે સહયોગ ઘરના વાતાવરણને વ્યવસ્થિત જાળવી રાખશે. પરંતુ બાળકોની ગતિવિધિઓ પર નજર રાખવી જરૂરી છે.

વૃશ્ચિક રાશિ

સંતાન કે વ્યક્તિગત કોઈ સમસ્યાને લઇને કોઈ નજીકના મિત્ર સાથે યોગ્ય સલાહ કે મદદ મળી શકશે, જેથી તમે તણાવમુક્ત અનુભવશો. રાજનૈતિક અને સામાજિક સીમા વધશે, આ સંપર્ક સૂત્ર તમને ફાયદો આપી શકે છે. ક્યારેક કામ વધારે રહેવાથી તમારા સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે છે. તમારા કામને બીજા લોકો સાથે વહેંચતા શીખો તથા ધીરજ રાખવી. યુવાઓને ખરાબ ટેવ અને સંગતથી દૂર રહેવાની જરૂરી છે. વેપારમાં પરિવર્તનને લગતી જે યોજનાઓ બની રહી છે, તેના ઉપર મહેનત કરો . કારણ કે પરિવર્તન તમારા વેપારને નવી દિશા આપશે. વ્યવસાયિક સ્થળ પર દિશાઓનું પુરતું ધ્યાન રાખવું. તેનાથી સકારાત્મક ઉર્જા મળશે. ઘરનું વાતાવરણ સુખમય રહી શકે છે તથા બધા સદસ્યો વચ્ચે પ્રેમ પણ જળવાઈ રહેશે.

ધન રાશિ

દિવસનો થોડો સમય અધ્યાત્મિક અને ધાર્મિક સ્થાને પણ પસાર કરવો, તેનાથી છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલાં તણાવથી રાહત મળી શકે છે. તમે વર્તમાન કાર્ય ઉપર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઈ મકાનના નિર્માણને લગતું કાર્ય અટકી રહ્યું છે તો તેને ફરીથી શરૂ કરવા માટે યોગ્ય સમય છે. કોઈપણ અજાણ્યા વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરવો. તેમના દ્વારા પરિવારના સંબંધોમાં ગેરસમજ અને માનહાનિ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. આ સમયે તમારી કાર્યક્ષમતા ઉપર જ વિશ્વાસ રાખીને આગળ વધવું યોગ્ય છે. આજે કાર્યક્ષેત્રમાં થોડા પડકારનો સામનો કરવો પડી શકે છે, આ સમયે સમજણ અને દૂર દૃષ્ટિથી કામ લેવું. તમે આ પરેશાનીઓ માંથી બહાર આવવામાં સફળ રહી શકો છો. જોકે વ્યવસાયના સ્થળ પરની કાર્યપ્રણાલીમાં થોડો ફેરફાર કરવો, જેથી સકારાત્મક વાતાવરણ બનશે. પતિ-પત્નીનો એકબીજા પ્રત્યે સહયોગાત્મક વ્યવહાર ઘરમાં સુખ-શાંતિ અને અનુશાસન જાળવી રાખશે. મિત્રોને મળવાનો અવસર મળશે.

મકર રાશિ

ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહી શકે છે. અનુશાસન જાળવી રાખવામાં માટે તમારે ખાસ પ્રયત્નો કરવા. ઘરના વડીલોનો સાથ અને સહયોગ લેવામાં તમને તમારા અનુભવ દ્વારા ઘણું શીખવા પણ મળી શકે છે. વિદ્યાર્થીઓ અને યુવાઓ સાથે હરવા-ફરવામાં સમય બરબાદ ન કરવો. પારિવારિક સભ્યો સાથે પણ સમય પસાર કરવો. આ સમયે કોઈપણ લેવડદેવડને લગતા કાર્યોમાં રૂપિયાનું રોકાણ ન કરશો. નુકસાન થવાની શક્યતા છે. આજે વ્યવસાયમાં અચાનક જ કોઈ મહત્વપૂર્ણ જાણકારી મળી શકે છે. જે ખુબ જ ફાયદાકારક રહેશે. આર્થિક પક્ષ પણ મજબુત રહેશે. ભાગીદારી સંબંધી યોજના બની રહેલ હોય તો કોઈ પણ નિર્ણય લેતા પહેલા ફરીથી વિચાર કરી લેવો. કોઈપણ વિપરીત લિંગના મિત્રના કારણે ઘરમાં થોડો તણાવ ઊભો થઈ શકે છે. એટલા માટે મિત્રતામાં થોડું અંતર રાખવું. પ્રેમ સંબંધ વિશે પરિવારને જણાવવા માટે ઉત્તમ સમય છે.

કુંભ રાશિ

ધર્મ-કર્મ તથા અધ્યાત્મ પ્રત્યે વધતો તમારો વિશ્વાસ તમને શાંતિ અને સકારાત્મક ઊર્જા આપી રહ્યું છે. તમે જીવનને સકારાત્મક દૃષ્ટિએ જોવાના પ્રયત્નો કરી રહ્યા છો, જે એક સારી સફળતા છે. બાળકો પણ આ સમયે સંપૂર્ણ રીતે અનુશાસિત તથા અભ્યાસ પ્રત્યે એકાગ્ર રહેશે. આ સમયે કોઇના ઉપર પણ વધારે વિશ્વાસ ન કરીને તમારી જ કાર્યક્ષમતા તથા યોગ્યતા પ્રમાણે કામ કરવું. જો યાત્રાને લગતો કોઈ પ્રોગ્રામ બની રહ્યો છે તો તેને ટાળવો સારો રહેશે. કેમ કે આ સમયે થોડા નુકસાનની સ્થિતિ બની રહી છે. આજે કાર્યક્ષેત્રમાં ગતિવિધિઓ સામાન્ય જ રહેશે. પરેશાન થવાને બદલે ધીરજ રાખવી. કોઈ પણ ફોન કોલ અવગણવો નહિ, કારણ કે તેના દ્વારા કોઈ મહત્વપૂર્ણ ઓર્ડર પણ મળી શકે છે. સરકારી સેવા કરતા લોકોને ખાસ જવાબદારી આવવાને કારણે આજ પણ ઓફીસ જવું પડી શકે છે. પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે. બધા સદસ્યોને એક બીજા પ્રત્યે પ્રેમ રહેશે.

મીન રાશિ

દિવસ શાંતિપૂર્ણ રીતે પસાર થશે. ધાર્મિક સ્થળે કે એકાંતમાં આત્મ અવલોકન કરીને તમે તમારી અંદર ઊર્જા અને આત્મવિશ્વાસનો ભરપૂર સંચાર કરશો. બાળકોની સમસ્યામાં તેમનો સહયોગ કરવો તેમને બળ આપી શકે છે. કોઈ નજીકના મિત્ર કે પાડોસી સાથે નાની વાતને લઇને મતભેદ થઈ શકે છે. પરંતુ ગુસ્સાની જગ્યાએ ધીરજ અને સંયમથી કામ લેવું સમસ્યાને ઉકેલી પણ શકે છે. આ સમયે આર્થિક સ્થિતિ થોડી નબળી રહી શકે છે. કાર્યક્ષેત્રમાં ભવિષ્યને લગતી થોડી નવી યોજનાઓ બનશે. તેના પર અમલવારી કરવાનો પણ સમય ઉચિત છે. તમે કઠીન પરિશ્રમ દ્વારા સકારાત્મક પરિણામ મેળવવામાં સફળ રહેશો. કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા કોઈ અનુભવી વ્યક્તિ પાસેથી સલાહ લેવી જરૂરી છે પારિવારિક સભ્યોનો એકબીજા સાથે સમય પસાર કરવો એકબીજા સાથેના તાલમેલને વધારે સારું બનાવશે તથા ઘરમાં ખુશનુમા વાતાવરણ બની રહેશે.